Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮ર
જગતના ઇતિહાસનું રેખાદર્શન વાઘા ઓઢાડતી અને એ રીતે અસાવધ લેકોનાં અંતઃકરણનું સમાધાન કરતી. કોઈ નાનું રાજ્ય અપરાધ કરતું તે પ્રજાસંધ તેને ગંભીર સ્વરૂપ આપી દે અને તેના ઉપર તેની કરડી નજર થતી. પરંતુ કઈ મેટી સત્તા અપરાધ કરે તે પ્રજાસંઘ તેની સામે બની શકે તેટલા આંખ આડા કાન કરતા અને એ અપરાધને બની શકે એટલે નાને બતાવવા પ્રયત્ન કરતે.
આ રીતે પ્રજાસંધ ઉપર મહાન સત્તાઓનું પ્રભુત્વ હતું. પિતાને સ્વાર્થ સાધવાનો હોય ત્યારે તેઓ તેને ઉપયોગ કરતી અને જ્યારે એમ કરવું સગવડ ભર્યું હોય ત્યારે તેઓ તેની ઉપેક્ષા કરતી. પરંતુ એમાં દોષ પ્રજાસંધને હવે એમ ન કહી શકાય; દેષ ખુદ પ્રચલિત વ્યવસ્થાને હતું અને પિતાની પ્રકૃતિને કારણે પ્રજાસંધને તે ચલાવી લેવી પડતી હતી. ભિન્ન ભિન્ન સત્તાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા અને હરીફાઈ એ સામ્રાજ્યવાદને અર્ક છે. અને એ દરેક સત્તા દુનિયાનું બની શકે એટલું શેષણ કરવા માગતી હતી. જો કેઈ મંડળના સભ્ય એકબીજાનાં ગજવાં કાતરવાને નિરંતર પ્રયાસ કર્યા કરતા હોય અથવા તે એકબીજાનાં ગળાં કાપવા માટે પિતાની છરીઓ તીર્ણ કર્યા કરતા હોય તે તેમની વચ્ચે ઝાઝી સહકારની ભાવના ખીલવાને કે એ મંડળ ઝાઝી પ્રગતિ કરી શકે એવો સંભવ નથી રહેતું. એથી કરીને જ, મહાનુભાવો અને ભારે પ્રતિષ્ઠિત પુરુષ એના નિર્માતા અને પુરસ્કર્તા હોવા છતાં પ્રજાસંધ કમજોર બની ગયે.
- વસઈની સંધિ ઉપરની ચર્ચા દરમ્યાન જાપાનની સરકાર વતી ભિન્ન ભિન્ન જાતિઓની સમાનતા માન્ય રાખવા માટેની એક કલમ સંધિમાં દાખલ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. એ દરખાસ્ત સ્વીકારવામાં આવી નહતી. પરંતુ ચીનમાં આવેલા ક્યાઉ ચાઉની ભેટ આપીને જાપાનના મનનું સમાધાન કરવામાં આવ્યું. પેલાં “ત્રણ મહારાષ્ટ્રો એ ચીન જેવા પિતાના નબળા અને નરમ મિત્રરાજ્યને ભોગે ઉદારતા દર્શાવી. આને કારણે ચીને એ સંધિ ઉપર સહી ન કરી.
યુદ્ધને અંત લાવવા માટેના યુદ્ધ ને અંત લાવનાર વસઈની સંધિ આવી હતી. પાછળથી ઉમરાવ અને ઈંગ્લંડના પ્રધાન મંડળના એક પ્રધાન બનનાર ફિલિપ ખેડને સંધિ વિષે નીચે મુજબની ટીકા કરી હતી?
એ સંધિ ધાડપાડુઓ, સામ્રાજ્યવાદીઓ તથા બળ ઉપર મુસ્તાક રહેનારા લોકોને સંતોષી શકે એમ છે. લડાઈને અંતે સુલેહશાંતિ સ્થપાશે એવી અપેક્ષા રાખનારાઓની આશાઓ ઉપર એ જીવલેણ ફટકા સમાન છે. એ સુલેહ માટેનો કરાર નથી પણ બીજા યુદ્ધ માટેની જાહેરાત છે. એમાં લેકશાહીને તથા યુદ્ધમાં હારેલાઓને દિગે દેવામાં આવ્યો છે. એ સંધિ મિત્રરાની નેમને તેમના નગ્ન સ્વરૂપમાં ઉઘાડી પાડે છે.”