Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨૩
હિંદ ગાંધીજીને અનુસરે છે પડતી હતી. પ્રજા ભારે આશા સેવી રહી હતી. ખુદ બ્રિટિશ સરકારને પણ લાગ્યું કે કંઈક કરવું જોઈએ. પ્રથમ પરિસ્થિતિની તપાસ કરવાથી આરંભ કરીને તેણે રાજકીય ક્ષેત્રમાં પગલાં ભરવા માંડ્યાં. તપાસ પછી મેંટેગ્યુ-ચેમ્સફર્ડ હેવાલમાં રજૂ થયેલી ફેરફાર માટેની કેટલીક દરખાસ્ત બહાર પાડવામાં આવી. આર્થિક ક્ષેત્રમાં પણ સત્તા તથા શેષણના ગઢને પિતાના હાથમાં રાખવાની સાવચેતી રાખીને તેણે આગળ વધતા જતા મધ્યમ વર્ગના લેકને કેટલાક ટુકડા ફેક્યા.
મહાયુદ્ધ પછી થડા વખત સુધી વેપાર ખૂબ આબાદ રહ્યો અને ભારે તેજીને જમાને આવ્યો. એ દરમ્યાન વેપારીઓને અઢળક નફે થયે. ખાસ કરીને બંગાળના શણને ઉદ્યોગને ભારે ન થયું. તેને નફે કેટલીક વખત તે ૧૦૦ ટકા કરતાંયે વધી ગયો. વસ્તુના ભાવે બહુ વધી ગયા અને કંઈક અંશે મજૂરીના દરો પણ વધ્યા. પરંતુ મુંધવારીના પ્રમાણમાં એ વધારે બહુ જ ઓછો હતે. વસ્તુઓના ભાવો વધતાં ગણોતિયાઓએ જમીનદારને આપવાની ગણતના દર પણ વધી ગયા. પછીથી મંદીને કાળ આવ્યું અને વેપાર ઘટવા માંડ્યો. ઔદ્યોગિક મજૂરે તથા ખેડૂતની સ્થિતિ બહુ જ બગડવા પામી અને ઝપાટાબંધ અસંતોષ વધવા લાગ્યા. દિનપ્રતિદિન વધતી જતી હાડમારીને કારણે કારખાનાઓમાં ઘણી હડતાલ પડી. અધ્યા પ્રાંતમાં તાલુકદારી વ્યવસ્થા નીચે ગણેતિયાઓની સ્થિતિ ખાસ કરીને ખરાબ હતી અને ત્યાં આગળ લગભગ આપમેળે પ્રચંડ કિસાન ચળવળ ઊપડી. કેળવાયેલા નીચલા થરના મધ્યમ વર્ગમાં બેકારી વધી ગઈ અને તે ભારે હાડમારીમાં આવી પડ્યો.
મહાયુદ્ધ પછીના આરંભના દિવસની આ આર્થિક પૂર્વ પીઠિકા હતી. આ વસ્તુ જે તે લક્ષમાં રાખશે તો તે તને રાજકીય ચળવળની પ્રગતિ સમજવામાં મદદરૂપ નીવડશે. દેશભરમાં લડાયક જુસ્સો પેદા થયો હતો અને તે અનેક રીતે વ્યક્ત થતું હતું. ઔદ્યોગિક મજૂરે પણ સંગઠિત થઈ રહ્યા હતા અને મજૂર મહાજને સ્થપાવા લાગ્યાં હતાં. એ પછી અખિલ હિંદ ટ્રેડ યુનિયન કેંગ્રેસ એટલે કે અખિલ હિંદની મજૂરની મહાસભા સ્થપાઈ. નાના નાના જમીનદારો તથા જમીનના માલિક ખેડૂતે સરકારથી અસંતુષ્ટ બન્યા હતા અને તેઓ રાજકીય પ્રવૃત્તિ તરફ સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા. ગણેતિયાઓ સુધ્ધાં પેલા કહેવતરૂપ સુસ્ત કીડાની માફક હવે સળવળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને મધ્યમવર્ગ, ખાસ કરીને તેના બેકાર લે કે, એકકસપણે રાજકારણ તરફ અને તેમાંના મૂઠીભર લેકે ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ વળતા જતા હતા. હિંદુ, મુસલમાન, શીખ એ સૌને આ પરિસ્થિતિની અસર થઈ રહી હતી કેમ કે આર્થિક પરિસ્થિતિ કંઈ ધાર્મિક ભેદને ગણકારતી નથી. પરંતુ મુસલમાને આ ઉપરાંત તુકી સામેના યુદ્ધથી અતિશય ખળભળી ઊડ્યા હતા. તેમને એવી ભીતિ હતી કે