Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધકાળનું હિંદ પહેલાં ઈગ્લેંડથી આવતા તૈયાર માલને બદલે હિંદમાં હવે યંત્રની આયાત વધારે પ્રમાણમાં થવા લાગી.
આ બધાને કારણે હિંદ પરત્વેની બ્રિટનની નીતિમાં ભારે પરિવર્તન થયું. સદીજૂની નીતિનો ત્યાગ કરવામાં આવ્યો અને તેને બદલે નવી નીતિ અખત્યાર કરવામાં આવી. બ્રિટિશ સામ્રાજ્યવાદે બદલાતી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડીને સંપૂર્ણપણે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું. હિંદના બ્રિટિશ અમલના આરંભકાળની અવસ્થાઓ વિષે મેં તને કહ્યું હતું તે તને યાદ, હશે. એની ૧૮મી સદીની પહેલી અવસ્થા લૂંટ અને રોકડ રકમ ઉપાડી જવાની હતી. ત્યાર પછીની બીજી અવસ્થામાં હિંદમાં બ્રિટિશ હકૂમત પાકે પાયે સ્થિર થઈ ગઈ. એ અવસ્થા છેક મહાયુદ્ધ સુધી એટલે કે લગભગ ૧૦૦ વરસ ચાલી. એ દરમ્યાન હિંદને બ્રિટનને જોઈતા કાચા માલ માટેનું ક્ષેત્ર અને તેના તૈયાર માલ વેચવા માટેનું બજાર બનાવવામાં આવ્યું. અહીંના મોટા ઉદ્યોગોના માર્ગમાં અનેક પ્રકારની બાધાઓ નાખવામાં આવી અને હિંદના આર્થિક વિકાસને રોકવામાં આવ્યું. હવે યુદ્ધ દરમ્યાન ત્રીજી અવસ્થા શરૂ થઈ એ દરમ્યાન હિંદના મોટા ઉદ્યોગોને બ્રિટિશ સરકારે ઉત્તેજન આપવા માંડયું. ઈંગ્લંડના ઉદ્યોગપતિઓના હિતને કંઈક અંશે એ હાનિકારક હોવા છતાં એ નીતિ અખત્યાર કરવામાં આવી. આમ, હિંદનાં સુતરાઉ ઉદ્યોગને ઉત્તેજન આપવામાં આવે તે તેટલા પ્રમાણમાં લેંકેશાયરને નુકસાન થાય એ ઉઘાડું છે; કેમ કે હિંદ લેંકેશાયરનું સૌથી સારું ઘરાક હતું. ત્યારે, લેંકેશાયર તથા બ્રિટનના ઉદ્યોગોને નુકસાનકારક નીવડે એ પિતાની નીતિમાં ફેરફાર બ્રિટિશ સરકાર કેમ કરે ? યુદ્ધની પરિસ્થિતિમાં તેને એ ફેરફાર પરાણે કરવો પડ્યો હતો એ હું આગળ જણાવી ગયો છું. આ કારણે આપણે ફરીથી વિગતે તપાસીએ.
૧. યુદ્ધકાળની જરૂરિયાતોએ હિંદનું ઉદ્યોગીકરણ આગળ ધપાવવાની આપમેળે ફરજ પાડી.
૨. એથી હિંદને મૂડીદાર વર્ગ વધવા પામે અને તે બળવાન બન્ય. પિતાની વધારાની પૂંજી રોકવાની તક મળે એટલા ખાતર તેઓ ઉદ્યોગોના વિકાસ માટે વધુ ને વધુ અનુકૂળતાઓની માગણી કરવા લાગ્યા. બ્રિટન તેમની પૂરેપૂરી ઉપેક્ષા કરી શકે એવી સ્થિતિમાં નહતું. કેમ કે એથી તે તેઓ નારાજ થાય અને એને પરિણામે દેશમાં બળવાન થતાં જતાં વધારે ઉદ્દામ અને કાંતિકારી તને મદદ મળે એમ હતું. આથી વિકાસ માટેની થોડી તકે તેમને આપીને મૂડીદર વર્ગને બની શકે તે બ્રિટનના પક્ષમાં જાળવી રાખવો એ ઈવાજોગ હતું.
૩. ઇંગ્લંડના મૂડીવાદી વર્ગનાં વધારાનાં નાણાં પણ અણખીલ્યા દેશમાં રોકાણની તકે ખેળતાં હતાં કેમ કે ત્યાં આગળ ન વધુ પ્રમાણમાં મળતા