Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૭૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન સોવિયેટ રશિયાની છાયા ફેલાઈ રહી હતી. એ પરિષદમાં રશિયાનું પ્રતિનિધિત્વ નહોતું તેમ જ જર્મનીનું પ્રતિનિધિત્વ પણ નહોતું. પરંતુ સેવિયેટ રશિયાની હસ્તી પેરિસમાં એકઠી થયેલી બધીયે મૂડીવાદી સત્તાઓને નિરંતર પડકાર કરી રહી હતી.
લઈડ ઑર્જની મદદથી આખરે કલેમેનશેની જીત થઈ જેને માટે વિલ્સન ખૂબ ઝંખતે હવે તેમાંની એક વસ્તુ – લીગ ફ નેશન્સ અથવા પ્રજાસંધ – તેને મળી. એ બાબતમાં બીજા બધાઓની સંમતિ મેળવ્યા પછી બીજા ઘણાખર મુદ્દાઓની બાબતમાં તેણે નમતું આપ્યું. મહિનાઓના વાદવિવાદો તથા ચર્ચાઓ પછી પરિષદમાંનાં બધાં મિત્રરાજ્યએ સંધિને સર્વમાન્ય ખરડો તૈયાર કર્યો. આ રીતે આપસમાં સંમત થયા પછી તેમની આજ્ઞાઓ સાંભળવાને માટે તેમણે જર્મનીના પ્રતિનિધિઓને પિતાની સમક્ષ લાવ્યા. ૪૪૦ કલમને આ સુલેહની સંધિને જબરદસ્ત ખરડે આ જર્મને સમક્ષ ફેંકવામાં આવ્યો અને તેમને તેના ઉપર સહી કરવા જણાવવામાં આવ્યું. તેમની સાથે ન કશી ચર્ચા કરવામાં આવી કે ન તેમને કંઈ સૂચનાઓ કે ફેરફારો સૂચવવાની તક આપવામાં આવી. એ તે પરાણે ઠોકી બેસાડવાની સુલેહ હતી; તેમણે એ જેમની તેમ સ્વીકારવાની હતી ત્યા તે ન સ્વીકારવાનાં પરિણમે વેઠવાને તૈયાર રહેવાનું હતું. નવા જર્મન પ્રજાસત્તાકના પ્રતિનિધિઓએ એની સામે વિરેજ ઉઠાવ્યો અને તેમને આપવામાં આવેલી મુદતને છેક છેલ્લે દિવસે વસઈની સંધિ ઉપર તેમણે સહી કરી.
ઑસ્ટ્રિયા, હંગરી, બબ્બેરિયા તથા તુક સાથે મિત્ર રાજ્યોએ અલગ અલગ સંધિઓ કરી. તુક સાથેની સંધિ સુલતાને કબૂલ રાખી હતી પરંતુ કમાલ પાશા તથા તેના બહાદુર સાથીઓના સુંદર સામનાથી તે નિષ્ફળ નીવડી. પરંતુ એની વાત હું તને અલગ પત્રમાં કહીશ.
આ સંધિઓએ શા શા ફેરફાર કર્યા ? ઘણાખરા પ્રાદેશિક ફેરફારે, પૂર્વ યુરોપ, પશ્ચિમ એશિયા તથા આફ્રિકામાં થયા. આફ્રિકામાંનાં જર્મન સંસ્થાને યુદ્ધની લૂંટ તરીકે પડાવી લેવામાં આવ્યાં. એમાંથી ઇંગ્લંડને સારામાં સારે ભાગ મળ્યો. પૂર્વ આફ્રિકામાં ટાંગાનિકા તથા બીજા પ્રદેશને ઉમેરે કરીને ઉત્તરમાં છેક મિસરથી માંડીને દક્ષિણમાં કેપ ઑફ ગુડ હેપ સુધી, એમ આફ્રિકાના એક છેડાથી બીજા છેડા સુધી વિસ્તારેલું સામ્રાજ્ય ઊભું કરવાનું તેમણે લાંબા વખતથી સેવેલું સ્વપ્ન સાચું પાડવામાં અંગ્રેજો સફળ થયા.
યુરોપમાં ભારે ફેરફાર થયા અને તેના નકશા ઉપર ઘણાં નવાં રાજ્ય રજૂ થયાં. યુરોપના જૂના તથા નવા નકશાને સરખાવી છે એટલે પલકમાં એ બધા મહાન ફેરફારો તારી નજરે પડશે. એમાંના કેટલાક ફેરફારો રશિયન ક્રાંતિને કારણે થવા પામ્યા હતા કેમ કે રશિયાની સીમા ઉપર વસતી બિન