Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ પછી એમ કરવાનું હતું. એ કરારમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કઈ એક રાજ્ય બીજા ઉપર આક્રમણ કરે તે તેની સામે પગલાં ભરવાં. પરંતુ આક્રમણ કોને કહેવું છે તેમાં જણાવવામાં આવ્યું ન હતું. બે પ્રજાએ કે બે રાષ્ટ્ર લડે છે ત્યારે દરેક બીજાને માથે દેષારોપણ કરે છે અને તેને આક્રમણ કરનાર કહે છે.
મહત્ત્વની બાબતમાં સંધ સર્વાનુમતિથી જ નિર્ણય કરી શકે એમ હતું. આમ, પ્રજાસંધમાં દાખલ થયેલું એક પણ રાજ્ય કોઈ પણ ઠરાવની વિરુદ્ધ મત આપે છે તે ઠરાવ ઊડી જ. એને અર્થ એ થયો કે બહુમતી કોઈને ઉપર કશુંયે દબાણ કરી શકે નહિ. વળી એને અર્થ એ પણ હતું કે દરેક રાજ્યનું આશ્વર્ય (ઍવરેનટી) પહેલાંના જેટલું જ નિરંકુશ અને બેજવાબદાર રહેવાનું હતું. પ્રજાસંધ તે સૌના ઉપર અધિકાર ભોગવનાર એક પ્રકારનું મહારાજ્ય બન્યું નહિ. ઉપરની જોગવાઈથી પ્રજાસંધ બહુ જ નબળો પડ્યો અને તેણે એને કેવળ એક સલાહ આપનાર સંસ્થા બનાવી દીધી.
કઈ પણ સ્વતંત્ર રાજ્ય પ્રજાસંધમાં જોડાઈ શકે એમ હતું પરંતુ એમાંથી ચાર સત્તાઓને ચેકસપણે બાદ રાખવામાં આવી. એમાંની ત્રણ – જર્મની, એટ્યિા અને તુક – મહાયુદ્ધમાં હારેલી સત્તાઓ હતી અને બેલ્સેવિક રશિયા એ ચોથી સત્તા હતી. પરંતુ એ કરારમાં નકકી કરવામાં આવ્યું હતું કે થોડા સમય પછી અમુક શરતોએ એ સત્તાઓ પણ પ્રજાસંઘમાં દાખલ થઈ શકે. તાજુબીની વાત તે એ છે કે હિંદુસ્તાન પ્રજાસંઘના મૂળ સભ્યોમાંનું એક હતું. માત્ર સ્વરાજ્ય ભગવતાં રાજ્યો જ એનાં સભ્યો થઈ શકે એ નિયમને એમાં ચે ભંગ થતું હતું. અલબત્ત, “હિંદુસ્તાન” એટલે કે હિંદમાંની બ્રિટિશ સરકાર. આ ચતુરાઈભરી હિકમતથી બ્રિટિશ સરકારે પ્રજાસંઘમાં પોતાને એક વધારાને સભ્ય પ્રાપ્ત કર્યો. એથી ઊલટું, અમેરિકા જે એક રીતે પ્રજાસંધનું જનક હતું તેણે એમાં જોડાવાની ના પાડી. અમેરિકન લેકેએ પ્રેસિડન્ટ વિલ્સનની પ્રવૃત્તિઓ તથા યુરેપના કાવાદાવા, પ્રપ તથા ગૂંચવણને નાપસંદ કરી અને તેનાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો.
ઘણું લેકે પ્રજાસંધ તરફ ઉત્સાહપૂર્વક અને ભારે આશાથી જોતા હતા કે તે આજની આપણી દુનિયાની અવ્યવસ્થાને અંત લાવશે અથવા કંઈ નહિ તે મેટા પ્રમાણમાં એ ઘટાડી દેશે અને શાંતિ તથા સમૃદ્ધિનો યુગ પ્રવર્તાવશે. દુનિયાના ઘણા દેશમાં પ્રજાસંઘનાં મંડળો સ્થાપવામાં આવ્યાં હતાં. એ મંડળ સંધને પ્રચાર કરવાને તથા લેકને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ વિચારતા કરવાને સ્થાપવામાં આવ્યાં હતાં એમ કહેવામાં આવતું હતું. એથી ઊલટું, બીજા લોકે પ્રજાસંધને મહાન સત્તાઓની જનાઓ આગળ ધપાવવા માટેની ઉપરથી રળિયામણી દેખાતી ધેકાબાજી તરીકે વર્ણવતા હતા. હવે