Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૨૧ ભાષામાં કરવામાં આવેલા આ ફેરફારને પરિણામે વ્યક્તિઓ તથા શહેરનાં નામે પણ ફરી ગયાં. તને ખબર છે કે કૉન્સ્ટાન્ટિનેપલ આજે ઈસ્તંબૂલ બની ગયું છે, અંગેરા અંકારા તથા સ્મન ઈસ્મીર બની ગયું છે. તુર્કીમાં લેકનાં નામે સામાન્ય રીતે અરબી ઉપરથી પાડવામાં આવતાં – દાખલા તરીકે ખુદ મુસ્તફા કમાલ પણ અરબી નામ છે. નવું વલણ હવે શુદ્ધ તુર્ક નામ આપવા તરફનું છે.
નમાઝ તથા અઝાન પણ તુર્ક ભાષામાં જ થવી જોઈએ એ કાયદો પણ કરવામાં આવ્યું. આ ફેરફારે ભારે મુશ્કેલી પેદા કરી. મુસલમાને નમાઝ હમેશાં મૂળ અરબી ભાષામાં જ પઢતા આવ્યા છે; હિંદમાં આજે પણ એ અરબીમાં જ પઢાય છે. ઘણું મૌલવીઓ તેમ જ મજિદના ઈમામોને આ ફેરફાર અનુચિત લાગ્યો અને તેમણે અરબીમાં જ નમાઝ પઢવી ચાલુ રાખી. આ પ્રશ્ન ઉપર ત્યાં આગળ અનેક રમખાણ થવા પામ્યાં. હજી આજે પણ એ બાબતમાં કદી કદી રમખાણ થાય છે. પરંતુ મુસ્તફા કમાલ પાશાની આગેવાની નીચેની સરકારે બીજા બધા વિરોધની પેઠે આ વિરોધને પણ દાબી દીધે.
છેલ્લાં દશ વરસની આ બધી સામાજિક ઊથલપાથલે પ્રજાનું જીવન * સંપૂર્ણપણે બદલી નાખ્યું છે અને પુરાણી રૂઢિઓ તથા ધાર્મિક અસરમાંથી મુક્ત થયેલી નવી પેઢી ઊછરી રહી છે. આ ફેરફારે મહત્ત્વના છે એ ખરું પરંતુ તેમણે દેશના આર્થિક જીવન ઉપર ઝાઝી અસર નથી કરી. એ બાબતમાં ટોચ ઉપર થડા ગૌણ ફેરફારો કરવામાં આવ્યા તે બાદ કરતાં તેને પાયે જેમને તેમ જ રહ્યો છે. કમાલ પાશા અર્થશાસ્ત્રી નથી તેમ જ રશિયામાં જે મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યા છે તેની તરફેણમાં પણ તે નથી. આથી રાજકીય ક્ષેત્રમાં તે સેવિયેટ સાથે મૈત્રીના સંબંધથી સંકળાયેલું છે પરંતુ આર્થિક ક્ષેત્રમાં સામ્યવાદથી તે દૂર રહે છે. ક્રાંસની મહાન ક્રાંતિના અભ્યાસ ઉપરથી તેણે પિતાના સામાજિક તથા રાજકીય વિચારે જ તારવ્યા હોય એમ લાગે છે.
ધંધાદારી વર્ગને બાદ કરતાં તુર્કીમાં હજી પણ બળવાન મધ્યમ વર્ગ નથી. ગ્રીક તથા બીજાં વિદેશી તને દૂર કર્યાથી દેશને આર્થિક વ્યવહાર નબળે પડ્યો છે. પરંતુ તુક સરકાર પોતાની આર્થિક સ્વતંત્રતાને ભગ આપવા કરતાં દેશની ગરીબાઈ અને ધીમા ઔદ્યોગિક વિકાસને વધુ પસંદ કરે છે. અને તે માને છે કે જે પરદેશી મૂડી મોટા પ્રમાણમાં તુકમાં આવે તે ઉપર જણાવેલી આર્થિક સ્વતંત્રતાને ભેગ આપવો પડે તથા એને પરિણામે પરદેશીઓ દેશનું શોષણ કરે. એથી કરીને તેણે પરદેશી મૂડીને દેશમાં ઉત્તેજન નથી આપ્યું. પરદેશી માલ ઉપર ભારે જકાત નાખવામાં આવી છે. ઘણાખરા ઉદ્યોગને “રાષ્ટ્રીય’ બનાવી દેવામાં આવ્યા છે એટલે પ્રજાની વતી