Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯૨૦-૩૦નુ* હિ’#
૧૧૩૫
બીજી બાજુએ રાષ્ટ્રવાદના હિંદુ ખ્યાલ ચોક્કસપણે હિંદુ રાષ્ટ્રવાદને હતાં. મુસલમાનની બાબતમાં જેમ એ સુગમ હતું તેમ આ દાખલામાં હિંદુ રાષ્ટ્રવાદ અને સાચા રાષ્ટ્રવાદ એ એ વચ્ચે ચોખ્ખા ભેદ પાડવાનું સુગમ નહતું. તેમની બાબતમાં એ અને રાષ્ટ્રવાદો એકખીજામાં સેળભેળ થઈજતા હતા કેમ કે હિંદુએ માત્ર હિંદમાં જ વસે છે અને તેઓ અહીં બહુમતીમાં છે. આથી, જોકે અને પોતપોતાના વિશિષ્ટ પ્રકારના રાષ્ટ્રવાદના ઉપાસક હતા છતાંયે આ કારણે પક્કા રાષ્ટ્રવાદી હોવાનો દેખાવ કરવાનું મુસલમાનેાના કરતાં હિંદુ માટે સુગમ હતું.
આ ઉપરાંત જેને સાચા અથવા હિંદી રાષ્ટ્રવાદ કહી શકાય તે પણ હતા. તે ઉપર ગણાવેલા ધાર્મિ ક અથવા કામી પ્રકારથી બિલકુલ ભિન્ન હતા. રાષ્ટ્રવાદ શબ્દના આધુનિક અર્થમાં તેનું એ જ સાચુ સ્વરૂપ હતું. આ ત્રીજા સમૂહમાં હિંદુ મુસલમાન બને તથા ખીજા પણ હતા. ૧૯૨૦–૨૨ની અસહકારની ચળવળ દરમ્યાન આ ત્રણ પ્રકારના રાષ્ટ્રવાદો એકત્ર થઈ ગયા. એ ત્રણે માર્યાં અલગ હતા પરંતુ એ વખત પૂરતી તેમની ગતિ એક જ દિશામાં હતી.
૧૯૨૧ની સામુદાયિક ચળવળથી બ્રિટિશ સરકાર આભી બની ગઈ હતી. તેને એની ચેતવણી તો ઘણા વખતથી મળી ચૂકી હતી પરંતુ એની સાથે કેવી રીતે કામ લેવું એની તેને સમજ પડતી નહોતી. ધરપકડ અને સજા કરવાના હમેશના સીધે ઉપાય બિનઅસરકારક નીવડ્યો હતા કેમ કે મહાસભાને તો એ જ વસ્તુ જોઈતી હતી. આથી તેના જાસૂસી ખાતાએ મહાસભાને અંદરથી નબળી પાડવાને એક. નવી જ રીત શોધી કાઢી. પોલીસના એજટા તથા જાસૂસી ખાતાના માણસા મહાસભા સમિતિમાં દાખલ થયા અને હિંસાને ઉત્તેજન આપીને તેમણે મુશ્કેલી ઊભી કરી. કામી કલહ પેદા કરવાને માટે સાધુ તથા ીરાના વેશમાં પોતાના એજટા મેકલવાની ખીજી રીતને પણ તેણે ઉપયોગ કર્યાં.
પ્રજાની ઇચ્છા વિરુદ્ધ હકૂમત ચલાવનારી સરકારો હમેશાં એવા પ્રકારના ઉપાય અજમાવતી આવી છે. સામ્રાજ્યવાદી સત્તાઓના ધંધા એને આધારે જ ચાલે છે. આ રીતે સફળ થાય છે એ વસ્તુ પ્રજાની દુળતા અને પછાતપણું બતાવે છે; લાગતીવળગતી સરકારનું દુરાચારીપણુ એ એટલા પ્રમાણમાં બતાવતી નથી. ખીજા દેશની પ્રજામાં ભેદ પડાવીને તેને પરસ્પર એકબીજા સામે લડાવી મારવી અને એ રીતે તેને દુળ ખનાવીને તેનું શોષણ કરવુ એ પણુ વધારે સારા સ ંગઠનની એક નિશાની છે. સામા પક્ષમાં એટલે કે પ્રજામાં તડે અને ફાટફૂટ હોય તો જ આ નીતિ સફળ થઈ શકે છે. હિંદમાં હિંદુ-મુસ્લિમના પ્રશ્ન બ્રિટિશ સરકારે ઊભા કર્યાં છે