Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન હતા. અમે તે શહેરના માત્ર ગણ્યાગાંઠ્યા માણસને પહોંચી શકીએ એમ હતું. પરંતુ વાતાવરણમાં ન જુસ્સે વ્યાપી ગયું હતું અને ગમે તેમ કરીને એ સંદેશો આપણું વિશાળ દેશના દરમાં દૂર આવેલા ગામડા સુધી પહોંચી ગયો હતે. ગામડાંના લેકે તેમ જ શહેરના મજૂરેએ પહેલી જ વાર વિશાળ પાયા ઉપરના રાજકીય નિદર્શનમાં ભાગ લીધે.
તારીખની બાબતમાં સમજફેર થવાથી દિલ્હીએ ૬ઠ્ઠી એપ્રિલને આગલે રવિવારે એટલે કે ૩૧મી માર્ચે હડતાલ પાડી હતી. એ દિવસેમાં દિલ્હીના મુસલમાન તથા હિંદુઓમાં એક બીજા માટે ભારે સભાવ અને ભાઈચારાની લાગણી પ્રવર્તતી હતી અને દિલ્હીની પ્રખ્યાત જામે મસ્જિદમાં પ્રચંડ સભાને ઉદ્દેશીને વ્યાખ્યાન આપતા આર્યસમાજના મહાન નેતા સ્વામી શ્રદ્ધાનંદનું અપૂર્વ દશ્ય જોવામાં આવ્યું હતું. ૩૧મી માર્ચે દિલ્હીના મહોલ્લાઓમાં એકઠાં થતાં પ્રચંડ ટોળાને વિખેરી નાખવાને પિલીસ તથા લશ્કરી સિપાઈઓએ પ્રયત્ન કર્યો. તેમણે એ ટોળાંઓ ઉપર ગોળી ચલાવી અને કેટલાકના જાન પણ લીધા. કદાવર અને સંન્યાસીના પિશાકમાં ભવ્ય લાગતા સ્વામી શ્રદ્ધાનંદે ચંદની ચેકમાં ખુલ્લી છાતી અને અગ દૃષ્ટિથી ગુરખા સિપાઈઓની સંગીનને સામનો કર્યો. તેમના હાથ થંભી ગયા અને એ કસોટીમાંથી તે ક્ષેમકુશળ પાર ઊતર્યા અને એ બનાવે આખા હિંદને પુલકિત કરી મૂક્યું. પરંતુ દુઃખની વાત એ છે કે એ પછી આઠ વરસની અંદર એક ધમધ મુસલમાને તેમને દગે કરીને મારી નાખ્યા. એ વખતે તે માંદા હતા અને પિતાના બિછાનામાં સૂતા હતા ત્યાં આવીને એ મુસલમાને તેમના પેટમાં છરી બેંકી દીધી.
૬ઠ્ઠી એપ્રિલના સત્યાગ્રહદિન પછી બનાવો બહુ ઝપાટાભેર બનવા લાગ્યા. ૧૦મી એપ્રિલે અમૃતસરમાં એક વિષમ ઘટના બની ગઈ. એ દિવસે પિતાના નેતા ડૉ. કીચલુ તથા ડૉ. સત્યપાલની ધરપકડ માટે શોક દર્શાવવાને માટે ત્યાં આગળ એક નિઃશસ્ત્ર ટોળું ઉઘાડે માથે જમા થયું હતું. એ ટોળા ઉપર લશ્કરી સિપાઈઓએ ગેળી ચલાવી અને એથી ઘણું માણસેના જાન ગયા. આથી એ ટોળું પાગલ બન્યું અને કચેરીઓમાં બેઠેલા પાંચ કે છે નિર્દોષ અંગ્રેજોને મારી નાખીને તથા તેમની બેંકનાં મકાને બાળી નાખીને એનું વેર લીધું. અને પછી તે જાણે બાકીના દેશ અને પંજાબ વચ્ચે એક પડદો ઊભો થયો હોય એમ લાગ્યું. સખત ખબર-નિયમનથી (સેન્સેરશિપ) પંજાબને બાકીના હિંદથી સાવ અળગું પાડી દેવામાં આવ્યું. ત્યાંના ભાગ્યે જ કશા ખબર બહાર આવતા અને લેકને એ પ્રાંતમાં દાખલ થવાનું કે ત્યાંથી બહાર આવવાનું અતિશય મુશ્કેલ બની ગયું. ત્યાં આગળ લશ્કરી કાયદાને અમલ કરવામાં આવ્યું અને એની વેદના મહિનાઓ સુધી ચાલુ રહી. અઠવાડિયાંઓ