Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધકાળનું હિંદ
૧૦૧૭ - આ કમિશન પછી યુદ્ધ બાદ કમિશન અને કમિટીઓને રાડે ફાટયો. એમ પણ સૂચવવામાં આવ્યું કે બહારથી આવતા માલ ઉપર જકાત નાખીને પણ હિંદના ઉદ્યોગોનું રક્ષણ કરવું જોઈએ. આ બધી વસ્તુઓને હિંદના ઉદ્યોગના ભારે વિજય તરીકે લેખવામાં આવી. અમુક અંશે તેને વિજય થયો હતે પણ ખરો. પરંતુ જરા ઊંડાણથી તપાસતાં કેટલીક મજેદાર વસ્તુઓ માલૂમ પડે છે. પરદેશી મૂડીને ઉત્તેજન આપવાની દરખાસ્ત કરવામાં આવી; અને પરદેશી મૂડી એટલે કે બ્રિટિશ મૂડી. આ બ્રિટિશ મૂડીને ધેધ હિંદમાં વહેવા લાગ્યા. હિંદમાં તે પ્રધાનપદે હતી એટલું જ નહિ પણ તે અહીં જાણે સર્વવ્યાપી હેય એમ લાગતું હતું. મોટા મોટા ઘણાખરા ઉદ્યોગોમાં બ્રિટિશ મૂડીદારનાં નાણું રેકવામાં આવ્યાં હતાં. આથી, હિંદમાં આવતા માલ ઉપરની સંરક્ષક જકાત હિંદની બ્રિટિશ મૂડીના સંરક્ષણમાં પરિણમી ! હિંદ પરત્વેની બ્રિટિશ નીતિમાં થયેલે ભારે ફેરફાર આખરે બ્રિટિશ મૂડીદારોને ઝાઝે નુકસાનકારક ન નીવડ્યો. મજૂરોના હલકા દરની મદદથી ભારે નફે કમાવાને માટે તથા પિતાના પગ પસારવાને માટે તેમને બહોળું અને સુરક્ષિત બજાર મળી ગયું હતું. એ વસ્તુ બીજી રીતે પણ તેને ફાયદાકારક નીવડી. મજૂરીના ઓછા દરવાળા હિંદ, ચીન, મિસર તથા બીજા એવા દેશમાં પિતાની મૂડી રોકીને તેમણે ઇંગ્લંડમાં બ્રિટિશ મજૂરોને મજૂરીના દર ઘટાડવાની ધમકી આપી. તેમણે મજૂરને જણુવ્યું કે, હિંદુસ્તાન, ચીન વગેરે દેશમાં ઓછી મજૂરીથી પેદા થતી વસ્તુઓની સાથે તેઓ એ સિવાય બીજી રીતે હરીફાઈ કરી શકે એમ નથી. અને બ્રિટિશ મજૂરે તેમની મજૂરીના દરે ઘટાડવાની સામે વિરોધ ઉઠાવે તે એ મૂડીદાર તેમને જણાવતા કે તે પછી ઇંગ્લંડનાં અમારાં કારખાનાઓ બંધ કરીને અમારી મૂડી બીજે ક્યાંક રોકવાની અમને નિરુપાયે ફરજ પડશે.
હિંદના ઉદ્યોગ ઉપર કાબૂ રાખવાને હિંદમાંની બ્રિટિશ સરકારે બીજા પણ અનેક ઉપાયો લીધા. એ અટપટે વિષય છે અને હું એની ચર્ચામાં ઊતરવા માગતા નથી. પરંતુ એક વસ્તુને મારે ઉલ્લેખ કરવો જોઈએ. આધુનિક ઉદ્યોગમાં બેંકે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે કેમ કે મેટા રોજગારને શાખ ઉપર નાણાં ઉપાડવાની વારંવાર જરૂર પડે છે. આવી રીતે શાખ ઉપર નાણાં આપવાની તેમને ના પાડવામાં આવે તે સારામાં સારી વેપારી પેઢીઓ પણ ભાંગી પડે છે. શાખ ઉપર એ નાણાં બેંકે ધીરે છે એટલે તેમના હાથમાં કેટલી બધી સત્તા રહેલી હોય છે એ તું સમજી શકશે. તેઓ વેપારી પેઢી ઊભી કરી શકે અથવા તે જમીનદોસ્ત પણ કરી શકે છે. લડાઈ પછી તરત જ બ્રિટિશ સરકારે દેશમાંની બેંકની સમગ્ર વ્યવસ્થાને પિતાના કાબૂ નીચે લઈ લીધી. એ રીતે તથા ચલણની અનેક પ્રકારની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા સરકાર ઉદ્યોગે તેમ જ વેપારી પેઢીઓ ઉપર ભારે સત્તા ભોગવે છે. આ ઉપરાંત,