Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદ ગાંધીજીને અનુસરે છે
૧૧૩૧ લેકે બંડ કરીને સશસ્ત્ર સૈન્યને સામને કરી શકે નહિ. બીજી બાજુએ વ્યક્તિગત ત્રાસ ફેલાવવાનો એટલે કે પિસ્તોલ કે બોંબથી છૂટાછવાયા સરકારી અમલદારોને મારી નાખવા એ તો હતાશ થયેલાઓને માર્ગ હતો. એ માર્ગ લકોના જુસ્સાને હાનિ પહોંચાડનાર નીવડે છે અને વ્યક્તિઓને એ ભલેને ગમે એટલી ભડકાવી મૂકે પણ બળવાન અને સંગઠિત સરકારને એ હચમચાવી શકે એમ માનવું હાસ્યાસ્પદ છે. હું તને આગળ જણાવી ગયો છું તેમ આવી રીતે વ્યક્તિગત હિંસાને માર્ગ રશિયન ક્રાંતિવાદીઓએ પણ છેડી દીધું હતું.
તે પછી શે ઉપાય બાકી રહે છે? રશિયાએ સફળતાપૂર્વક ક્રાંતિ કરી હતી અને તેણે મજૂરાનું પ્રજાસત્તાક સ્થાપ્યું હતું. લશ્કરના પીઠબળ સહિત જનતાને સક્રિય કાર્યમાં પ્રેરવાની એ રીત હતી. પરંતુ મહાયુદ્ધને પરિણામે દેશ તથા તેની જૂની સરકાર સાવ છિન્નભિન્ન થઈ ગયાં હતાં તથા તેમને વિરોધ કરનાર કેઈ રહ્યું નહતું એ સમયે રશિયામાં પણ સોવિયેટને વિજય થયે હિતે. વળી, એ વખતે હિંદમાં જૂજ લેકે રશિયા કે માકર્સવાદ વિષે કંઈક જાણતા હતા ત્યા તે મજૂરે અને ખેડૂતોને લક્ષમાં રાખીને વિચાર કરતા હતા.
આમ આ બધા માર્ગે નિરપગી હતા અને અધોગતિકારક ગુલામગીરીની અસહ્ય સ્થિતિમાંથી બહાર નીકળવાને કોઈ પણ ઉપાય નજરે પડત નહે. જેમને આ ગુલામીની દશા કઠતી હતી તે લેકો ભારે હતાશ અને અસહાય બની ગયા હતા. આ ઘડીએ ગાંધીજીએ પિતાને અસહકારને કાર્યક્રમ દેશ આગળ રજૂ કર્યો. આયર્લેન્ડની સીન-ફીન ચળવળની પેઠે તે પિતાની જાત ઉપર આધાર રાખવાનું એટલે કે સ્વાશ્રયી બનવાનું તેમ જ પિતાની શક્તિ વધારવાનું આપણને શીખવતે હતે. વળી, દેખીતી રીતે જ, સરકાર ઉપર દબાણ લાવવા માટેની એ ભારે અસરકારક રીત હતી. સરકાર મોટે ભાગે હિંદીઓના પિતાના મરજિયાત કે ફરજિયાત સહકાર ઉપર ટકતી હતી. એ સહકાર જે ખેંચી લેવામાં આવે અને બહિષ્કારને અમલ કરવામાં આવે તે સરકારનું આખું તંત્ર સ્થગિત કરી દેવાનું સિદ્ધાંતની દૃષ્ટિએ તે બિલકુલ સંભવિત લાગતું હતું. અસહકાર એટલી હદે સફળ ન થાય તોયે તે સરકાર, ઉપર ભારે દબાણ લાવવામાં તેમ જ સાથે સાથે લેકનું બળ વધારવામાં સફળ નીવડે એમાં લેશ પણ શંકા નહોતી. એ સંપૂર્ણપણે શાંતિમય હતો પરંતુ તે કેવળ અપ્રતિકાર જ નહોતે. સત્યાગ્રહ એ અન્યાય કે અનિષ્ટ સામેના અહિંસક પણ નિશ્ચિત પ્રકારના પ્રતિકારનું સ્વરૂપ હતું. વાસ્તવમાં એ શાંતિમય, અહિંસક યા તે બેઠે બળવો હતો, યુદ્ધનું એ અતિશય સભ્ય સ્વરૂપ હતું અને છતાયે રાજ્યની સ્થિરતાને માટે એ ભારે જોખમકારક હતું. જનતાને કાર્ય કરતી કરવા માટે એ એક અસરકારક ઉપાય હતું અને હિંદની પ્રજાની વિશિષ્ટ પ્રકારની પ્રતિભાને એ બંધબેસતું આવતું હતું. એણે આપણું વર્તન