Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
- હિંદ ગાંધીજીને અનુસરે છે.
૧૧૨૫ પરંતુ એ અવાજ, ગમે તે કારણે, બીજા અવાજેથી જુદો હતો. એ અવાજ શાન્ત અને ધીમે હતું અને છતાં સમુદાયના પકારને ભેદીને તે સંભળાતો હતો; એ મૃદુ અને નમ્ર હતો અને છતાં તેમાં ક્યાંક પિલાદી નક્કરતા છુપાયેલી જણાતી હતી; તે વિનય અને વિનવણીથી ભરેલું હતું અને છતાં એમાં કંઈક કટ્ટર અને ડરામણું તત્વ હતું; એને એકેએક શબ્દ અર્થઘન હતું અને તેમાં ખરાખરીને ઉગ્ર રણકે માલૂમ પડતું હતું. શાંતિ અને મિત્રીની ભાષાની પાછળ સામર્થ અને અમલી કાર્યને તરવરતે પડછાયે તથા અન્યાયને વશ ન થવાનો અડગ નિશ્ચય હતે. આજે તે આપણે એ અવાજથી પરિચિત થઈ ગયાં છીએ; છેલ્લાં ચૌદ વરસે દરમ્યાન તે આપણે અનેક વાર સાંભળ્યો છે. પરંતુ ૧૯૧૯ની સાલના ફેબ્રુઆરી તથા માર્ચ માસમાં તે આપણે માટે તે ન જ હતે. આપણે એ બરાબર સમજતાં નહોતાં પરંતુ એ અવાજ સાંભળીને આપણાં રેમેરમ પુલકિત થઈ ગયાં. જેમાં લાંબાં લાંબાં ભાષણ કરવામાં આવતાં અને તેને અંતે જેને કોઈ પણ કશુંયે મહત્ત્વ આપતું નહોતું એવા વિરોધ દર્શાવનાર તેના તે જ વ્યર્થ અને બિનઅસરકારક ઠરાવ કરવામાં આવતા એવા વખોડણીના ધાંધલિયા રાજકારણથી એ સાવ જુદી જ વસ્તુ હતી. આ તે અમલી કાર્યનું રાજકારણ હતું, કેવળ વાતનું નહિ.
પસંદ કરેલા કાયદાઓ તેડીને જેલને નેતરવા તૈયાર હોય એવા લેકોની મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ સભા સ્થાપી. એ વખત માટે તે એ સાવ નવી જ વસ્તુ હતી. અને એથી કરીને કેટલાક લેકે ઉત્સાહમાં આવી ગયા અને કેટલાક લકે પાછળ હટી ગયા. જેલ જવું એ આજે તે રેજને સામાન્ય બનાવ બની ગયું છે અને અમારામાંના ઘણુંના જીવનને એ એક નિશ્ચિત અને નિયમિત ભાગ બની ગયો છે !
તેમની હમેશની રીત મુજબ ગાંધીજીએ વાઇસરૉયને નમ્ર અપીલ કરી અને ચેતવણી આપી. જ્યારે તેમને લાગ્યું કે સમગ્ર હિંદે એક અવાજે કરેલા વિરોધને ઠોકરે મારીને બ્રિટિશ સરકારે એ કાયદે પસાર કરવાનો નિશ્ચય કર્યો છે ત્યારે એ બિલ પસાર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે ત્યાર પછીના પહેલા રવિવારે હડતાલ પાડીને, બધું કામકાજ બંધ કરીને તથા સભાઓ ભરીને દેશભરમાં શેકદિન પાળવાની તેમણે પ્રજાને હાકલ કરી. એ દિવસે સત્યાગ્રહની ચળવળને આરંભ થવાને હતો અને ૧૯૧૯ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખના રવિવારને દેશભરમાં શહેર તેમ જ ગામડાઓમાં સત્યાગ્રહદિન તરીકે પાળવામાં આવ્યું. આવા પ્રકારનું એ પહેલવહેલું હિંદવ્યાપી નિદર્શન હતું. એ ભારે પ્રભાવશાળી નિદર્શન હતું અને એમાં સર્વ પ્રકારના તથા બધીયે કેમેના લેકોએ ભાગ લીધે. અમારામાંના જેમણે એ હડતાલમાં કાર્ય કર્યું હતું તેઓ એની સફળતા જોઈને ચકિત થઈ ગયા ज-२९