Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૧૦૨
જગતના ઈતિહાસનું રેખાદર્શન ૧૯૧૮ની સાલના અંત અને ૧૯૧૯ની સાલના આરંભમાં તુર્કીની આવી દશા હતી. તે થાકીને લોથપોથ થઈ ગયા હતા અને તેમને જુસ્સે સાવ નરમ પડી ગયો હતો. તેમને કેવાં ભયંકર કષ્ટો સહેવાં પડ્યાં તે યાદ કર. મહાયુદ્ધનાં ચાર વરસ પહેલાં બાલ્કન વિગ્રહ થયે હતું અને તેની પહેલાં ઈટાલી સાથે યુદ્ધ થયું હતું. આ બધી ઘટનાઓ સુલતાન અબ્દુલ હમીદને દૂર કરનાર અને પાર્લમેન્ટની સ્થાપના કરનાર તરુણ તુર્કોની ક્રાંતિ પછી એક પછી એક ઉપરાછાપરી બનવા પામી. તુર્કોએ હમેશાં ગજબ સહનશક્તિ બતાવી છે પરંતુ લગભગ આઠ વરસના સતત યુદ્ધ તેમને હંફાવી દીધા. આટલા લાંબા યુદ્ધ બીજી કોઈ પણ પ્રજાને હંફાવી દીધી હત. આથી સાવ હતાશ થઈને તેમણે પિતાની જાતને દુર્દેવને આશરે છેડી દીધી અને તેઓ મિત્રરાજ્યના નિર્ણયની રાહ જોવા લાગ્યા.
લગભગ બે વરસ પૂર્વે, મહાયુદ્ધ દરમ્યાન, એક ગુપ્ત કરાર કરીને મિત્રરાએ સ્મન તથા એશિયામાઇનરને પશ્ચિમ ભાગ ઇટાલીને આપવાનું વચન આપ્યું હતું. એ પહેલાં, કોન્સ્ટોન્ટિનોપલ, કાગળ ઉપર, રશિયાને ભેટ આપવામાં આવ્યું હતું અને આરબ દેશોને મિત્રરા વચ્ચે વહેંચી નાખવામાં આવ્યા હતા. એશિયામાઇનર ઇટાલીને આપી દેવા અંગેના ગુપ્ત કરારમાં રશિયાની સંમતિની જરૂર હતી. પરંતુ ઈટાલીના દુર્ભાગ્યે, એ કરવામાં આવે તે પહેલાં જ શેવિકોએ સત્તા હાથ કરી. એટલે એ કરાર મંજૂર ન થઈ શક્યો. આથી ઈટાલી મિત્રરા ઉપર અતિશય રોષે ભરાયું.
તુર્કીની આ સ્થિતિ હતી. સુલતાનથી માંડીને છેલ્લામાં છેલ્લા તુર્ક સુધી સૌ પરાસ્ત થઈ ગયેલા જણુતા હતા. આખરે, “યુરેપને બીમાર પુરુષ' મરણું પામ્યું હતું અથવા કહો તે મરણ પામે છે એમ લાગતું હતું. પરંતુ ત્યાં આગળ મૂઠીભર તુકે એવા હતા જેઓ સામને કરે ગમે તેટલે વ્યર્થ જણાત હોય તેયે દેવ કે સંજોગે આગળ નમવાનો ઇન્કાર કરતા હતા. છેડે વખત તે તેમણે ગુપ્તતા અને ચૂપકીદીથી કાર્ય કર્યું અને મિત્રરાજ્યના સીધા કાબૂ નીચેના ભંડારમાંથી હથિયારે તથા બીજી સામગ્રી એકઠી કરીને કાળા સમુદ્ર મારફતે તે એનેલિયાના (એશિયામાઈનર) અંદરના ભાગમાં મેકલી દીધી. મુસ્તફા કમાલ પાશા આ ગુપ્ત કાર્યકરોમાં મુખ્ય હતું. મારા આગળના પત્રોમાં એના નામને ઉલ્લેખ હું કરી ચૂક્યો છું.
અંગ્રેજોને મુસ્તફા કમાલ પાશા દીઠે ગમતું નહોતું. એના તરફ તેઓ શકની નજરે જતા હતા તથા એની ધરપકડ કરવા માગતા હતા. અંગ્રેજોની એડી નીચે આવેલા સુલતાનને પણ તે અપ્રિય હતે. પરંતુ તેણે ધાર્યું કે તેને દેશના છેક અંદરના ભાગમાં ધકેલી દે એ સલામતીભર્યું છે. આથી તેને પૂર્વ એનેલિયાના સૈન્યને વડો નિરક્ષક (ઇન્સ્પેકટર જનરલ) બનાવવામાં