Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૩૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ કહેવું એ અંશતઃ ખોટું છે. પરંતુ એ પ્રશ્નને સળગતે રાખવાના તથા એ બે વચ્ચે મેળ થવા પામે એ બાબતમાં ટાઢું પાણી છાંટવાના તેના હંમેશા પ્રયત્નોની ઉપેક્ષા કરવી એ પણ એટલું જ ભૂલભરેલું છે.
૧૯૨૨ની સાલની અસહકારની ચળવળની મોકૂફી પછી આવા પ્રપંચો માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું. એક પ્રબળ ચળવળ તેનાં કશોયે દેખીતાં પરિણામે વિના એકાએક બંધ પડી હતી અને એને લીધે દેશમાં ઓટ આવી ગઈ હતી. પેલા ત્રણ માર્ગો જે એક જ દિશામાં આગળ ચાલતા હતા તે હવે છૂટા પડ્યા અને ભિન્ન ભિન્ન દિશામાં જવા લાગ્યા. ખિલાફતને સવાલ હવે રહ્યો નહોતે. હિંદુ તથા મુસલમાન એ બંને કેમના આગેવાને અસહકારના દિવસેના સામુદાયિક ઉત્સાહ નીચે દબાઈ ગયા હતા તેમણે હવે પાછું માથું ઊંચકર્યું અને તેઓ જાહેર જીવનમાં ભાગ લેવા લાગ્યા. મુસલમાન મધ્યમ વર્ગના બેકારેને લાગ્યું કે નોકરીઓને ઇજારે હિંદુઓ લઈ બેઠા છે અને તેઓ જ પિતાના માર્ગમાં આડખીલીરૂપ છે. આથી તેમણે પોતાના તરફ અલગ વર્તાવ રાખવાની તથા દરેક વસ્તુમાં તેમને અલગ ભાગ આપવાની માગણી કરી. રાજકીય દૃષ્ટિએ હિંદુ-મુસ્લિમ સવાલ એ તત્ત્વતઃ મધ્યમ વર્ગને સ્પર્શતી બાબત હતી અને એ નોકરીઓ માટેની તકરાર હતી. પરંતુ એની અસર આમજનતામાં પણ ફેલાવા પામી.
એકંદરે જોતાં હિંદુઓની સ્થિતિ સારી હતી. અંગ્રેજી કેળવણી લેવામાં તેમણે પહેલ કરી હતી એટલે મેટા ભાગની સરકારી નોકરી તેમને મળી હતી. હિંદુઓ વધારે તવંગર પણ હતા. ગામડાંને શાહુકાર વાણિજ્ય હતું. તેનાના નાના
જમીનદાર ખેડૂત તથા ગણેતિયાઓનું શોષણ કરતે અને ધીમે ધીમે તેણે તેમને ભિખારી બનાવી મૂક્યા તથા પોતે તેમની જમીનનો માલિક બની બેઠે. વાણિયે હિંદુ તેમ જ મુસલમાન જમીનદાર ખેડૂત તથા ગણોતિયાઓનું એક સરખી રીતે શોષણ કરે છે પરંતુ મુસલમાનોના તેના શેષણે, ખાસ કરીને જે પ્રાંતમાં માટે ભાગે મુસલમાન ખેડૂત હતા ત્યાં આગળ, કેમી સ્વરૂપ ધારણ કર્યું. કારખાનએમાં યંત્રથી બનેલા માલનો ફેલાવો થવાને કારણે ઘણું કરીને હિંદુઓ કરતાં મુસલમાને ઉપર વધારે ફટકો પડ્યો કેમ કે મુસલમાનમાં કારીગરોનું પ્રમાણ વધારે હતું. આ બધી વસ્તુઓએ હિંદની બે મેરી કોમે વચ્ચે કડવાશની લાગણી વધારી મૂકી તથા દેશ તરફ નહિ પણ કોમ તરફ દષ્ટિ રાખનારા મુસ્લિમ રાષ્ટ્રવાદને પ્રબળ બનાવ્યું.
મુસ્લિમ કમી નેતાઓની માગણીઓ હિંદની રાષ્ટ્રીય એકતાની આશાના મૂળ ઉપર ઘા કરનારી હતી. કેમી ધોરણે તેમને સામને કરનારી હિંદુ કોમી સંસ્થાઓનું મહત્ત્વ વધ્યું. તેઓ સાચી રાષ્ટ્રીય સંસ્થાઓ હેવાને દાવો કરતી હતી પરંતુ બીજી સંસ્થાઓના જેટલી જ તે સાંપ્રદાયિક અને સંકુચિત હતી.