Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૧૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન યુદ્ધમાં માણસો પૂરા પાડવાની તેમ જ બીજી અનેક પ્રકારની મદદ કરવા ઉપરાંત હિંદ પાસે રોકડ નાણાં પણ લેવામાં આવ્યાં. એને હિંદ તરફની “ભેટ” કહેવામાં આવતી હતી. હિંદ જેવા ગરીબ દેશ પાસેથી પરાણે પડાવવામાં આવેલી રકમને “ભેટ” કહેવી એ બ્રિટિશ સરકારની વિનોદવૃત્તિને છાજતું નથી.
પરંતુ હિંદને લાગેવળગે છે ત્યાં સુધી ઉપર હું જે કહી ગમે તે યુદ્ધનાં ગૌણ અથવા ઓછા મહત્ત્વનાં પરિણમે હતાં. પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે હિંદમાં વધારે મૌલિક ફેરફાર થવા લાગ્યા હતા. યુદ્ધ દરમ્યાન, બીજા દેશોની પેઠે પરદેશ સાથેને હિંદને વેપાર પણ બિલકુલ ખેરવાઈ ગયું હતું. બહોળા પ્રમાણમાં જે બ્રિટિશ માલ હિંદ આવતું હતું તે. મેટે ભાગે બંધ થઈ ગયે હતો. જર્મન સબમરીને આલાંટિક મહાસાગરમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં વહાણે ડુબાવતી હતી અને એ સ્થિતિમાં વેપાર ચાલી શકે એમ નહતું. આમ હિંદને પિતાની જરૂરિયાત પિતે પૂરી પાડવાની ફરજ પડી. તેને આ ઉપરાંત યુદ્ધ માટે જરૂરી બીજી અનેક પ્રકારની ચીજે પણ સરકારને પૂરી પાડવી પડતી હતી. આથી, હિંદમાં સૂતર અને શણના જેવા જૂના ઉદ્યોગે અને યુદ્ધકાળના નવા ઉદ્યોગે એમ ઉભય પ્રકારના ઉદ્યોગે ઝડપથી વધ્યા. સરકારે આજ સુધી જેની ઉપેક્ષા કરી હતી તે તાતાનું લેઢા તથા પિલાદનું કારખાનું ભારે મહત્ત્વનું બની ગયું, કેમ કે તે યુદ્ધને સરંજામ પેદા કરી શકે એમ હતું. વત્તેઓછે અંશે એ કારખાનું હવે સરકારના અંકુશ નીચે ચાલવા લાગ્યું.
આથી બ્રિટિશ તેમ જ હિંદીમૂડીદારને યુદ્ધનાં વરસ દરમ્યાન હિંદમાં મોકળું ક્ષેત્ર મળી ગયું અને એ વખતે પરદેશની હરીફાઈ નહિ જેવી જ હતી. આ તકને તેમણે પૂરેપૂર ઉપયોગ કર્યો અને હિંદી જનતાને ભોગે એને ભારે લાભ ઉઠાવ્ય. માલની કિંમત વધારી દેવામાં આવી અને માની પણ ન શકાય એટલે ભારે નફે વહેંચવામાં આવ્યું. પરંતુ મહેનતમજૂરીથી આ નફાઓ પેદા કરનાર મજૂરની કંગાલિયતમાં ઝાઝે ફેર ન પડ્યો. તેમની મજૂરીના દરેમાં હૈડે વધારે થયે પરંતુ જીવનને જરૂરી વસ્તુઓની કિંમત એનાથી ઘણી વધી ગઈ હતી એટલે વાસ્તવમાં તે તેમની સ્થિતિ ઊલટી બગડવા પામી.
પરંતુ મૂડીદાર અતિશય માતબર બન્યા અને તેમણે અઢળક નફે એકઠો કર્યો. એ નકે તેઓ વળી બીજા ઉદ્યોગોમાં રોકવા માગતા હતા. પહેલી જ વાર હિંદી મૂડીદારો સરકાર ઉપર દબાણ લાવવાને શક્તિમાન થયા. તેમના આ દબાણ સિવાય ઘટનાઓના બળે પણ યુદ્ધ દરમ્યાન હિંદના ઉદ્યોગોને મદદ કરવાની બ્રિટિશ સરકારને ફરજ પાડી હતી. દેશનું વધારે પ્રમાણમાં ઉદ્યોગીકરણ કરવાની માગણીને લીધે પરદેશમાંથી હવે સંચાઓ તથા યંત્રની વધારે આયાત થવા લાગી કેમ કે એવા સંચાઓ તે વખતે હિંદમાં બની શકતા ન હતા. આથી,