Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ભસ્મમાંથી નવા લુકને ઉદય
૧૧૦૩ આવ્યું. નિરીક્ષણ કરવા જેવું સૈન્ય ત્યાં હતું જ નહિ; તેનું ખરું કામ તે તર્ક સૈનિકો પાસેથી હથિયારો લઈ લેવામાં મિત્ર રાજ્યને મદદ કરવાનું માનવામાં આવતું હતું. કમાલને માટે આ આદર્શ તક હતી. તેણે એ ઝડપી લીધી અને તરત જ પિતાના નવા કામે વળગવાને તે ઊપડી ગયો. અને એ . તરત જ ઊપડી ગયે, એ પણ સારું જ થયું; કેમ કે તેના ગયા પછી થોડા જ કલાકમાં સુલતાને પિતાને વિચાર બદલ્યા. કમાલ ઉપર વિશ્વાસ મૂક્વામાં રહેલું જોખમ તે એકાએક પામી ગયો અને મધરાતે તેણે તેને અટકાવવા માટે અંગ્રેજોને કહેવડાવ્યું. પરંતુ એટલામાં તે પક્ષી ઊડી ગયું હતું.
કમાલ પાશા તથા બીજા મૂઠીભર તુર્કોએ એનેલિયામાં રાષ્ટ્રીય સામને સંગઠિત કરવાની શરૂઆત કરી. આરંભમાં તે તેમણે ચૂપકીદી અને સાવચેતીથી કાર્ય કરવા માંડયું અને ત્યાં મૂકવામાં આવેલા લશ્કરી અમલદારોને તેમણે પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરવા માંડ્યો. ઉપર ઉપરથી તે તેઓ સુલતાનના માણસે હોય એવી રીતે કાર્ય કરતા હતા પરંતુ કેન્સાન્ટિનોપલથી આવતા હુકમ તરફ તેઓ બિલકુલ લક્ષ આપતા નહિ. તે વખતે બનતા બનાએ તેમને મદદ કરી. કેકેસસના પ્રદેશમાં અંગ્રેજોએ આર્મીનિયાનું પ્રજાસત્તાક ઊભું કર્યું અને તુર્કીના પૂર્વ તરફના પ્રાંત તેમાં જોડી દેવાનું તેમણે વચન આપ્યું. (આર્મીનિયાનું પ્રજાસત્તાક આજે તે સેવિયેટના સંયુક્ત રાજ્યનો એક ભાગ છે.) આમીનિયાના લેકે તથા તુક લેકે વચ્ચે કટ્ટર વેર હતું અને ભૂતકાળમાં અનેક વાર તેમણે એકબીજાની તલ કરી હતી. તુર્કે સત્તાધારી હતા ત્યાં સુધી, ખાસ કરીને અબ્દુલ હમીદના અમલ દરમ્યાન આ ખૂનરેજીની રમતમાં હમેશાં તુર્કો જ જીતતા હતા. હવે તુર્કોને આર્મેનિયન લોકોના અમલ નીચે મુકાવું એ પિતાનું નિકંદન વહેરી લેવા જેવું હતું. એટલે એના કરતાં તે તેમણે લડી લેવાનું પસંદ કર્યું. આથી એનેલિયાના પૂર્વના પ્રાંતના તુર્કો કમાલ પાશાની હાકલ સાંભળવાને તૈયાર જ હતા.
દરમ્યાન બીજે એક વધારે મહત્ત્વને બનાવ બન્યો અને તેણે તુર્કોને ઉશ્કેરી મૂક્યા. ૧૯૧૯ની સાલના આરંભમાં કાંસ તથા ઇંગ્લેંડ સાથે થયેલા તેમના ગુપ્ત કરારને એશિયામાઇનરમાં પિતાનું સૈન્ય ઉતારીને અમલ કરવાનો ઇટાલિયનોએ પ્રયાસ કર્યો, કેમ કે એ કરારને અમલ હજી સુધી થઈ શક્યું નહોતું. આ વસ્તુ ઈગ્લેંડ તથા કાંસને બિલકુલ ન રૂચી; એ વખતે તેઓ ઈટાલિયનને ઉત્તેજન આપવા માગતા નહોતા. એ બાબતમાં શું કરવું એ ન સૂઝવાથી ઈટાલિયનને થાપ આપવાના આશયથી તેમણે ગ્રીક લશ્કરને સ્મનને કબજે લેવા દીધે.