Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન હતે. ખુદ ઈંગ્લેંડનું ઉદ્યોગીકરણ તે લગભગ પૂરેપૂરું થઈ ચૂક્યું હતું એટલે ત્યાં આગળ રોકાણ કરવાની અનુકૂળ તકો રહી નહોતી. વળી ત્યાં આગળ એટલે બધે નફે પણ મળતું નહોતે તથા સંગતિ મજૂર ચળવળ બળવાન હોવાથી મજૂરોની મુશ્કેલી વારંવાર ઊભી થતી હતી. અખીલ્યા પ્રદેશમાં મજૂરે નબળા હોય છે એટલે ત્યાં આગળ મજૂરીના દર ઓછા અને ન વધારે હોય છે. બ્રિટિશ મૂડીદારે સ્વાભાવિક રીતે જ ઈગ્લેંડના તાબાના હિંદ જેવા અણુખીલ્યા પ્રદેશોમાં પિતાની મૂડી રોકવાનું પસંદ કરતા હતા. આ રીતે બ્રિટિશ મૂડી હિંદમાં આવે છે અને તેને લીધે ઉદ્યોગીકરણ વળી વધુ આગળ વધે છે.
૪. મહાયુદ્ધના અનુભવે બતાવી આપ્યું કે, માત્ર ભારે ઔદ્યોગિક દેશે જ અસરકારક રીતે લડાઈ ચલાવી શકે છે. ઝારશાહી રશિયાનું પૂરતા પ્રમાણમાં ઉદ્યોગીકરણ થયું નહોતું અને તેને બીજા દેશે ઉપર આધાર રાખવો પડતું હતું તેથી જ યુદ્ધમાં છેવટે તે ભાગી પડયું. ઈગ્લેંડને ભીતિ હતી કે હવે પછીનું યુદ્ધ સોવિયેટ રશિયા સાથે હિંદની સરહદ ઉપર થશે. હિંદમાં પિતાના મોટા ઉદ્યોગે ન હોય તે બ્રિટિશ સરકાર સરહદ ઉપરનું યુદ્ધ સારી રીતે ચલાવી શકે નહિ. આ ભારે જોખમ હતું. એટલા માટે પણ હિંદનું ઉદ્યોગીકરણ થવું જોઈએ.
આ કારણોને લીધે અનિવાર્યપણે બ્રિટિશ નીતિમાં ફેરફાર થયે અને હિંદનું ઉદ્યોગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું. સામ્રાજ્યની વ્યાપક દૃષ્ટિથી જેતા, લેંકેશાયર તથા બ્રિટનના બીજા કેટલાક ઉદ્યોગને ભોગે પણ એમ કરવું જરૂરી હતું. બેશક, બ્રિટને તે એ દેખાવ કર્યો કે, હિંદ તથા તેની આબાદી માટે તેના અપાર પ્રેમને કારણે જ બ્રિટિશ સરકારે પિતાની નીતિમાં આ ફેરફાર કર્યો હતે. આ નીતિ અખત્યાર કરવાનો નિર્ણય કર્યા પછી આ નવા ઉદ્યોગોને સાચો કાબૂ બ્રિટિશ મૂડીદારના હાથમાં સુરક્ષિત રહે એ માટેનાં પગલાં ઈગ્લડે લીધાં. દેખીતી રીતે જ, હિંદી મૂડીદારને એ બાબતમાં નાનો ભાગીદાર ગણવામાં આવ્યું.
યુદ્ધ દરમિયાન, ૧૯૧૬ની સાલમાં “ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિયલ કમિશન” (હિંદી ઔદ્યોગિક કમિશન) નીમવામાં આવ્યું. બે વરસ પછી તેણે પિતાને હેવાલ બહાર પાડ્યો. તેમાં તેણે ભલામણ કરી કે, સરકારે ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઈએ તથા ખેતીમાં પણ નવી ઔદ્યોગિક પદ્ધતિઓ દાખલ કરવી જોઈએ. સાર્વત્રિક પ્રાથમિક કેળવણી આપવાનો પ્રયત્ન કરવાની પણ તેણે સૂચના કરી હતી. ઇંગ્લંડમાં કારખાનાંઓના વિકાસના આરંભકાળની પેઠે કુશળ કારીગરો પેદા કરવા માટે પ્રજવ્યાપી પ્રાથમિક કેળવણીને આવશ્યક લેખવામાં આવતી હતી.