Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અસહકારના નવા કાર્યક્રમને વધાવી લીધે. એ કાર્યક્રમને વિષે મુસલમાનોને ઉત્સાહ પણ બીજાઓના જેટલે જ હતે. ખરી વાત તે એ છે કે અલી ભાઈઓની આગેવાની નીચે ખિલાફત કમિટીએ તે મહાસભાની પહેલાં એ કાર્યક્રમને અપનાવ્યું હતું. જનતાના ઉત્સાહને કારણે તથા એ ચળવળને આરંભમાં મળેલી સફળતા જોઈને જૂના ઘણાખરા મહાસભાવાદીઓ એમાં જોડાયા.
આ અવનવી લડત તથા તેની પાછળ રહેલી ફિલસૂફીના ગુણદોષની પરીક્ષા હું આ પત્રમાં કરી શકું એમ નથી. એ ભારે અટપટો પ્રશ્ન છે અને સંભવ છે કે એ ચળવળના પ્રણેતા ગાંધીજી સિવાય બીજો કઈ પણ માણસ એ વસ્તુ સતેષકારક રીતે ન કરી શકે. એમ છતાંયે આપણે એને એક પ્રેક્ષકની દૃષ્ટિથી તપાસીશું અને એ આટલી બધી ત્વરાથી સફળતાપૂર્વક કેમ ફેલાવા પામી એ સમજવા પ્રયત્ન કરીશું.
જનતાની આર્થિક હાડમારી તથા વિદેશી શેષણ નીચે ઉત્તરોત્તર તેમની બગડતી જતી સ્થિતિ વિષે તેમ જ મધ્યમ વર્ગમાં વધતી જતી બેકારી વિષે હું તને કહી ગયો છું. એ બધાંના નિવારણને ઉપાય છે? રાષ્ટ્રીય ભાવનાના વિકાસે લેકનાં મન રાજકીય સ્વતંત્રતાની આવશ્યકતા તરફ વાળ્યાં. પરતંત્ર અને ગુલામીમાં રહેવું એ અગતિ કરનારું છે એટલા માટે જ નહિ તેમ જ લેકમાન્યના કહેવા પ્રમાણે સ્વતંત્રતા એ આપણે જન્મસિદ્ધ હક છે અને આપણે તે પ્રાપ્ત કરવી જ જોઈએ માત્ર એટલા માટે પણ નહિ, પરંતુ આપણી પ્રજા ઉપરને ગરીબાઈને બેજે હળવે કરવાને માટે પણ સ્વતંત્રતા આવશ્યક છે એમ મનાવા લાગ્યું હતું. પણ સ્વતંત્રતા મેળવવી કેવી રીતે ? હાથપગ જોડીને શાંત બેસી રહેવાથી કે તેની રાહ જોયા કરવાથી તે નથી મળવાની છે તે સ્પષ્ટ જ હતું. વત્તાઓછા ઝનૂનથી મહાસભા આજ સુધી કેવળ વિરોધ અને યાચનાની રીતેને અનુસરતી આવી હતી. એ રીતે પ્રજાને માટે હિણપતભરી હતી એટલું જ નહિ પણ વ્યર્થ અને અસર વિનાની હતી એ પણ એટલું જ સ્પષ્ટ હતું. ઈતિહાસકાળમાં એ રીતે કદીયે સફળ થઈ નથી તેમ જ શાસક કે અધિકાર ભોગવતા વર્ગો પાસેથી સત્તા છોડી શકી નથી. ખરેખર, ઇતિહાસે તે આપણને એ બતાવ્યું છે કે ગુલામ પ્રજાઓ કે વગેએ હિંસક બળ કે રમખાણ કરીને પિતાની સ્વતંત્રતા મેળવી હતી.
હિંદના લેકે માટે સશસ્ત્ર બળવાને તે પ્રશ્ન જ નહોતે. આપણે નિઃશસ્ત્ર પ્રજા છીએ અને આપણામાંના ઘણું તે હથિયાર વાપરી પણ જાણતા નથી. વળી હિંસક અથવા સશસ્ત્ર લડાઈમાં બ્રિટિશ સરકારનું છે તે કોઈ પણ રાજ્યનું સંગઠિત બળ તેની સામે જે કંઈ બળ ઊભું કરવામાં આવે તેના કરતાં ઘણું વધારે હોય છે. સશસ્ત્ર સૈન્ય બળ કરી શકે ખરાં પરંતુ નિશસ્ત્ર