Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૦૮
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
મિત્રરાજ્યામાં અંદર અંદર કલહ પેદા થયા હતા અને યુદ્ધની લૂંટ વહેંચવાની બાબતમાં તેઓ એકબીજા સામે લડતાં હતાં. પૂર્વના દેશોમાં ઇંગ્લેંડને અને કંઈક અંશે ફ્રાંસને જોખમકારક પરિસ્થિતિના સામના કરવાનું આવી પડયું હતું. ચાના મેન્ડેટ' નીચેના સીરિયામાં ભારે અસ ંતોષની લાગણી પેદા થઈ હતી અને મુશ્કેલી ઊભી થવાનાં ચિહ્નો ત્યાં નજરે પડતાં હતાં. મિસરમાં ખૂનખાર ખળવા ફાટી નીકળ્યા હતા પરંતુ અંગ્રેજોએ તે મજબૂત હાથે દાખી દીધા હતો. હિંદુસ્તાનમાં ૧૮૫૭ના બળવા પછી પહેલવહેલી મહાન ક્રાંતિકારી પણ શાંતિમય ચળવળ શરૂ થઈ ગઈ હતી. આ ગાંધીજીની આગેવાની નીચેની અસહકારની ચળવળ હતી અને ખિલાફત તથા તુર્કી પ્રત્યે દાખવવામાં આવેલા ગેરવર્તાવ એ એ ચળવળને એક પ્રધાન મુદ્દો હતો.
આ ઉપરથી આપણુને જણાય છે કે મિત્રરાજ્યા તેમની પોતાની સંધિ તુર્કી ઉપર બળજબરીથી ઢાકી બેસાડી શકવાની સ્થિતિમાં નહોતાં તેમ જ તુ રાષ્ટ્રવાદી છડેચોક તેને ઠોકરે મારે એ ચલાવી લેવાને પણ તે તૈયાર નહોતાં. આથી તેમણે તેમના મિત્ર વેનિસેલસ તથા ઝેહેરૉફ તરફ નજર કરી. અને એ બંને ગ્રીસ વતી એ કાર્ય પાર પાડવાનું બીડું ઝડપવા સંપૂર્ણ પણે તૈયાર હતા. લડાયક જીસ્સા ગુમાવી બેઠેલા તુર્કા ઝાઝી તકલીફ આપશે એમ કાઈ પણ ધારતું નહોતું અને એશિયામાઇનરનું ઇનામ લલચાવનારું હતું. એશિયામાઇનરમાં ખીજું વધારે ગ્રીક સૈન્ય ઊતર્યું અને ગ્રીસ-તુર્કી વચ્ચેના વિગ્રહ મોટા પાયા ઉપર શરૂ થયા. ૧૯૨૦ના આખાયે ઉનાળા તથા પાનખર ઋતુ દરમ્યાન વિજય શ્રીકાને વરતા જણાતા હતા અને એ દરમ્યાન તેમણે પોતાની સામે લડવા આવેલા તુર્કોંને ભગાડી મૂકવ્યા. કમાલ પાશા તથા તેના સાથીઓએ ભાગી પડેલા સૈન્યના તેમને હાથ આવેલા અવશેષોમાંથી એક મજબૂત અને અસરકારક લશ્કર ઊભું કરવા માટે દિનરાત અવિરત પ્રયાસ કર્યાં. આ ધડીએ તેમને ખરી મદદ મળી ગઈ — જે વખતે તેમને એ અતિશય જરૂરી હતી તે જ ટાંકણે તેમને એ મળી ગઈ. સેવિયેટ રશિયાએ તેમને શસ્ત્ર અને નાણાં પૂરાં પાડ્યાં. ઇંગ્લંડ તેનું સામાન્ય દુશ્મન હતું.
કમાલ પાશાનું બળ વધતું જોઈ ને મિત્રરાજ્ય એ યુદ્ઘના પરિણામની બાબતમાં સાશક બન્યાં અને તેમણે સુલેહની વધુ સારી શરતા રજૂ કરી. પરંતુ કમાલ પાશાના પક્ષકારાને સંતોષે એવી તે નહેાતી એટલે તેમણે તેને અસ્વીકાર કર્યાં. આથી મિત્રરાજ્યાએ ગ્રીસ અને તુર્કો વચ્ચેના વિગ્રહની બાબતમાં પોતાના હાથ ધેાઈ નાખ્યા અને તેમણે એમાં પોતાની તટસ્થતા જાહેર કરી. શ્રીકાને એ વિગ્રહમાં સડાવ્યા પછી તેમને વિષમ દશામાં મૂકીને મિત્રરાજ્યાએ ચાલતી પકડી. એટલું જ નહિ, ફ્રાંસે તેમ જ કંઈક અંશે ઇટાલીએ તેા ગુપ્ત