Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૦૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઈસ્તંબૂલમાં મળે છે તેઓ તેને માન્ય રાખશે એવી મિત્રરાએ જાહેરાત કરી હતી. પિતે પાર્લમેન્ટનો સભ્ય ચૂંટાયા હતે છતાંયે કમાલ પાશા ત્યાં ન ગયે.
૧૯૨૦ના જાન્યુઆરી માસમાં ઇસ્તંબૂલમાં નવી પાર્લમેન્ટની બેઠક મળી અને તેણે સિવાસ પરિષદે ઘડી કાઢેલે “રાષ્ટ્રીય કરાર” માન્ય રાખે. ઈસ્તંબૂલમાંના મિત્રરાજ્યના પ્રતિનિધિઓને આ વસ્તુ બિલકુલ ન ગમી. પાર્લમેન્ટે કરેલી બીજી કેટલીક વસ્તુઓ પણ તેમને ન રૂચી. છ અઠવાડિયાં પછી તેમણે મિસર તેમ જ બીજા ભાગમાં અજમાવી હતી તેવી તેમની હમેશ મુજબની કઠેર રીત અજમાવવાનો નિર્ણય કર્યો. બ્રિટિશ સેનાપતિ પિતાના સૈન્ય સાથે ઇસ્તંબૂલ પહોંચે, એ શહેરને તેણે કબજે લીધે, ત્યાં આગળ લશ્કરી કાયદે જાહેર કર્યો તથા રઉફ બેગ સહિત ચાળીશ રાષ્ટ્રવાદી ધારાસભ્યોની ધરપકડ કરી. અને તેમને માલ્ટામાં હદપાર કર્યા! “રાષ્ટ્રીય કરાર” મિત્રરાને મંજૂર નથી, બસ, કેવળ એટલું દર્શાવવા ખાતર જ અંગ્રેજોએ આ સાવ હળવી રીત અજમાવી હતી.
વળી તુક પાછું અતિશય ખળભળી ઊઠયું. સુલતાન અંગ્રેજોના હાથમાં પૂતળા સમાન બની ગયો છે એ વસ્તુ હવે સ્પષ્ટ થઈ ગઈઘણું તુક ધારાસભ્ય અંગેરા છટકી ગયા અને પાર્લમેન્ટની બેઠક ત્યાં આગળ મળી. પાર્લમેન્ટ પિતાનું નામ “તુકની રાષ્ટ્રીય ધારાસભા” (ગ્રાન્ડ નેશનલ એસેન્લી ઓફ તુકી) રાખ્યું. એ ધારાસભાએ પિતાને દેશની સરકાર તરીકે જાહેર કરી અને જણાવ્યું કે, બ્રિટિશરોએ શહેરને કબજે લીધે તે દિવસથી સુલતાન તથા ઈસ્તંબૂલની સરકાર કાર્ય કરતી બંધ પડી ગઈ છે.
સુલતાને એના બદલામાં કમાલ પાશા તથા બીજાઓને બંડખોર જાહેર કરીને તેમને ધર્મબહાર મૂક્યા તથા તેમને મોતની સજા ફરમાવી. વળી તેણે એવું પણ જાહેર કર્યું કે કમાલ પાશાનું તેમ જ બીજાઓનું ખૂન કરનારાઓએ પવિત્ર કાર્ય કર્યું ગણાશે અને તેમને અહીં આ દુનિયામાં તેમ જ પરલેકમાં બદલે મળશે. યાદ રાખજે કે એ સુલતાન ખલીફ એટલે કે ધર્મને વડે પણ હતું અને ખૂન કરવા માટેની તેની ખુલ્લેખુલ્લી આજ્ઞા એ અતિ ભયંકર વસ્તુ હતી. કમાલ પાશા સરકારે જેને પીછો પકડ્યો હતે એ બંડખેર જ નહોતી પણ તે ધર્મય્યત થયેલે પુરુષ પણ હતું અને કોઈ પણ ધર્માધ કે ઝનૂની માણસ તેનું ખૂન કરી શકતા હતા. સુલતાને રાષ્ટ્રવાદીઓને કચરી * નાખવા માટે તેનાથી બનતું બધુંયે કર્યું. તેણે તેમની સામે ધર્મયુદ્ધ અથવા જેહાદ પિકારી અને તેમની સામે લડવા માટે તેણે સ્વયંસેવકનું બનેલું એક
ખલીફનું સૈન્ય ઊભું કર્યું. ધાર્મિક પદવી ધરાવનારાઓને ઠેરઠેર બંડે ઉઠાવવા માટે મેકલવામાં આવ્યા. ઠેકઠેકાણે બંડે થયાં અને થડા સમય માટે તે આખા તુર્કીમાં આંતરયુદ્ધ ભભૂકી ઊઠયું. એ અતિ કારમું યુદ્ધ હતું.