Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ યુદ્ધને કારણે બ્રિટિશ સરકાર “જજીરત-ઉલ-અરબ” અથવા મક્કા, મદીના અને જેરૂસલેમ વગેરે તેમનાં પવિત્ર શહેરને કબજે લેશે. (જેરૂસલેમ યહૂદી, મુસલમાન તથા ખ્રિસ્તી એ ત્રણેનું પવિત્ર શહેર છે.)
આમ મહાયુદ્ધ પછી હિંદુસ્તાન રાહ જોતું બેઠું હતું. તે ધૂંધવાયેલું હતું અથવા કહે ઉગ્ર બન્યું હતું. તેને ઝાઝી આશા નહોતી અને છતાંયે તે કંઈક અપેક્ષા રાખીને બેઠું હતું. થોડા જ મહિનાઓમાં, જેની ઉત્સુકતાથી અપેક્ષા રાખવામાં આવતી હતી તે બ્રિટનની નવી નીતિનું પ્રથમ ફળ ક્રાંતિકારી ચળવળનું નિયમન કરવા માટે ખાસ કાયદાઓ પસાર કરવા માટેની દરખાસ્તના રૂપમાં બહાર પડયું. વધારે સ્વતંત્રતાને બદલે હિંદને વધારે દમનની ભેટ મળવાની હતી. એ દરખાસ્ત અથવા બિલે એક કમિટીના હેવાલ ઉપરથી ઘડવામાં આવ્યાં હતાં અને “રોલેટ બિલ'ના નામથી ઓળખાતાં હતાં. પરંતુ થોડા જ વખતમાં દેશભરમાં તે “કાળા કાયદા ના નામથી ઓળખાવા લાગ્યાં. આ રૉલેટ બિલે અથવા કાળા કાયદાઓને દેશભરમાં નરમમાં નરમ માણસો સહિત બધા હિંદીઓએ એક અવાજે વખોડી કાઢયા. એ બિલે સરકારને તથા જે વ્યક્તિ તેમને નાપસંદ હોય તથા જેના ઉપર તેમને શક હોય તેની ધરપકડ કરવાની, તેના ઉપર કામ ચલાવ્યા વિના તેને કેદમાં રાખી મૂકવાની અથવા તે તેના ઉપર ગુપ્ત રીતે કામ ચલાવવાની પોલીસોને ભારે સત્તા આપતાં હતાં. એ વખતે એ બિલનું આ વર્ણન મશહૂર થઈ ગયું હતું : “ના વકીલ, ના અપીલ, ના દલીલ.” એ બિલેની સામે પિકાર વધતા જતા હતા તેવામાં એક નવા તવે દેખા દીધી – રાજકીય ક્ષિતિજ ઉપર એક નાનકડું વાદળું દેખાવા લાગ્યું. એ વાદળું વધવા લાગ્યું અને થોડા જ વખતમાં સમગ્ર હિંદના આકાશને તેણે આવરી લીધું.
આ નવું તત્ત્વ તે મોહનદાસ કરમચંદ ગાંધી. મહાયુદ્ધ દરમ્યાન તે દક્ષિણ આફ્રિકામાંથી હિંદ આવ્યા અને પિતાના સાથીઓ સાથે તે સાબરમતી આશ્રમમાં વસ્યા હતા. રાજકારણથી તે અળગા રહ્યા હતા. યુદ્ધ માટે રંગરૂટની ભરતી કરવામાં તેમણે સરકારને મદદ પણ કરી હતી. બેશક, દક્ષિણ આફ્રિકાની તેમની સત્યાગ્રહની લડત પછી હિંદમાં તે સારી પેઠે મશહૂર થયા હતા. ૧૯૧૭ની સાલમાં તે બિહારના ચંપારણ જિલ્લાના યુરોપિયન બગીચાવાળાઓના ગરીબ, દુ:ખી અને દલિત કિસાનોની વહારે ધાયા હતા અને બગીચાવાળાઓના ત્રાસમાંથી તેમને મુક્ત કરવામાં સફળ થયા હતા. ત્યાર પછી તે ગુજરાતના ખેડા જિલ્લાના ખેડૂતની વહારે ધાયા. ૧૯૧૯ની સાલમાં તે ખૂબ બીમાર પડી ગયા. તે એમાંથી સાજા થઈને માંડ ઊયા ત્યાં તે દેશભરમાં રોલેટ બિલ સામેનું આંદેલન ફાટી નીકળ્યું. આ દેશવ્યાપી પિકારમાં તેમણે પિતાને અવાજ પણ મેળવ્યું.