Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેાવિયેટને વિજય
૧૦૪૩
(6
વ્યક્ત કરે છે. તેના ચૌદ મુદ્દાઓની આકરી ટીકા કરતું એક નિવેદન સેવિયેટ સરકારે પ્રેસિડન્ટ વિલ્સન ઉપર મેાકલ્યું. આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, આપ પોલેંડ, સર્બિયા, બેલ્જિયમ તેમ જ આસ્ટ્રિયા હંગરીની પ્રજા માટે સ્વાતંત્ર્યની માગણી કરે છે . . પરંતુ વિચિત્ર વાત તો એ છે કે, આપની માગણીમાં આયર્લૅન્ડ, મિસર, હિંદુસ્તાન અથવા તો ફિલિપાઇન ટાપુઓની સ્વતંત્રતાના ઉલ્લેખ સરખા પણુ અમારા જોવામાં આવતા નથી.”
૧૯૧૮ના નવેમ્બરની 11માં તારીખે મિત્રરાજ્યે અને જમને વચ્ચે સુલેહ થઈ અને તહરૂખીના કરાર ઉપર સહી કરવામાં આવી. પરંતુ રશિયામાં તા ૧૯૧૯ અને ૧૯૨૦ની સાલ દરમ્યાન આંતરયુદ્ધ ગરજી રહ્યુ હતું. સેવિયેટા એકલે હાથે અનેક દુશ્મનેની સામે લડ્યાં. એક વખતે તે લાલ સેના ઉપર જુદા જુદા સત્તર મેરચા ઉપર હુમલા થયા હતા. ઇંગ્લંડ, ફ્રાંસ, અમેરિકા, જાપાન, ઇટાલી, સર્બિયા, ચેકસ્સોવાકિયા, રુમાનિયા, બાલ્ટિક રાજ્યો અને સંખ્યાબંધ ક્રાંતિવિરોધી રશિયન સેનાપતિએ એ સૌ સાવિયેટને સામને કરી રહ્યાં હતાં. અને છેક પૂર્વ સાખેરિયાથી માંડીને બાલ્ટિક સમુદ્ર અને ક્રીમિયા સુધી યુદ્ધના દાવાનળ વિસ્તર્યાં હતા. વારવાર સાવિયેટના અંત નજીક આવેલા જણાતા હતા, ખુદ માસ્કા ઉપર પણ ભય ઝઝૂમી રહ્યો હતો, પેટ્રાત્રાડ દુશ્મનાને હાથ જવાની અણી ઉપર હતું પરંતુ એ બધીયે કટેકટીમાંથી તે પાર ઊતર્યું અને તેની પ્રત્યેક ફતેહે તેના આત્મવિશ્વાસ અને તેના બળમાં વધારો કર્યાં.
ઍમિરલ કાલચાક એક ક્રાંતિવિરેધી આગેવાન હતા. તેણે પોતાને રશિયાના રાજકર્તા · તરીકે જાહેર કર્યાં અને મિત્રરાજ્યોએ ખરેખર તેને એ રીતે માન્ય રાખ્યો તથા તેને ભારે મદદ પણ કરી. સાએરિયામાં તેણે કેવ વર્તાવ ચલાવ્યે તેને ચિતાર તેના સાથી જનરલ ગ્રેવેઝે આપ્યા છે. તે કાલચાકને મદદ કરનાર યુનાઈટેડ સ્ટેટ્સના સૈન્યને સેનાપતિ હતા. આ અમેરિકન સેનાપતિ જણાવે છે :
""
ત્યાં આગળ ભયંકર કતલેા કરવામાં આવી, દુનિયા ધારે છે તેમ ખેલ્શેવિકાએ એ કતલેા નહેતી કરી. એલ્શેવિકાએ મારી નાખેલા પ્રત્યેક માણસને ખલે પૂર્વ સાઇબેરિયામાં બેલ્શેવિક વિધીએએ સેા માણસોને મારી નાખ્યા એમ કહેવામાં હું અપેાક્તિને! દોષ વહેરી લઉં છું.”
મેટા મોટા રાજદ્વારી પુરુષો કેવી માહિતીને આધારે મહાન રાષ્ટ્રોનો કારોબાર ચલાવે છે તથા યુદ્ધ અને સુલેહ કરે છે એ જાણવાની તને રમૂજ પડશે. લોઈડ જ્યા તે વખતે ઇંગ્લેંડના વડા પ્રધાન હતા. યુરોપભરમાં તે સૌથી વધારે સત્તાધીશ પુરુષ હતો એમ કહી શકાય. ઇંગ્લંડની આમની સભામાં રશિયા વિષે ખેલતાં તેણે કાલચાક તથા રશિયાના બીજા સેનાપતિઓને ઉલ્લેખ કર્યાં. એમને વિષે ખેલતાં તેણે સેનાપતિ ખાવા પણ ઉલ્લેખ કર્યાં.
'