Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫૮. ભસ્મમાંથી નવા-તુકીને ઉદય
૭ મે, ૧૯૩૩ મારા છેલ્લા પત્રમાં પ્રજાસત્તાક માટેની આયર્લેન્ડની વીરતાભરી લડત વિષે મેં તને વાત કરી હતી. આયર્લેન્ડ અને તુર્થી વચે કશે ખાસ સંબંધ નથી પરંતુ આજે નવું તુર્કી મારા મનમાં રમી રહ્યું છે એટલે આજે હું તેને વિષે લખવા ધારું છું. આયર્લેન્ડની પેઠે તુર્કીએ પણ ભારે મુશ્કેલીઓની પરવા કર્યા વિના આપણને આશ્ચર્યચકિત કરી મૂકે એ સામને કર્યો. મહાયુદ્ધને પરિણામે ત્રણ સામ્રાજ્ય – રશિયા, જર્મની, ઓસ્ટ્રિયા – લુપ્ત થતાં આપણે જોઈ ગયાં. એને પરિણામે તુર્કીમાં ચોથા મહાન સામ્રાજ્યને – ઉસ્માની સામ્રાજ્યને અસ્ત પામતું આપણે જોઈએ છીએ. ઉસ્માન અને તેના વારસોએ ૬૦૦ વરસ પૂર્વે એ સામ્રાજ્ય સ્થાપીને તેની ખિલવણી કરી હતી. એ રીતે તુર્કીને ઉસ્માની રાજવંશ રશિયાના મેનેફના અને પ્રશિયા તથા જર્મનીના હેહેનોલન વંશ કરતાં ઘણો પુરાણ હતે. ઉસ્માનના વંશજે ૧૩મી સદીના આરંભના હસબર્ગવંશીઓના સમકાલીન હતા અને એ બંને પુરાણ રાજવંશને અંત પણ એક સાથે જ આવ્યું.
મહાયુદ્ધમાં તુર્કી જર્મની કરતાં થોડા દિવસ આગળ જમીનદોસ્ત થઈ - ગયું અને તેણે મિત્રરાજા સાથે અલગ તહકૂબી કરી. દેશ ખેદાનમેદાન થઈ ગયો હતે, સામ્રાજ્ય હતું નહોતું થઈ ગયું હતું અને સરકારી તંત્ર પડી ભાગ્યું હતું. ઈરાક તથા બીજા આરબ દેશો તેનાથી છૂટા પડી ગયા હતા અને તેઓ મોટે ભાગે મિત્રરાજ્યની હકૂમત નીચે હતા. ખુદ કોન્સ્ટોન્ટિનોપલ પણ મિત્રરાના કબજા નીચે હતું અને તેની સામે જ બૅસ્ફરસની સામુદ્રધૂનીમાં બ્રિટનનાં યુદ્ધજહાજો વિજયી સત્તાના ગર્વનાં ચિહ્નોની પેઠે લંગર નાખીને પડ્યાં હતાં. બ્રિટિશ ફ્રેંચ તથા ઈટાલિયન સૈન્ય સર્વત્ર નજરે પડતાં હતાં અને બ્રિટિશ છૂપી પોલીસના જાસૂસેએ ચેતરફ પિતાની જાળ પાથરી દીધી હતી. તુર્થીના કિલ્લાઓને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું તથા તુક સેના બાકી રહેલા અવશેષો પાસેથી શ લઈ લેવામાં આવ્યાં. અનવર પાશા તથા તલાઅત બેગ વગેરે તરુણ તુક પક્ષના આગેવાને તથા બીજા કેટલાક પરદેશમાં ભાગી ગયા. સુલતાનની ગાદી ઉપર પૂતળા સમાન ખલીફ વહીદુદ્દીન હતું. પોતાના દેશની ગમે તે દશા થાય પણ એ વિનાશમાંથી તે પિતાની જાતને ઉગારી લેવા ચહાતે હતે. બ્રિટિશ સરકારને અનુકૂળ આવે એવા બીજા એક પૂતળા સમાન માણસને વછરઆજમ અથવા વડા પ્રધાન બનાવવામાં આવ્યું. તુ પાર્લમેન્ટને બરખાસ્ત કરવામાં આવી.