Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન મધ્ય એશિયાના સૌથી પછાત પ્રદેશ પણ એટલી બધી ઝડપથી આગળ વધ્યા છે કે હિંદમાં આપણને પણ તેમની ઈષ આવે. કેળવણી અને ઉદ્યોગનાં ક્ષેત્રમાં ખાસ ોંધપાત્ર પ્રગતિ થઈ છે. વિરાટ “પંચવણ જનાઓ દ્વારા રશિયાનું ઉદ્યોગીકરણ વાયુવેગે આગળ ધપાવવામાં આવ્યું અને ત્યાં આગળ સંખ્યાબંધ જબરદસ્ત કારખાનાંઓ ઊભાં કરવામાં આવ્યાં છે. આ બધાની પ્રજા ઉપર સારી પેઠે તાણ પહોંચી છે. પિતાની ઘણીખરી કમાણી દુનિયાના પ્રથમ સમાજવાદી દેશના ચણતરમાં વાપરી શકાય એટલા માટે તેમને આરામ તથા સુખસગવડ જતી કરવી પડી એટલું જ નહિ પણ જીવનની જરૂરિયાતની વસ્તુઓ વિના પણ ચલાવી લેવું પડ્યું છે. ખાસ કરીને ખેડૂતવર્ગને સૌથી વધારે બેજે સહેવો પડ્યો છે.
આ પ્રગતિશીલ અને આગળ વધતા સોવિયેટ દેશ તથા દિનપ્રતિદિન વધતી જતી મુસીબવાળા પશ્ચિમ યુરોપ વચ્ચેનો તફાવત સહેજે આંખ આગળ તરી આવે એવો છે. અનેક મુસીબતમાં સપડાયેલે હેવા છતાં પશ્ચિમ યુરોપ હજીયે રશિયા કરતાં ઘણું જ માલદાર છે. તેની આબાદીના લાંબા યુગ દરમ્યાન તેણે ઘણા મોટા પ્રમાણમાં ચરબી એકઠી કરી હતી અને કેટલેક વખત તે તેના ઉપર જીવી શકે એમ છે. પરંતુ પ્રત્યેક દેશ ઉપરને દેવાને બેજે, વસઈની સંધિ અનુસાર જર્મનીને દંડ યા યુદ્ધની નુકસાની પેટે ભરપાઈ કરવાની રકમને પ્રશ્ન તથા નાની મોટી સત્તાઓ વચ્ચે નિરંતર ચાલ્યા કરતી હરીફાઈ તથા ઝઘડાઓ વગેરે વસ્તુઓએ બિચારા યુરેપની ભારે ભૂરી દશા કરી મૂકી છે. એ મુશ્કેલીમાંથી કંઈક માર્ગ કાઢવાને માટે ઉપરાઉપરી પરિષદે થયા કરે છે પરંતુ કશે ઉકેલ જડતું નથી અને દિનપ્રતિદિન પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી જાય છે. સોવિયેટ રશિયાની પશ્ચિમ યુરેપ સાથે તુલના કરવી એ એક જુવાનની ઘરડા ડેરા સાથે સરખામણી કરવા બરાબર છે. એક ભારે બોજો ઉઠાવે છે પરંતુ તેનામાં જીવનનું જેમ ભરેલું છે જ્યારે બીજો હતાશ અને ક્ષીણવીર્ય છે; તે આગળ જાય છે ખરો પરંતુ અનિવાર્યપણે તે પિતાની વર્તમાન અવસ્થાના અંતને ભેટવાને જઈ રહ્યો છે.
યુનાઈટેડ સ્ટેસ, મહાયુદ્ધ પછી યુરોપના આ ચેપમાંથી ઊગરી ગયું હોય એમ લાગતું હતું. દશ વરસ સુધી તેની સમૃદ્ધિમાં ભારે વધારે થવા પામે. મહાયુદ્ધ દરમ્યાન તેણે નાણાં ધીરનાર શરાફના પદેથી ઇંગ્લંડને ધકેલી કાઢયું. હવે અમેરિકા દુનિયાને નાણાં ધીરનાર શાહુકાર બન્યું અને આખી દુનિયા તેની દવાદાર બની. આર્થિક દૃષ્ટિએ તેણે આખી દુનિયા ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું અને આગળના વખતમાં કંઈક અંશે જેમ ઇંગ્લડે કર્યું હતું તેમ તે દુનિયા તરફથી આવતી ખંડણી ઉપર સુખચેનથી જીવી શકત. પરંતુ એમાં બે મુશ્કેલીઓ નડતી હતી. દેવાદાર દેશે બહુ બૂરી હાલતમાં આવી