Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાયુદ્ધ પછીની દુનિયા
૧૦૮૭ પડ્યા હતા અને તેઓ પોતાનું દેવું રોકડ રકમ આપીને ભરપાઈ કરી શકે એમ નહતું, સાચે જ, તેમની હાલત સારી હોત તોયે તેઓ રોકડ નાણું આપીને આવડી મોટી રકમ ભરપાઈ કરી શકે એમ નહોતું. એક જ રીતે તેઓ પિતાનું દેવું પતાવવાનો પ્રયત્ન કરી શકે એમ હતું અને તે પાકો માલ ઉત્પન્ન કરી તે અમેરિકા મોકલીને. પરંતુ વિદેશને પાકે માલ પિતાને ત્યાં આવે એ અમેરિકાને પસંદ નહોતું. આથી તેણે જકાતની ભારે દીવાલે ઊભી કરી અને એ રીતે તેણે બહારના માલને પિતાના દેશમાં આવતે અટકાવ્યું. તો પછી એ બિચારા દેવાદાર દેશોએ પિતાનું દેવું કેવી રીતે પતાવવું? એક અવને ઉપાય શોધી કાઢવામાં આવ્યો. પિતાનું વ્યાજ વસૂલ કરવાને અમેરિકા દેવાદાર દેશને વળી વધારે રકમ ધીરે એમ થયું. દેવું વસૂલ કરવાને એ અસાધારણ ઉપાય હતે કેમ કે એને અર્થ તો એ થયો કે લેણદાર દેશે વધારે ને વધારે રકમ ધીર્યા કરવી અને એ રીતે દેવાની રકમ વધતી જ રહે. ઘણાખરા દેવાદાર દેશે કદી પણ પોતાનું દેવું પતાવી શકવાના નથી એ સ્પષ્ટ હતું અને અમેરિકાએ એકાએક ધીરધાર બંધ કરી દીધી. તરત જ કાગળની ઇમારત કડડભૂસ તૂટી પડી. અને બીજી એક અતિ વિચિત્ર વસ્તુ બનવા પામી. સમૃદ્ધ અમેરિકા, ગળા સુધી સેનાથી ભરેલું અમેરિકા, અસંખ્ય બેકાર મજૂરોને મુલક બની ગયું, ઉદ્યોગનાં ચક્રો થંભી ગયાં અને સર્વત્ર દારિદ્રય ફેલાઈ ગયું.
તવંગર અમેરિકા ઉપર આટલે ભારે ફટકો પડ્યો એના ઉપરથી યુરોપની શી દશા થઈ હશે તેની કલ્પના કરી શકાય. જકાતની ઊંચી દીવાલે ઊભી કરીને, સ્વદેશી માલ ખરીદવાને પ્રચાર કરીને તથા બીજી અનેક યુક્તિઓથી પિતાને ત્યાં બહારથી આવતો માલ અટકાવવા દરેક દેશે પ્રયત્ન કર્યો. દરેક દેશ પિતાને માલ વેચવા માગતું હતું, ખરીદવા માગતે નહોતે અથવા કહે કે ઓછામાં ઓછું ખરીદવા માગતા હતા. આંતરરાષ્ટ્રીય વેપારને મારી નાખ્યા વિના આ વસ્તુ લાંબે કાળ નહિ ચાલી શકે કેમ કે વેપારરેજગારને આધાર વિનિમય ઉપર છે. આ નીતિને આર્થિક રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બધા દેશમાં એને ફેલા થયો અને એ જ રીતે ઉગ્ર અથવા આક્રમણકારી રાષ્ટ્રવાદનાં બીજાં અનેક સ્વરૂપોને પણ ફેલા થયે. વેપારજગાર તથા ઉદ્યોગોમાં મંદી આવવાને લીધે દરેક દેશની મુશ્કેલીઓ વધી ગઈ સામ્રાજ્યવાદી દેશોએ પરદેશમાં સામ્રાજ્યવાદી શેષણ વધારીને તથા દેશમાં મજૂરોની મજૂરીના દરે ઘટાડીને બંને પાસાં સરખાં કરવાનો પ્રયત્ન કર્યો. દુનિયાના જુદા જુદા ભાગોનું શોષણ કરવાની પિતાની ઇચ્છા તથા પોતાના પ્રયત્નને કારણે હરીફ સામ્રાજ્યવાદે વધારે ને વધારે અથડામણમાં આવતા ગયા. પ્રજાસંધ શસ્ત્રસંન્યાસની રૂડીરૂપાળી વાતો કરવા ઉપરાંત કશુંયે કરતો નહતું તે વખતે