Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભસ્મમાંથી નવા તુકીને ઉદય ૧૧૦૯ રીતે તુર્કો સાથે મૈત્રી કરવાને સુધ્ધાં પ્રયાસ કર્યો. અંગ્રેજે છેડેઘણે અંશે રીકેના પક્ષમાં રહ્યા ખરા પરંતુ બિનસત્તાવાર રીતે.
૧૯૨૧ના ઉનાળામાં ગ્રીકાએ તુર્કીના પાટનગર અંગોરાને કબજે લેવાને ભગીરથ પ્રયાસ કર્યો. એક પછી એક શહેરને કબજો લેતા લેતા તેઓ એની નજીક આવી પહોંચ્યા. પરંતુ આખરે સકરિયા નદી આગળ તેમને અટકાવવામાં આવ્યા. એ નદી પાસે બંને સભ્યોએ ત્રણ અઠવાડિયાં સુધી એકબીજાને ભીષણ અને લગાતાર મુકાબલે કર્યો. સહેજ પણ નમતું આપ્યા કે દયા રાખ્યા વિના તેમનાં સદીઓ જૂનાં વેરની તીવ્ર લાગણુથી તેઓ સામસામાં લડ્યાં. એ યુદ્ધ સહનશીલતાની ભયંકર કસોટીરૂપ થઈ પડયું; તુર્કો જેમ તેમ કરીને એમાં ટકી રહ્યા પરંતુ ગ્રીક પાછા પડ્યા અને તેમણે રણક્ષેત્ર છેડી દીધું. પિતાની હમેશની રીત મુજબ, માર્ગમાં જે કંઈ આવે તે બાળતું અને તેને સંહાર કરતું ગ્રીક સૈન્ય પાછું ગયું. આ રીતે તેણે ૨૦૦ માઈલના ફળદ્રુપ પ્રદેશને વેરાન રણમાં ફેરવી નાખે.
સંકરિયા નદીના યુદ્ધમાં તુર્કોને જેમ તેમ કરીને જીત મળી હતી. એને આખરી છત તે ન જ કહી શકાય પરંતુ એમ છતાયે એ યુદ્ધને આધુનિક કાળના એક નિર્ણયાત્મક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે. એણે પ્રવાહની દિશા બદલી નાખી. છેલ્લાં બે હજાર કે તેથીયે વધારે વરસો દરમ્યાન એશિયામાઈનરની ઇચે ઈંચ ભૂમિને માનવી લેહીથી છાંટનાર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની મહાન લડાઈઓમાંની એક તે હતી.
બંને સૈન્ય થાકી ગયાં હતાં એટલે તેઓ આરામ લઈને તાજા થવાને તથા ફરીથી સંગઠિત થવાને બેસી ગયાં. પરંતુ કમાલ પાશાને સિતારે બેશક ઊંચે ચડતે જ હતો. ફ્રેંચ સરકારે અંગારા સાથે સંધિ કરી. અંગેરા અને સેવિયેટ વચ્ચે તે ક્યારનીયે સંધિ થઈ ચૂકી હતી. કાંસની માન્યતા પ્રાપ્ત થવાથી મુસ્તફા કમાલ પાશાને નૈતિક તેમ જ ભૌતિક ફાયદો થયો. એને લીધે સીરિયાની સરહદ ઉપરનું તુર્ક લશ્કર ગ્રીક સામે લડવા માટે છૂટું થયું. બ્રિટિશ સરકાર પૂતળા સમાન નામના સુલતાન તથા ઇસ્તંબૂલની નમાલી સરકારને હજીયે ટેકો આપ્યા કરતી હતી એટલે આ ક્રાંસની સંધિથી તેના ઉપર ભારે ફટકો પડ્યો.
૧૯૨૨ની સાલમાં, એકાએક પણ અતિશય કાળજીભરી તૈયારી પછી તુર્ક લશ્કરે ગ્રીકે ઉપર હલ્લે કર્યો અને એક સપાટે તેમને સમુદ્ર સુધી ધકેલી કાઢયા. આઠ દિવસમાં ગ્રીકે ૧૬૦ માઈલ પાછા હઠવ્યા પરંતુ પાછા હઠતાં હઠતાં પણ તુક સ્ત્રી, પુરુષ કે બાળકમાંથી જે કઈ હાથ આવ્યું તે સૌની કતલ કરીને તેમણે વેર વાળ્યું. તુર્કોએ પણ એટલી જ નિર્દયતા દાખવી અને તેમણે બહુ જ ઓછા ગ્રીકને કેદ પકડ્યા. પરંતુ જે થેડાઓને કેદ પકડવામાં
ज-२८