Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન સરકાર તેમની માલકી ધરાવે છે તથા તેમના ઉપર કાબૂ રાખે છે. રેલવે પણ ઠીક ઠીક ત્વરાથી બાંધવામાં આવે છે.
કમાલ પાશાને ખેતીવાડીમાં વધારે રસ છે. કેમ કે તુર્ક ખેડૂત હમેશાં તુર્ક રાષ્ટ્ર તથા તુર્ક લશ્કરના આધારરૂપ રહ્યો છે. સરકાર તરફથી ખેતીનાં નમૂનેદાર ફાર્મ બનાવવામાં આવ્યાં, જમીન ખેડવા માટે ટ્રેકટરે દાખલ કરવામાં આવ્યાં તથા ખેડૂતની સહકારી મંડળીઓને ઉત્તેજન આપવામાં આવ્યું.
બાકીની દુનિયાની પેઠે તુક પણ જગવ્યાપી મહાન મંદીના વમળમાં સપડાયું અને પિતાના ખરચના બંને પાસાં સરખાં કરવાનું તેને માટે પણ મુશ્કેલ બની ગયું. પરંતુ મુસ્તફા કમાલ પાશાની દોરવણી નીચે તે ધીમે ધીમે પણ સ્થિરતાથી આગળ વધી રહ્યું છે. હજી પણ તે દેશના સર્વોપરી નેતા તથા સરમુખત્યાર તરીકે કાયમ રહ્યો છે. તેને આતાતુકને ઇલકાબ આપવામાં આવે છે અને હવે તે એ જ નામથી ઓળખાય છે. આતાતુને અર્થ રાષ્ટ્રપિતા એ થાય છે.
૧૬૦. હિંદ ગાંધીજીને અનુસરે છે
૧૧ મે, ૧૯૩૩ હવે મારે હિંદના તાજેતરના બનાવ વિષે તને કંઈક કહેવું જોઈએ. સ્વાભાવિક રીતે જ બહારના બનાવો કરતાં આપણે રસ તેમાં વધારે છે અને એની વધારે પડતી વિગતેમાં હું નહિ ઊતરી જાઉં એની મારે સાવચેતી રાખવી જોઈએ. એ વિષેના આપણા અંગત રસ ઉપરાંત, હું તને આગળ કહી ગયો છું તેમ હિંદ આજે દુનિયા સમક્ષને એક મોટામાં મેટે પ્રશ્ન છે. સામ્રાજ્યવાદી આધિપત્યને એ એક સૂચક અને દષ્ટાંતરૂપ દેશ છે. બ્રિટિશ સામ્રાજ્યની આખી ઈમારત એના ઉપર ટકી રહી છે અને બ્રિટિશેના એ સફળ દષ્ટાંતથી લલચાઈને બીજા દેશ પણું સામ્રાજ્યવાદી સાહસ ખેડવાને નીકળી પડ્યા છે.
હિંદ વિષેના મારા છેલ્લા પત્રમાં મહાયુદ્ધ દરમ્યાન અહીં થયેલા ફેરફાર વિષે, હિંદના ઉદ્યોગે તથા મૂડીદારોની પ્રગતિ વિષે તથા હિંદ પરત્વેની બ્રિટિશ નીતિમાં થયેલા ફેરફારે વિષે મેં તેને કહ્યું હતું. ઈગ્લંડ ઉપરનું હિંદનું ઔદ્યોગિક તેમ જ વેપારી દબાણ વધતું જતું હતું. એ જ રીતે રાજકીય દબાણ પણ વધતું જતું હતું. પૂર્વના બધાયે દેશમાં રાજકીય જાગૃતિ આવી રહી હતી અને મહાયુદ્ધ પછી દુનિયાભરમાં ખળભળાટ મચી રહ્યો હતે અને સર્વત્ર બેચેનીની લાગણી વ્યાપી ગઈ હતી. હિંદમાં કઈ કઈ વાર હિંસાત્મક ક્રાંતિકારી પ્રવૃત્તિ નજરે