Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કમાલ પાશા ભૂતકાળનાં બંધને ફગાવી દે છે ૧૧૧૭ કમાલ પાશાએ પછીથી પિતાનું લક્ષ રાષ્ટ્રીય ધારાસભામાં તથા તેની બહાર તેની નીતિને વિરોધ કરનારાઓ તરફ વાળ્યું. સત્તા માટેની સરમુખત્યારની તરસ ઉત્તરોત્તર વધતી જ રહે છે, તેની એ તરસ કદીયે સંતોષાતી જ નથી, તે કદીયે વિરોધ સહન કરી શકતી જ નથી. આમ કમાલ પાશાને કઈ પણ પ્રકારના વિરોધ સામે ભારે અણગમો હતો અને કેઈક ઝનૂની માણસે એનું ખૂન કરવાના કરેલા પ્રયાસથી તે પરિસ્થિતિ સાવ બગડી. હવે તે સ્વતંત્ર અદાલતે દેશમાં ઠેર ઠેર ફરીને ગાઝી (વિજયી) પાશાને વિરોધ કરનારા સૌને ભારે શિક્ષા કરવા લાગી. જે કમાલ પાશાની નીતિથી વિરુદ્ધ માલૂમ પડે તે કમાલ પાશાના જૂના રાષ્ટ્રવાદી સાથીઓ તથા રાષ્ટ્રીય ધારાસભાના મોટા મોટા માણસને પણ જતા કરવામાં ન આવ્યા. જેને અંગ્રેજોએ માલ્ટામાં હદપાર કર્યો હતે તથા પાછળથી જે તુકને વડે પ્રધાન થયું હતું તે રઉફ બેગને તેની ગેરહાજરીમાં જ શિક્ષા ફરમાવવામાં આવી. સ્વાતંત્ર્યની લડતમાં ઝૂઝનારા બીજા અનેક મહત્વના આગેવાનો તથા સેનાપતિઓને પદય્યત કરવામાં આવ્યા, તેમને શિક્ષા કરવામાં આવી અને કેટલાકને તે ફાંસીએ પણ લટકાવવામાં આવ્યા. ખુર્દ લેકે સાથે અથવા તુકના જાના દુશ્મન ઈંગ્લેંડ સાથે કાવતરું કરીને રાજ્યની સલામતી જોખમમાં મૂકવાને આરેપ તેમના ઉપર મૂકવામાં આવ્યા હતા.
બધા વિરોધને નિર્મૂળ કર્યા પછી મુસ્તફા કમાલ પાશા નિર્વિવાદ સરમુખત્યાર બન્યો અને ઇસ્મત પાશા તેના જમણું હાથ સમાન હતું. હવે તેણે પિતાના મગજમાં ઊઠતા બધા વિચારને અમલ કરવાનું શરૂ કર્યું. તેણે એક બહુ જ નાની વસ્તુથી શરૂઆત કરી. આમ એ વસ્તુ તે નાની હતી પરંતુ તે અત્યંત સૂચક હતી. તુર્કીના અને કંઈક અંશે મુસલમાનોના પ્રતીક સમાન ફેઝ ટેપી ઉપર તેણે હુમલે શરૂ કર્યો. લશ્કર સાથે તેણે સાવચેતીથી કામ લીધું. પછીથી તે તે પોતે જ હેટ પહેરીને જાહેરમાં દેખા દેવા લાગ્ય; એ જોઈને લેકે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને છેવટે ફેઝ ટોપી પહેરવી એને ફોજદારી ગુન ઠરાવીને તેણે એ વાત પૂરી કરી ! ટોપીને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે તે મૂખીભર્યું લાગે છે. ટોપીનું તે ઝાઝું મહત્ત્વ નથી પણ જેના ઉપર એ મૂકવામાં આવે છે તે માથાની અંદર રહેલી વસ્તુ ઘણી વધારે મહત્ત્વની છે. પરંતુ ક્ષુલ્લક વસ્તુઓ ઘણી વાર મહત્વની વસ્તુનું પ્રતીક બની જાય છે અને કમાલ પાશાએ નિરુપદ્રવી ફેઝને નિમિત્તે, દેખીતી રીત, જૂની રૂઢિ તથા રૂઢિચુસ્તતા ઉપર હુમલો કર્યો. આ પ્રશ્ન ઉપર તુક માં હુલ્લડો થયાં. એ બધાં દાબી દેવામાં આવ્યાં અને ગુનેગારોને ભારે શિક્ષા કરવામાં આવી.