Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન રંગાયેલું છે. તેના તે જ યુગે તથા તેના તે જ બનાવો વિષે લખનાર બીજે માણસ, સંભવ છે કે, એથી સાવ જુદું જ લખે.
ઈતિહાસને વિષે આપણી કેવી દૃષ્ટિ હોવી જોઈએ એ પ્રશ્નની ચર્ચામાં હું અહીં ઊતરવા નથી ચહાતે. એ વિષેની મારી પિતાની દૃષ્ટિમાં પણ છેલ્લાં ચેડાં વરસે દરમ્યાન ભારે ફેરફાર થવા પામ્યો છે. અને આ બાબતમાં તથા બીજી અનેક બાબતોમાં મેં જેમ મારા મતે બદલ્યા છે તેમ બીજા ઘણુઓએ પણ એમ કર્યું હશે. કેમ કે મહાયુદ્ધ દરેક વસ્તુને તથા દરેક વ્યક્તિને પાયામાંથી હચમચાવી મૂકી હતી. મહાયુદ્ધ જૂની દુનિયાને બિલકુલ ઊંધી વાળી દીધી અને ત્યારથી બિચારી આપણી જૂની દુનિયા ફરીથી બેઠી થવાને પરિશ્રમપૂર્વક મળી રહી છે પણ એમાં એને ઝાઝી સફળતા મળી નથી. જેમાં આપણે ઊછર્યા છીએ તે આખી વિચારસૃષ્ટિ તેણે હચમચાવી મૂકી અને આધુનિક સમાજ તથા સભ્યતાના ખુદ પાયાની બાબતમાં આપણને શંકા કરતાં કરી મૂક્યાં છે. આપણે તરુણોનો ભીષણ સંહાર જોયે, આપણે અસત્ય, હિંસા, હેવાનિયત અને વિનાશ પણ નિહાળ્યાં અને આશ્ચર્યચકિત થઈને વિચારવા લાયાં કે સભ્યતાનું ધ્યેય આ જ છે કે શું? રશિયામાં સેવિયેટને ઉદય થયે. એ એક નવી જ વસ્તુ હતી, નવી જ સમાજવ્યવસ્થા હતી. જૂની દુનિયાની સામેને એ પડકાર હતું. બીજા વિચારો પણ વાતાવરણમાં ફેલાઈ રહ્યા હતા. એ વિગઠનને કાળ હતું, પુરાણી માન્યતાઓ તથા રૂઢિઓ તૂટી પડવાને કાળ હત; સંશય તથા શંકાકુશંકાઓને અને પ્રશ્નો ઉઠાવવાને યુગ હતે. સંક્રાંતિ તથા ઝડપી પરિવર્તનના કાળમાં હમેશાં શંકાઓ અને પ્રશ્નો પેદા થાય છે જ.
આ બધાને કારણે મહાયુદ્ધ પછીના કાળને ઇતિહાસની દષ્ટિથી તપાસવાનું જરા મુશ્કેલ બની જાય છે. પરંતુ ભિન્ન ભિન્ન માન્યતાઓ અને વિચાર વિષે ચર્ચા કરતી વખતે તથા તેમની સચ્ચાઈ વિષે શંકા ઉઠાવતી વખતે તેમ જ તે પુરાણું ગણાય છે એટલા જ ખાતર તેમનો અસ્વીકાર કરતી વખતે વિચારો સાથે રમત કરવા માટેના તથા આપણે શું કરવું જોઈએ એ માટે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાની જવાબદારીમાંથી છટકી જવા માટેના બહાના તરીકે આપણે એ બધાને ઉપયોગ ન કરી શકીએ. ખાસ કરીને, જગતના ઇતિહાસના સંક્રાંતિના આવા યુગે શરીર તેમ જ મનની ભારે પ્રવૃત્તિની અપેક્ષા રાખે છે. એવા યુગમાં જીવનને રેજિદ જડ કાર્યક્રમ સતેજ બની જાય છે, સાહસ કરવાને આપણે હોંશથી પ્રવૃત્ત થઈએ છીએ અને નવી વ્યવસ્થાની રચનામાં આપણે સૌ ભાગ લઈ શકીએ છીએ. એવા યુગમાં નૌજવાનોએ હમેશાં આગળ પડતો ભાગ ભજવ્યો છે, કેમ કે રીઢા થઈ ગયેલા તથા પિતાની પુરાણી માન્યતાઓમાં ચુસ્ત બની ગયેલા ઉંમરે પહેચેલા લેકે કરતાં તેઓ બદલાતા વિચારો તથા બદલાતી જતી પરિસ્થિતિ સાથે બહુ સહેલાઈથી પિતાનો મેળ બેસાડી શકે છે.