Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૯૨૦-૩૦નું હિંt
- ૧૧૩૩ તેના કરતાં ધરપકડ નોતરનારાઓની સંખ્યા હમેશાં વધારે રહેતી. નામીચા આગેવાને તથા કાર્યકર્તાઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા તેમ તેમ નવા અને બિનઅનુભવી અને કેટલીક વાર તે અનિષ્ટ માણસે તેમની જગ્યાએ આવતા ગયા. આથી ચળવળમાં અવ્યવસ્થા તથા કંઈક હિંસા દાખલ થવા પામી. ૧૯૨૨ની સાલના આરંભમાં યુક્ત પ્રાંતમાં ગોરખપુર પાસે ચૌરી ચૌરા આગળ ખેડૂતના એક ટોળા તથા પિલીસે વચ્ચે અથડામણ થવા પામી. પરિણામ એ આવ્યું કે ખેડૂતોએ તેની અંદરના થડા પિલીસે સહિત ત્યાંનું પિલીસ થાણું બાળી મૂક્યું. આ અને બીજા કેટલાક બનાવોથી ગાંધીજીને ભારે આઘાત લાગ્યો. એ બનાવો એ દર્શાવતા હતા કે લડત અવ્યવસ્થિત બનતી જતી હતી અને તેમાં હિંસાનું તત્ત્વ દાખલ થયું હતું. આથી ગાંધીજીની સૂચનાથી કારોબારી સમિતિએ અસહકારને કાનૂનભંગને ભાગ મેકૂફ રાખે. આ પછી તરત જ ખુદ ગાંધીજીને પણ પકડવામાં આવ્યા. તેમના ઉપર કામ ચલાવવામાં આવ્યું અને તેમને છ વરસની સજા કરવામાં આવી. ૧૯૨૨ની સાલમાં આ બન્યું અને અસહકારની પહેલી અવસ્થા આ રીતે પૂરી થઈ
૧૬૧. ૧૯૨૦–૩૦નું હિંદ
મે ૧૪, ૧૯૩૩ ૧૯૨૨ની સાલમાં સવિનય કાનૂનભંગ મોકૂફ રાખવામાં આવ્યું ત્યારે અસહકારની ચળવળની પહેલી અવસ્થા પૂરી થઈ પરંતુ આ મેફીથી ઘણા મહાસભાવાદીઓ નારાજ થયા. દેશમાં ભારે જાગૃતિ આવી હતી અને લગભગ ૩૦ હજાર સત્યાગ્રહીઓ કાયદે તોડીને જેલમાં ગયા હતા. શું આ બધું વ્યર્થ હતું અને ઉશ્કેરાઈ જાય એવા થોડાક ગરીબ ખેડૂતોએ ગેરવર્તાવ કર્યો એટલા જ ખાતર ચળવળને હેતુ પાર પડે તે પહેલાં જ અધવચમાં એકાએક તેને મોકૂફ રાખવી? સ્વતંત્રતા તે હજી બહુ દૂર હતી અને બ્રિટિશ સરકાર તે પહેલાંની જેમ જ પિતાનું કાર્ય કર્યો જતી હતી. દિલ્લીમાં તેમ જ પ્રાતમાં કશીયે સાચી સત્તા વિનાની ધારાસભાઓ હતી; મહાસભાએ તેમને બહિષ્કાર કર્યો હતો. ગાંધીજી જેલમાં હતા.
હવે બીજું પગલું ભરવાની બાબતમાં મહાસભાના દળમાં ભારે વાદવિવાદ ઊભું થયું અને મહાસભાની નીતિમાં ફેરફાર કરવાની હિમાયત કરનારે સ્વરાજ્યપક્ષ નામનો એક પક્ષ સ્થપાય. એ પક્ષે એવું સૂચવ્યું કે અસહકારના મૂળભૂત કાર્યક્રમને તે વળગી રહેવું પણ તેની એક બાબતમાં ફેરફાર કરે. ધારાસભાઓને બહિષ્કાર છેડી દેવું જોઈએ. આને લીધે મહાસભામાં ભાગલા પડ્યા પરંતુ છેવટે સ્વરાજ્યપક્ષે પિતાનું ધાર્યું કર્યું.