Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૪૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઇંગ્લંડ તથા યુરોપના બીજા દેશોએ રશિયાના દુકાળમાં મદદ આપવાની ના પાડી તે જ વખતે તેઓ બીજી રીતે રશિયાને બહિષ્કાર કરતા નહતા. ૧૯૨૧ની સાલના આરંભમાં ઇંગ્લેન્ડ અને રશિયા વચ્ચે વેપારના કરાર થયા અને એ પછી બીજા દેશોએ પણ સેવિયેટ સાથે વેપારી કરાર કર્યા.
ચીન, તુર્કી, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા પૂર્વના દેશ તરફ સેવિટે બહુ જ ઉદાર નીતિ અખત્યાર કરી. તેણે ઝારશાહીના કાળના બધા વિશિષ્ટ હક છેડી દીધા અને તેમની સાથે મિત્રાચારીને સંબંધ રાખવાનો પ્રયત્ન કર્યો. બધી પરાધીન તથા શેષિત પ્રજાઓ માટે સ્વતંત્રતાના તેમના સિદ્ધાંતને અનરૂપ તેમણે એ નીતિ અખત્યાર કરી હતી પરંતુ એની પાછળને વધારે મહત્ત્વનો આશય પિતાની સ્થિતિ મજબૂત બનાવવાનું હતું. સેવિયેટ રશિયાની આ ઉદારતાને કારણે ઇંગ્લંડ જેવી સામ્રાજ્યવાદી સત્તાઓ ઘણી વાર ખોટી દેખાતી હતી તથા પૂર્વના દેશની નજરે સોવિયેટ સાથેની તુલનામાં ઇંગ્લેડ તથા બીજા દેશો હલકા દેખાતા હતા.
૧૯૧૯ની સાલમાં બીજે પણ એક મહત્ત્વનો બનાવ બન્યો હતો તેને વિષે મારે તને કહેવું જોઈએ. એ બનાવ તે સામ્યવાદી પક્ષે કરેલી ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધની સ્થાપના. આગળના પત્રમાં મેં તને કાર્લ માકર્સે સ્થાપેલા પહેલા આંતરરાષ્ટ્રીય મજૂર સંધ વિષે તથા મોટી મોટી વાત કર્યા પછી ૧૯૧૪ની સાલમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે જેની દુર્દશા થઈ હતી તે બીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધ વિષે પણ વાત કરી હતી. બેશેવિકેએ વિચાર્યું કે આ બીજો આંતરરાષ્ટ્રીય મજૂર સંધ સ્થાપનાર મજૂર પક્ષો અને સમાજવાદી પક્ષોએ મજૂરોને દગો દીધો છે. આથી, મૂડીવાદ તથા સામ્રાજ્યવાદ સામે તેમ જ મધ્યમમાર્ગી નીતિને અનુસરનારા તકસાધુ સમાજવાદીઓની સામે લડત ચલાવવાને માટે તેમણે એકસપણે ક્રાંતિકારી દૃષ્ટિવાળો ત્રીજો આંતરરાષ્ટ્રીય મજૂર સંધ સ્થાપે. એને ઘણી વાર “કમિન્ટર્ન' પણ કહેવામાં આવે છે (એ શબ્દ કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલનું ટૂંકું રૂપ છે.) અને અનેક દેશમાં પ્રચારકાર્ય કરવાની બાબતમાં એણે મહત્ત્વનો ફાળો આપે છે. આ સામ્યવાદી આંતરરાષ્ટ્રીય સંધ, (ત્રીજા આંતરરાષ્ટ્રીય મજૂર સંધને સામ્યવાદી આંતરરાષ્ટ્રીય સંધ પણ કહેવામાં આવે છે) એના નામ પ્રમાણે, અનેક દેશના જુદા જુદા સામ્યવાદી પક્ષોએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. પરંતુ એકમાત્ર રશિયામાં જ સામ્યવાદને વિજય થયેલ હોવાથી સ્વાભાવિક રીતે જ કૅમિન્ટનમાં તેનું પ્રભુત્વ વધારે છે. ઘણી વ્યક્તિઓ કમિન્ટર્ન તથા સોવિયેટ સરકાર એ બંનેમાં મહત્ત્વના હોદ્દા ધરાવે છે એ ખરું પરંતુ કૉમિન્ટર્ન તથા સેવિયેટ સરકાર એ નિરાળી વસ્તુઓ છે. કમિન્ટન એ ક્રાંતિકારી સામ્યવાદનો ફેલા કરવાના ધ્યેયવાળી સંસ્થા હેવાથી સામ્રાજ્યવાદી