Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૯૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન ટ્રાન્સજેનનાં નાનાં રાજ્ય બ્રિટિશ “મૈડેટ” નીચે છે અને સીરિયા ફ્રેંચ
મેન્ડેટ” નીચે છે. સીરિયામાં ફ્રેંચ સામે અસાધારણ વીરતાભર્યો બળ થયા હતા અને અમુક અંશે તે સફળ પણ થયું હતું. મિસરમાં પણ બ્રિટિશ સામે નાનાં નાનાં અનેક બંડે થયાં તથા લાંબી લડત ચાલી હતી. ત્યાં આગળ હજી પણ એ લડત ચાલુ જ છે. જો કે, મિસરને સ્વતંત્ર કહેવામાં આવે છે અને બ્રિટિશના ટેકાથી એક રાજા ત્યાં રાજ કરે છે. ઉત્તર આફ્રિકાના એક પશ્ચિમના ભાગમાં આવેલા રેકેટમાં પણ અબ્દુલ કરીમની આગેવાની નીચે સ્વાતંત્ર્ય માટે વીરતાભરી લડત થઈ હતી. તે સ્પેનના લોકોને ત્યાંથી હાંકી કાઢવામાં સફળ થયું હતું પણ પછીથી એ પિતાની સમગ્ર શક્તિ વાપરીને તેને કચરી નાંખે.
એશિયા અને આફ્રિકામાંની સ્વાતંત્ર્ય માટેની આ બધી લડત બતાવે છે કે નવી ભાવના વ્યાપક બની હતી અને પૂર્વના દૂર દૂરના દેશોનાં સ્ત્રીપુરુષોના માનસ ઉપર એકી વખતે અસર કરી રહી હતી. એમાં બે દેશે આગળ તરી આવે છે કેમ કે તેમનું જગતવ્યાપી મહત્ત્વ છે. આ બે દેશે તે હિંદુસ્તાન અને ચીન. એ બેમાંથી ગમે તે એકમાં થયેલે મૂળભૂત ફેરફાર દુનિયાની મહાન સત્તાઓની વ્યવસ્થા ઉપર અસર કરે છે; એ અચૂકપણે જગતના રાજકારણમાં ભારે પરિણામે લાવનાર નીવડે છે. આ રીતે હિંદુસ્તાન તથા ચીનમાં ચાલતી લડતે કેવળ તે તે દેશની આંતરિક અથવા ઘરગતુ ઘટના નથી. એમનું મહત્ત્વ એથી ઘણું વધારે છે. ચીન સફળ થાય એટલે કે ત્યાં આગળ એક બળવાન રાજ્ય ઊભું થાય, એને લીધે આજની “સત્તાની સમતા' (બૅલન્સ ઑફ પાવર)માં ફેરફાર થવા પામે છે. વળી એથી કરીને સામ્રાજ્યવાદી સત્તાઓનું ચીનનું શોષણ આપમેળે બંધ થઈ જાય છે. હિંદુસ્તાનની સફળતા એટલે કે એક મહાન રાજ્યને ઉદય અને અનિવાર્ય રીતે બ્રિટિશ સામ્રાજ્યને અંત.
છેલ્લાં દશ વરસમાં ચીનને અનેક તડકીછાંયડીમાંથી પસાર થવું પડ્યું છે. કુમીનટાંગ તથા ચીનના સામ્યવાદીઓ વચ્ચેનું ઐક્ય તૂટી ગયું અને ચીન તૂશનો તથા એવા બીજા ધાડપાડુ આગેવાનોને શિકાર બન્યું. ચીનમાં અવ્યવસ્થા અને અંધેર નિરંતર ચાલુ રહે એવું ઈચ્છતાં વિદેશી હિતે તેમને ઘણી વાર સહાય કરતાં. છેલ્લાં બે વરસમાં તે જાપાનીઓએ ખરેખાત ચીન ઉપર ચઢાઈ કરી છે અને તેના કેટલાક પ્રાંતે કબજે કર્યા છે. આ અવિધિસરની લડાઈ હજી ચાલુ જ છે. દરમ્યાન ચીનના ઊંડાણમાં આવેલે મોટે પ્રદેશ સામ્યવાદી થઈ ગયું છે અને ત્યાં આગળ એક પ્રકારની સોવિયેટ સરકાર સ્થપાઈ છે.
છેલ્લાં ચૌદ વરસોમાં હિંદમાં અનેક બનાવ બની ગયા. અને ત્યાં આગળ ઉગ્ર અને છતાંયે શાંતિમય રાષ્ટ્રીયતાને ઉદય થવા પામે છે. મહાયુદ્ધ પછી