Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરોપના નવા નકશે.
૧૦૭૭
પશ્ચિમ એશિયામાં જૂના તુ સામ્રાજ્યના કેટલાક ભાગોએ પશ્ચિમ યુરાપની સત્તાઓને લલચાવી હતી. મહાયુદ્ધ દરમ્યાન, અરબસ્તાન, પૅલેસ્ટાઈન તથા સીરિયા ઉપર વિસ્તરતું એક સંયુક્ત આરબ રાજ્ય ઊભું કરવાનું વચન આપીને અંગ્રેજોએ આરખેને તુર્કી સામે બળવા કરવાને ઉશ્કેર્યાં હતા. પરંતુ આ વચન આરખાને જે વખતે અપાઈ રહ્યું હતું ત્યારે અંગ્રેજો આ જ પ્રદેશ આપસમાં વહેંચી લેવાના ગુપ્ત કરારો ક્રાંસ સાથે કરી રહ્યા હતા. એ વસ્તુ ભારે અઘટિત હતી અને બ્રિટનના એક વડા પ્રધાન રમ્સે મૅકડાનાલ્ડે એને · અણુધડ છેતરપિંડી ’ તરીકે વવી છે. પરંતુ તેણે આ દશ વરસ પૂર્વે જ્યારે તે વડા પ્રધાન નહેાતા ત્યારે કહ્યુ હતું. એથી કરીને જ કાઈક વાર તેને સાચું ખેલવાનું પાલવી શકે એમ હતું.
C
પરંતુ બ્રિટિશ સરકારના મનમાં જ્યારે, માત્ર આરાને આપેલા વચનને જ નહિ પણ ક્રાંસ સાથેના ગુપ્ત કરાર તોડવાના વિચાર રમી રહ્યો હતા ત્યારે તા એનું એથીયે વધારે વિચિત્ર પરિણામ આવ્યું. હિંદુસ્તાનથી મિસર સુધી વિસ્તરતું મધ્ય-પૂર્વનું મહાન સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્નું તેમની નજર સામે ખડું થયું. તેમના તાબા નીચેના આફ્રિકાના વિશાળ પ્રદેશ તથા તેમના હિંદના સામ્રાજ્યને જોડતા એ એક જબરદસ્ત ટુકડા હતા. એ એક લલચાવનારું અને ભારે સ્વપ્ન હતું. અને છતાંયે તેને સાચું પાડવું એ તે વખતે મુશ્કેલ જણાતું નહોતું. તે કાળે ઈરાન, ઈરાક, પૅલેસ્ટાઈન, અરબસ્તાનના અમુક ભાગ તથા મિસર વગેરે વિશાળ પ્રદેશ બ્રિટિશ લશ્કરના કબજામાં હતા. સીરિયામાંથી ફ્રેંચાને દૂર રાખવા માટે તે મથી રહ્યા હતા. ખુદ કૉન્સ્ટાન્ટિનેપક્ષ પશુ બ્રિટિશાના કબજામાં હતું. પરંતુ ૧૯૨૦, ૧૯૨૧ અને ૧૯૨૨ની સાલમાં અનેલા બનાવેાએ તેમનું આ સ્વપ્ન નષ્ટ કર્યું. પાછળથી સાવિયેટ અને આગળથી મુસ્તફા કમાલ પાશાએ બ્રિટિશ પ્રધાનાની મોટી મોટી યાજનાઓને અંત આણ્યો.
આમ છતાંયે, બ્રિટિશાએ પશ્ચિમ એશિયાના કેટલાક ભાગા - ઇરાક અને પૅલેસ્ટાઈન — ઉપર પોતાના કબજો ટકાવી રાખ્યા તથા લાંચરુશવત આપીને અને બીજી અનેક રીતે અરબસ્તાનના મામલા ઉપર પોતાના પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યાં. સીરિયા ચેના કબજામાં આવ્યું. આરબ દેશોના નવા રાષ્ટ્રવાદ વિષે તથા સ્વતંત્રતા માટેની તેમની લડત વિષે હું તને ખીજે કાઈ પ્રસ ંગે કહીશ.
હવે આપણે વર્સાઇની સધિ તરફ પાછાં જવું જોઈએ. મહાયુદ્ધ પેદા કરવામાં જમની દોષિત છે એમ એ સંધિએ ઠરાવ્યું અને તેમની પાસે એના ઉપર સહી કરાવીને યુદ્ધ માટેના પોતાના ગુના જમના પાસે પરાણે કબૂલ કરાવવામાં આવ્યે. આવી બળજબરીથી કરાવવામાં આવેલી કબૂલાતની ઝાઝી
-ર્