Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ન કરી શકાય. પરંતુ અમૃતસરના ગોળીબાર માટે જવાબદાર જનરલ ડાયરે મહિનાઓ પછી તિરસ્કારપૂર્વક એ કૃત્યને બચાવ કર્યો તથા ગોળીબારના ભોગ બનીને ઘાયલ થઈને પડેલા હજારે લેકે તરફ તેણે હેવાનિયતભરી બેપરવાઈ દર્શાવી એ વસ્તુઓ ખાસ કરીને હિંદને આવ્યું બનાવી મૂક્યું અને તે અતિશય કે પાયમાન થયું. ઘાયલ થયેલા પ્રત્યેની તેની બેપરવાઈની બાબતમાં તેણે જણાવ્યું કે, “એ કંઈ મારું કામ નહતું.” ઈંગ્લંડમાં કેટલાક લેકેએ તથા સરકારે ડાયરની હળવી ટીકા કરી પરંતુ ઉમરાવની સભામાં થયેલી ચર્ચા વખતે ઇંગ્લંડના શાસક વર્ગના સામાન્ય વલણનું પ્રદર્શન થયું. એ ચર્ચા દરમ્યાન જનરલ ડાયરનાં પિટ ભરીને વખાણ કરવામાં આવ્યાં. એ વસ્તુએ હિંદના ક્રોધાગ્નિમાં ઘી હે અને પંજાબના અન્યાયની બાબતમાં દેશભરમાં ભારે કડવાશની લાગણી વ્યાપી ગઈ પંજાબમાં ખરેખર શું બન્યું હતું તેની તપાસ કરવા સરકાર તેમ જ મહાસભા એ બંનેએ તપાસ સમિતિ નીમી હતી. દેશ તેમના હેવાલની રાહ જોતે બેઠે હતે.
એ વરસથી ૧૩મી એપ્રિલ એ રાષ્ટ્રીય દિન બની ગયું છે અને ૬ઠ્ઠી એપ્રિલથી ૧૩મી એપ્રિલ સુધીના આઠ દિવસનું રાષ્ટ્રીય સપ્તાહ બન્યું છે. જલિયાનવાલા બાગ એ આજે રાજકીય યાત્રાનું ધામ બની ગયું છે. આજે તે એ એક આકર્ષક બગીચે બની ગયું છે અને તેની ઘણીખરી જૂની ભીષણતા નષ્ટ થઈ ગઈ છે. પરંતુ તેની સ્મૃતિ તે હજી કાયમ રહી છે.
દેવગે એ વરસે એટલે કે ૧૯૧૯ની સાલના ડિસેમ્બર માસમાં મહાસભાની બેઠક પણ અમૃતસરમાં જ થઈ. એ વખતે તપાસસમિતિઓના હેવાલની રાહ જોવાતી હતી એટલે એ બેઠકમાં, કોઈ પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો નહિ. પરંતુ મહાસભા હવે બદલાઈ ગઈ છે એ વસ્તુ હવે સ્પષ્ટપણે દેખાવા લાગી હતી. તે હવે જનતાની સંસ્થા બનવા લાગી હતી અને કેટલાક જૂના મહાસભાવાદીઓને અસ્વરથ કરી મૂકે એવી નવી શકિતને તેમાં સંચાર થઈ રહ્યો હતે. હજી તેવા ને તેવા જ અડગ તથા કદી પણ નમતું ન આપનાર લેકમાન્ય ટિળક પણ ત્યાં આવ્યા હતા. મહાસભાની બેઠકમાં તેઓ છેલ્લી જ વાર હાજરી આપતા હતા કેમ કે તેની બીજી બેઠક ભરાય તે પહેલાં તે વિદેહ થવાના હતા. આમ–સમુદાયમાં કપ્રિય થયેલા ગાંધીજી પણ ત્યાં હતા અને હિંદના રાજકારણુ તથા મહાસભા ઉપરના તેમના પ્રભુત્વની લાંબી કારકિર્દીને આરંભ હજી હમણું જ કરી રહ્યા હતા. લશ્કરી કાયદાના અમલના દિવસે દરમ્યાન શયતાનિયતભર્યા કાવતરાંઓમાં સંડોવીને જેમને લાંબી મુદતની સજા કરવામાં આવી હતી એવા કેટલાક નેતાઓ પણ તુરંગમાંથી છૂટીને સીધા એ બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. કારણ કે