Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
છે . તો ભસ્મમાંથી નવા મુકીને ઉદય
દર
૧૧૦૭ એમાં એક શહેર બીજા શહેર સામે અને ભાઈ ભાઈ સામે લડત હતા અને ઉભય પક્ષે નિર્દય ક્રૂરતા દાખવી.
દરમ્યાન સ્મનના ગ્રીકે જાણે આખા દેશના સ્વામી બની ગયા હોય તેમ વર્તતા હતા અને તેઓ અતિશય જંગલી સ્વામીઓ હતા. ફળદ્રુપ પ્રદેશને તેમણે ઉજજડ કરી મૂક્યા અને ઘરબાર વિનાના થયેલા હજારે તુકને તેમણે ત્યાંથી હાંકી કાઢ્યા. આ રીતે તેઓ આગળ વધતા ગયા કેમ કે તુકે તેમનો જરાયે અસરકારક સામને કરી શક્યા નહિ. - રાષ્ટ્રવાદીઓને જેવીતેવી પરિસ્થિતિનો સામનો કરવાને નહોતે. દેશમાં ધર્મની મંજૂરીથી તેમની સામે આંતરયુદ્ધ ચાલી રહ્યું હતું તથા વિદેશી હુમલાખોર તેમની સામે કૂચ કરી રહ્યો હતો અને સુલતાન તથા હુમલાખોર ગ્રીકે એ બંનેની પાછળ જર્મની ઉપર વિજય મેળવ્યા પછી આખી દુનિયા ઉપર પ્રભુત્વ ધરાવતાં મિત્રરાજ્યો હતાં. પરંતુ કમાલ પાશાએ પિતાની પ્રજાને આ હાકલ કરી: “ જીતે યા પૃથ્વીના પડ ઉપરથી ભૂંસાઈ જાઓ.” રાષ્ટ્રવાદીઓ નિષ્ફળ નીવડે તે તમે શું કરે એવા એક અમેરિકનના પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, “પિતાની હસ્તી તથા આઝાદી માટે આખરી બલિદાન આપનારી પ્રજા કદીયે નિષ્ફળ નીવડી નથી. પ્રજા નિષ્ફળ નીવડે એટલે સમજવું કે તે મરી ગઈ છે.”
દુઃખમાં ડૂબેલા તુ માટે મિત્રરાએ ઘડી કાઢેલી સંધિ ૧૯૨૦ના ઓગષ્ટ માસમાં પ્રસિદ્ધ કરવામાં આવી; એને એવરેની સંધિ કહેવામાં આવે છે. એમાં તુકની સ્વતંત્રતાને અંત હતો. તુર્કના સ્વતંત્ર રાષ્ટ્રને એમાં મતની સજા ફરમાવવામાં આવી હતી. દેશને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખવામાં આ એટલું જ નહિ પણ ત્યાં રહીને નિયંત્રણ કરવા માટે ખુદ ઈસ્તંબૂલમાં મિત્રરાનું કમિશન નીમવામાં આવ્યું. દેશભરમાં ભારે શોક વ્યાપી ગયે અને રાષ્ટ્રીય શેકને દિન પાળવામાં આવ્યો. એ દિવસે પ્રાર્થના કરવામાં આવી અને હડતાલ પાડવામાં આવી. શોક દર્શાવવા માટે કાળી કિનારવાળાં છાપાંઓ પ્રસિદ્ધ થયાં. આમ છતાંયે સુલતાનના પ્રતિનિધિઓએ એ સંધિ ઉપર સહી કરી. રાષ્ટ્રવાદીઓએ તે બેશક એને તિરસ્કારપૂર્વક ફેંકી દીધી. પરંતુ એ સંધિની પ્રસિદ્ધિને પરિણામે રાષ્ટ્રવાદીઓનું બળ વધવા પામ્યું અને ભારે અવનતિમાંથી પિતાના દેશને ઉગારવા માટે વધુ ને વધુ તુકે તેમના પક્ષમાં ભળ્યા.
પરંતુ બળ ઉઠાવનાર તુક ઉપર આ સંધિને અમલ કણ કરનાર હતું ? મિત્રરા પિતે એ કરવા તૈયાર નહોતાં. તેમણે પિતાનાં સૈન્ય વિખેરી નાખ્યાં હતાં અને પોતપોતાના દેશમાં તેમને લશ્કરમાંથી છૂટા કરવામાં આવેલા સૈનિક તથા મજૂરના ધૂંધવાટને સામને કરવાનું હતું. પશ્ચિમ યુરોપના દેશોમાં હછ વાતાવરણમાં બળવાની ભાવના વ્યાપી રહી હતી. આ ઉપરાંત