Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૦૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન ભરવાનું પણ છેવટનું બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલાને ગવર્નર જનરલ પણ ગમે છે અને તેની જગ્યાએ ડી વેલેરાએ પિતાના પક્ષના એક માણસને એ હોદા ઉપર નીમ્યો છે. એ હેદ્દાનું આજે કશુંયે મહત્ત્વ રહ્યું નથી. પ્રજાસત્તાકની લડત તે હજી ચાલુ જ છે પરંતુ હવે તેની રીતે બદલાઈ ગઈ છે. તેણે આજે આર્થિક યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. •
થોડા જ વખતમાં આયર્લેન્ડ પ્રજાસત્તાક બની જશે એવો સંભવ છે. પરંતુ તેના એ માર્ગમાં એક મોટું વિM પડેલું છે. ડી વેલેરા તથા તેને પક્ષ અસ્ટર સહિત સમગ્ર આયર્લેન્ડનું એક પ્રજાસત્તાક, એટલે કે આખાયે ટાપુ માટેની એક જ મધ્યસ્થ સરકાર માગે છે. આયર્લેન્ડ એટલું નાનું છે કે તેને બે ભાગમાં વહેંચી નાખવું પાલવે એમ નથી. અસ્ટરને બાકીના આયર્લેન્ડ સાથે કેવી રીતે જોડી દેવું એ ડી વેલેરા સામેને મહાપ્રશ્ન છે. બળ વાપરીને તે એ કાર્ય પાર પાડી શકાય એમ નથી. ૧૯૧૪ની સાલમાં બ્રિટિશ સરકારે કરેલે એ પ્રયાસ લગભગ બળવો થવાની પરિસ્થિતિમાં પરિણમે હતો. એટલે ફ્રી સ્ટેટ અલ્સર ઉપર બળજબરી વાપરીને આયર્લેન્ડની એકતા નહિ સાધી શકે, એમ કરવાને તેને ઈરાદો પણ નથી. અલ્ટરની મૈત્રી પ્રાપ્ત કરીને આયર્લેન્ડનું આ ઐક્ય સાધી શકવાની આશા ડી વેલેરા સેવે છે. તેને આ આશાવાદ વધારે પડતે છે કેમ કે કૅથલિક આયર્લેન્ડ પ્રત્યેને પ્રોટેસ્ટંટ અલ્ટરને તીવ્ર અવિશ્વાસ હજી જે ને તે કાયમ છે.
નોંધ (૧૯૩૮): આ બે દેશો વચ્ચેનું આર્થિક યુદ્ધ છેડા વરસો સુધી ચાલ્યા પછી બે સરકારે વચ્ચે સમાધાન થવાને પરિણામે એ યુદ્ધને અંત આવ્યો. એ સમાધાન કી સ્ટેટને માટે ઘણું જ ફાયદાકારક હતું. એમાં વર્ષાસન તેમ જ બીજી આર્થિક જવાબદારીના પ્રશ્નને નિકાલ કરવામાં આવ્યો. ડી વેલેરાએ પ્રજાસત્તાકની દિશામાં આગળ પગલાં ભર્યા છે અને બ્રિટિશ સરકાર તથા તાજ સાથેની ઘણી કડીઓ તેણે તેડી નાખી છે. હવે આયર્લેન્ડનું નામ આયર રાખવામાં આવ્યું. આયર સમક્ષ સૌથી વધારે મહત્ત્વને પ્રશ્ન અલ્સર સહિત સમગ્ર આયર્લેન્ડની એકતા સાધવાને છે. પરંતુ અલ્ટર હજીયે એમ કરવાને નારાજ છે.