Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૦૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન આ રીતે ગ્રીકને શાથી પસંદ કરવામાં આવ્યા? ફ્રેંચ અને બ્રિટિશ સૈન્ય યુદ્ધથી થાકી ગયાં હતાં અને તેમનું માનસ બળવાખોર થઈ ગયું હતું. એ સૈનિકે લશ્કરમાંથી વિખેરાઈ જઈને જેમ બને તેમ જલદી પિતપોતાને ઘેર પહોંચી જવા માગતા હતા. ગ્રીક લેકે નજીકમાં જ હતા અને એશિયામાઇનર તથા કાન્ટિનોપલ ખાલસા કરીને એ રીતે તેઓ પુરાણું બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય ફરીથી સ્થાપવાના સ્વપ્નાં સેવી રહ્યા હતા. વાત એમ હતી કે, બે મહા શક્તિશાળી ગ્રીકે મિત્રરાજ્યની મસલતમાં ભારે લાગવગ ધરાવનાર તથા તે વખતના બ્રિટનના વડા પ્રધાન લેઈડ જ્યજંના મિત્રો હતા. તેમને એક ગ્રીસ વડે, પ્રધાન વેનિઝેલસ હતા. બીજો સર બેસીલ હેરફ નામથી ઓળખાતે એક ભેદી પુરુષ હતું. તેનું મૂળ નામ બેસીલિયસ ઝકરિયા હતું. છેક ૧૮૭૭ની સાલમાં, તેની યુવાવસ્થામાં તે બાલ્કનમાંની શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનારી બ્રિટિશ પેઢીને એજન્ટ હતું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે તે યુરોપને અથવા કદાચ આખી દુનિયાને સૌથી તવંગર પુરુષ હતો અને મોટા મેટા રાજદ્વારી પુરુષો તથા સરકારે તેનું સન્માન કરવામાં ગૌરવ લેતાં હતાં. તેને મેટા મોટા ઇંગ્લિશ અને ફ્રેંચ ઇલકાબ આપવામાં આવ્યા હતા; ઘણાં છાપાંઓનો તે માલિક હતા અને પડદા પાછળથી ઘણી સરકારે ઉપર તે પિતાને ભારે પ્રભાવ પાડતે હતો. જાહેર પ્રજા એને વિષે કશું જાણતી નહોતી અને તે પ્રસિદ્ધિથી હમેશાં દૂર જ રહે. ઘણું દેશમાં પિતાના વતનની જેમ જ સુખચેનથી રહેનારા તથા ભિન્ન ભિન્ન લેકશાહી દેશની સરકારે ઉપર પિતાને પ્રભાવ પાડનારા તથા અમુક અંશે તેમનું નિયંત્રણ કરનારા આધુનિક આંતરરાષ્ટ્રીય શરાફેમાંને ખરેખર તે એક નમૂનેદાર આંતરરાષ્ટ્રીય શરાફ હતે. એવા લોકશાહી દેશમાં પ્રજાને તે લાગે છે કે તે પિતે જ પિતાનું શાસન કરે છે પરંતુ તેની પાછળ આંતરરાષ્ટ્રીય નાણુનું અણુછતું બળ કાર્ય કરી રહેલું હોય છે.
ઝેહેરૉફ આટલે બધે ધનાઢ્ય કેવી રીતે બને? તેણે આટલું બધું મહત્ત્વ કેવી રીતે પ્રાપ્ત કર્યું? જાતજાતને શસ્ત્રસરંજામ વેચવાને તેને ધંધે હતું અને એ ધંધે નફાકારક હો, પણ ખાસ કરીને બાલ્કનમાં તે એ વિશેષે કરીને નફાકારક હતા. પરંતુ ઘણા લેકે એમ માને છે કે ઘણી નાની વયથી તે બ્રિટિશ જાસૂસી ખાતાને સભ્ય હતા. એ વસ્તુ એને વેપાર તથા રાજકારણમાં ભારે મદદગાર થઈ પડી અને ઉપરાઉપરી થયેલાં યુદ્ધોને કારણે તેને કોડને નફે થયે. આને કારણે તે એ સમયને એક મહાન ભેદી
પુરુષ થઈ પડ્યો. તે હજી જીવે છે અને હૈલ (૧૯૩૩માં) તેની ઉંમર ૮૪ * વરસની હશે.
આ અઢળક સંપત્તિશાળી અને ભેદી પુરષ તથા વેનિઝેલસ એ બંનેએ મળીને એશિયામાઇનરમાં ગ્રીક સૈન્ય મેકલવાની બાબતમાં લઈડ જ્યોર્જની