Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮૩
મહાયુદ્ધ પછીની દુનિયા ખરેખર, પિતાના ઠેષ, અભિમાન અને લેભને વશ થઈને મિત્રરાએ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. પાછળનાં વરસમાં, તેમની પિતાની ભૂલનાં પરિણામે તેમને ઉથલાવી નાખશે એ ભય પેદા થયે ત્યારે તેઓ એ ભૂલેને માટે પ્રશ્ચાત્તાપ કરવા લાગ્યાં. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું અને વેળા વીતી ગઈ હતી.
૧૫૬. મહાયુદ્ધ પછીની દુનિયા
૨૬ એપ્રિલ, ૧૯૩૩ આખરે આપણે આપણા લાંબા પ્રવાસની છેલ્લી મજલે આવી પહોંચ્યાં છીએ; હવે આપણે વર્તમાન સમયના ઊમરા ઉપર આવીને ઊભાં છીએ. આપણે હવે મહાયુદ્ધ પછીની દુનિયા નિહાળવાની છે. હવે આપણે આપણું જીવનકાળમાં, ખરેખર તારા પિતાના જીવનકાળમાં આવી પહોંચ્યાં છીએ ! એ આપણી છેલ્લી મજલ છે અને સમયનો વિચાર કરતાં એ અતિશય ટૂંકી મજલ છે પરંતુ એમ છતાંયે એ ભારે કપરી મજલ છે. મહાયુદ્ધ પૂરું થયાને હજી તે માત્ર સાડા ચૌદ વરસ થયાં છે અને જેને આપણે વિચાર કરી ગયાં તે ઈતિહાસના લાંબા યુગોને મુકાબલે આટલે અલ્પ સમય શી વિસાતમાં છે? પરંતુ આપણે તેની વચ્ચેવચ ઊભાં છીએ તથા બનાવેને આટલા બધા નજીકથી નિહાળીને તેમને વિષે સારો અભિપ્રાય બાંધવાનું મુશ્કેલ બની જાય છે. વસ્તુને બરાબર જવા માટે સારો દૃષ્ટિકોણ આપણને પ્રાપ્ત થતું નથી તેમ જ ઈતિહાસને માટે જરૂરી શાંત તટસ્થ વૃત્તિ પણ આપણુ પાસે હોતી નથી. ઘણું બનાવોને વિષે આપણે વધારે પડતાં ઉશ્કેરાયેલાં હોઈએ છીએ તથા નાની વસ્તુઓ આપણને મટી પણ લાગે અને કેટલીક ખરેખર મોટી વસ્તુઓનું પૂરેપૂરું મહત્ત્વ આપણે નયે સમજી શકીએ. સંખ્યાબંધ ઝાડોની મધ્યમાં આપણે ભૂલાં પડી જઈએ અને વનને સમગ્ર રીતે જોવામાં નિષ્ફળ નીવડીએ.
એ ઉપરાંત, બનાવોનું મહત્ત્વ કેવી રીતે માપવું એ જાણવાની પણું મુશ્કેલી છે. એને માટે આપણે ક્યું માપ વાપરવું જોઈએ ? એ તે દેખીતું છે કે, વસ્તુને આપણે કઈ રીતે નિહાળીએ છીએ તેના ઉપર મેટે આધાર છે. એક દષ્ટિથી જોતાં કોઈ બનાવ આપણને મહત્ત્વને લાગે પરંતુ બીજી દૃષ્ટિથી જોતાં તેનું બધું મહત્ત્વ ચાલ્યું જાય અને તે આપણને બિલકુલ ક્ષુલ્લક લાગે. મને લાગે છે કે, તેને લખેલા મારા પત્રમાં એ પ્રશ્નને કંઈક અંશે મેં ટાળે છે; મેં એને પૂરેપૂરી રીતે અને ઘટતે જવાબ નથી આપ્યું. આમ છતાંયે, મેં જે લખ્યું છે તે બધું મારી પોતાની સામાન્ય દૃષ્ટિના રંગથી