Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ્રજાસત્તાક માટે આયલૅન્ડની લડત
૧૦૯૯ ડી.વેલેરાએ જણાવ્યું કે સંસ્થાને ને ગણવામાં આવે છે તેમ જે આયર્લેન્ડ અને ઈંગ્લડ કૌટુંબિક રાષ્ટ્રો હોય અને દરેકને પિતાનું રાજ્યબંધારણ બદલવાને અધિકાર હોય તે આયર્લેન્ડ સેગંદ બદલી શકે અથવા તે પિતાના રાજ્યબંધારણમાંથી તે રદ પણ કરી શકે એ દેખીતું છે. ૧૯૨૧ની સંધિને પ્રશ્ન આ વખતે ઊઠતો નથી, કેમ કે આયર્લેન્ડને એમ કરવાનો હક્ક ન હોય તે તે એટલા પ્રમાણમાં ઇંગ્લંડને આધીન છે એમ ગણાય.
બ્રિટિશ સરકારે વર્ષાસનની રકમ બંધ કરવા સામે એથીયે વધારે જોરથી વિરોધ ઉઠાવ્યો. તેણે જણાયું કે, આ તે કરાર પ્રમાણેનું ઋણ અદા કરવાની જવાબદારીને હડહડતો ભંગ છે. ડી વેલેરાએ એને પણ ઇન્કાર કર્યો. એ વિષે કાયદાની દૃષ્ટિએ અનેક દલીલ કરવામાં આવી પરંતુ એની માથાફેડમાં આપણે ઊતરવા નથી માગતાં. વર્ષાસન ભરવાનો સમય આવ્યો અને તે ને ભરવામાં આવ્યું એટલે ઈંગ્લડે આયર્લેન્ડ સામે નવા પ્રકારની લડાઈ શરૂ કરી. આ આર્થિક લડાઈ હતી. ઈંગ્લેંડમાં આવતા આયર્લેન્ડના માલ ઉપર ભારે જકાત નાખવામાં આવી. ત્યાં આયરિશ ખેડૂતને માલ આવતું હતું એટલે તેના માલ ઉપર ભારે જકાત નાખી તેને ખુવાર કરીને એ રીતે આયરિશ સરકારને સમાધાની ઉપર આવવાની ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યું. તેની હમેશની રીત પ્રમાણે સામા પક્ષને ફરજ પાડવા માટે તેણે પિતાની ભારે લાઠીનો ઉપયોગ કરવા માંડ્યો. પરંતુ એવી રીતે હવે પહેલાના જેટલી ઉપયોગી નથી રહી. આયર્લેન્ડમાં આવતા બ્રિટિશ માલ ઉપર જકાત નાખીને આયરિશ સરકારે એને બદલે વાળે. આ આર્થિક યુદ્ધ બંને પક્ષના ખેડૂતે તથા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડયું. પરંતુ ઘવાયેલી રાષ્ટ્રીય ભાવના તથા પ્રતિષ્ઠા નમતું આપવાના માર્ગમાં બંને પક્ષને અંતરાયરૂપ નીવડી.
૧૯૩૩ ની સાલના આરંભમાં આયર્લેન્ડમાં ફરીથી ચૂંટણી થઈ અને તેમાં ડી વેલેરાને પહેલાં કરતાંયે વધારે સફળતા મળી. આગળની ચૂંટણી કરતાં પણ આ વખતે તેને વધારે બહુમતી મળી. બ્રિટિશ સરકારને માટે એ અતિશય કડવા ઘૂંટડા સમાન થઈ પડયું. આ ઉપરથી એ સ્પષ્ટ થયું કે આર્થિક દમનની બ્રિટનની નીતિને સફળતા મળી નહિ. અને તાજુબીની વાત તે એ છે કે, પિતાનું દેવું ન પતાવવા માટે આયરિશ લેકની દુષ્ટતાની બ્રિટિશ સરકાર દુનિયા આગળ દાંડી પીટી રહી હતી તે જ વખતે તે પોતે પણ અમેરિકાનું તેનું દેવું આપવા માગતી નહોતી.
આમ ડી વેલેરા આજે તે આયરિશ સરકારને પડે છે અને એક એક કદમ આગળ વધીને તે પોતાના દેશને પ્રજાસત્તાકના ધ્યેય તરફ દોરી રહ્યો છે. વફાદારીને સેગંદ તે કયારને રદ થઈ ગયા છે અને વર્ષાસનની રકમ