Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૭૮
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
કિંમત નથી હોતી; આ દાખલામાં બનવા પામ્યું તેમ એવી કબૂલાતો કડવાશની લાગણી પેદા કરે છે.
જર્મનીને નિઃશસ્ત્ર થવાનો હુકમ પણ કરવામાં આવ્યા. દેશમાં આંતરિક વ્યવસ્થા જાળવવા પૂરતું માત્ર થાડુ સૈન્ય રાખવાની તેને છૂટ આપવામાં આવી તથા તેના નૌકા-કાફલો મિત્ર રાજ્યોને આપી દેવાની તેને ફરજ પાડવામાં આવી. સુપરત કરવાને માટે આ જમન કાલે લઈ જવામાં આવતા હતા તે વખતે તેના અમલદારો તથા ખીજા માણસોએ બ્રિટિશાને સાંપી દેવા કરતાં તેને ડુબાવી દેવાના પોતાની જવાબદારી ઉપર નિય કર્યાં. અને આ રીતે ૧૯૧૯ની સાલના જૂન માસમાં સ્ક્રેપા લે આગળ તેને હવાલા લેવાની તૈયારી કરતા બ્રિટિશાની નજર સમક્ષ આખા જમન કાફલાને તેના નાવિકાએ આગ લગાડીને ડુબાવી દીધા.
"
આ ઉપરાંત જમ નીને યુદ્ધદંડ આપવાના હતા તથા મિત્રરાજ્યેને થયેલી ખુવારી અને નુકસાની ભરપાઈ કરવાની હતી. એને રીપેરેશન્સ' એટલે કે નુકસાનીની ભરપાઈ કહેવામાં આવે છે અને વરસા સુધી એ શબ્દ યુરોપ ઉપર ઓછાયાની પેઠે લટકી રહ્યો હતો. સંધિમાં એની ચેાક્કસ રકમ નક્કી કરવામાં આવી નહોતી પરંતુ એ રકમ હરાવવાની જોગવાઈ તેમાં કરવામાં આવી હતી. મિત્રરાજ્યેાને થયેલી નુકસાની ભરપાઈ કરવાની જવાબદારી સ્વીકારવી એ એક જબરદસ્ત વસ્તુ હતી. એ વખતે જર્મની એક પરાજિત અને ખુવાર થઈ ગયેલા દેશ હતા અને પોતાના આંતરિક વ્યવહાર કેમ ચલાવવે એ એક ભારે કાયડા તેની સામે ખડા થયા હતેા. આ ઉપરાંત મિત્રરાજ્યાના બેજો ઊંચકવા એ તેને માટે ગજા ઉપરવટની વાત હતી . એ જવાબદારી અદા કરવી એ તેને માટે અશક્ય હતું. પરંતુ મિત્રરાજ્યો જમની પ્રત્યેના દ્વેષ તથા વેરની ભાવનાથી ઊભરાતાં હતાં. તેમને કેવળ તેનું ‘ શેર માંસ ’ જ નહોતું જોઈતું પણ જમીનદોસ્ત થઈ ગયેલા જર્મનીના લેહીનું ટીપેટીપું જોઈતું હતું. ઇંગ્લેંડમાં ‘ફૈઝરને ફ્રાંસીએ લટકાવા 'ના પોકારથી લાઇડ જ્યોર્જે ચૂંટણીમાં વિજય મેળળ્યે હતા અને ફ્રાંસમાં તો એથીયે વધારે કડવી લાગણી પ્રવર્તતી હતી.
આ સંધિની બધીયે કલમોના એક માત્ર આશય જર્મનીને હરેક રીતે આંધી લેવાના, તેને અપંગ બનાવી દેવાને તથા તેને ફરીથી બળવાન બનતું અટકાવવાના હતા. અનેક પેઢીઓ સુધી તેને ખંડણીની જબરદસ્ત રકમ ભરનાર મિત્રરાજ્યાના એક આર્થિક ગુલામ બનીને રહેવાનું હતું. વર્સાઇની વેરભરી સંધિના પાયાનું ચણતર કરનાર આ ડહાપણ અને મોટાઈ ને ડાળ રાખનારા રાજદ્વારી પુરુષોને, કાઈ પણ મહાન પ્રજાને લાંબા વખત સુધી બંધનમાં રાખવી એ અશક્ય છે, એ ઇતિહાસના સ્પષ્ટ મધને ખ્યાલ સરખો પણ ન આવ્યો.