Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૮૧
યુરેપને નવે નકશે આપણને વ્યવહારમાં એને થડે અનુભવ થયો છે એટલે એની ઉપયોગિતાનું માપ કાઢવાનું આજે વધારે સુગમ છે એમ કહી શકાય. ૧૯૨૦ની સાલના નવા વરસને દિવસે સંઘે પિતાનું કાર્ય શરૂ કર્યું. એનું જીવન હજી ટૂંકું જ ગણાય પરંતુ એ જેટલું જીવ્યું છે તે તેની સંપૂર્ણ બદનામી કરવા માટે પૂરતું છે. કેટલીક ગૌણ બાબતમાં એણે સારું કામ કર્યું છે એમાં શક નથી તથા તેણે જુદાં જુદાં રાષ્ટ્રને અથવા સાચું કહેતાં તેમની સરકારને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો ઉપર વિચાર કરવાને એકઠાં કર્યા છે એટલી એક હકીકત પણ પહેલાંના કરતાં પ્રગતિ થઈ છે એ બતાવે છે. પરંતુ સુલેહશાંતિ જાળવવાના અથવા કંઈ નહિ તે યુદ્ધની સંભવિતતા ઓછી કરવાના એના સાચા ધ્યેયમાં એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યો છે.
પ્રેસિડંટ વિલ્સનને મૂળ ઇરાદે ગમે તે હોય પણ પ્રજાસંધ એ મહાન સત્તાઓના અને ખાસ કરીને ઇંગ્લંડ તથા ફ્રાંસના હાથમાં હથિયારરૂપ બની ગયો છે એ નિર્વિવાદ છે. એનું મૂળભૂત કાર્ય ચાલુ વ્યવસ્થા ટકાવી રાખવી એ છે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ન્યાય અને પ્રતિષ્ઠાની વાત એ કરે છે ખરે પરંતુ આજના સંબંધે ન્યાય અને પ્રતિષ્ઠાના પાયા ઉપર રચાયેલા છે કે કેમ તેની એ તપાસ નથી કરતે. તે જાહેર કરે છે કે, રાષ્ટ્રોની અંતર્ગત અથવા ઘરગતુ’ બાબતમાં તે માથું મારતો નથી. સામ્રાજ્યવાદી સત્તાના તાબાના મુલકે એ તેની નજરે “ઘરગતુ” બાબત છે. આથી, પ્રજાસંધને લાગેવળગે છે ત્યાં સુધી, તેને વિષે એમ કહી શકાય કે, પોતપોતાના સામ્રાજ્ય ઉપર આ સત્તાઓનું આધિપત્ય અવિચળ ટકી રહે એમ માનીને તે ચાલે છે. આ ઉપરાંત, જર્મની તથા તુર્કી પાસે પડાવી લેવામાં આવેલા નવા પ્રદેશને મૈડેસ” (પ્રજાસંધ તરફથી સુવ્યવસ્થા માટે સોંપવામાં આવેલા પ્રદેશ)ના નામથી મિત્રરાજ્યને સંપી દેવામાં આવ્યા. આ મેન્ડેટ” તે તે પ્રદેશની પ્રજાઓની ઈચ્છા પ્રમાણે આપવામાં આવ્યા છે એમ માનવામાં આવતું હતું. આ પ્રદેશની ઘણીખરી હતભાગી પ્રજાઓએ તેમની ઉપર હકૂમત ચલાવતી સત્તાઓ સામે બંડે પણ કર્યો છે તેમ જ તેમણે તેમની સામે ખૂનખાર લડાઈઓ પણ કરી છે પરંતુ તેમના ઉપર બૅબમારે તથા તપમારે ચલાવીને તેમને વશ કરવામાં આવી છે! લાગતીવળગતી પ્રજાઓની ઈચ્છા જાણવા માટે આવા ઉપાય અજમાવવામાં આવ્યા હતા !
સારા સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યું. સામ્રાજ્યવાદી સત્તાઓ મૅડેટ” તરીકે તેમને સેંપવામાં આવેલા પ્રદેશમાં વસતી પ્રજાઓની “ટ્રસ્ટી” લેખાતી હતી. અને ટ્રસ્ટની શરતો પાળવામાં આવે છે કે કેમ એ જોવાની પ્રજાસંધની ફરજ હતી. વાસ્તવમાં એને લીધે તે સ્થિતિ ઊલટી વધારે બગડવા પામી. એ સત્તાઓ પિતાનું મનમાન્યું કરતી પરંતુ તેના ઉપર તેઓ પવિત્રતાના