Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુદ્ધકાળનું હિન્દુ
૧૦:૧
આગળના એક પત્રમાં મેં તને કહ્યુ હતું તેમ, મહાયુદ્ધ શરૂ થયું તે ટાંકણે હિંદમાં રાજકારણ બહુ જ મંદ પડી ગયું હતું. યુદ્ધના આગમનથી લાકાનુ ધ્યાન વળી વધારે પ્રમાણમાં ખીજી દિશાએમાં વધ્યું અને બ્રિટિશ સરકારે યુદ્ધને અગે લીધેલાં અનેક પગલાંઓને કારણે સાચી રાજકીય પ્રવૃત્તિ મુશ્કેલ થઈ પડી. ખીજા બધાને દાખી દેવા માટે તથા પોતાનુ મનમાન્યું કરવાને માટે સરકારો યુદ્ધકાળને હમેશાં એક સરસ બહાના તરીકે લેખે છે. એ દરમ્યાન જો કાઈ ને કશી છૂટ હોય તો માત્ર સરકારને મનમાન્યું કરવાની છૂટ હોય છે. ખારા ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે, સત્ય હકીકત છુપાવવામાં આવે છે, ઘણી વાર જૂઠાણાં ફેલાવવામાં આવે છે તથા ટીકા થતી અટકાવવામાં આવે છે. કાઈ પણ પ્રકારની રાષ્ટ્રીય પ્રવૃત્તિનું નિયમન કરવાને ખાસ કાયદાઓ તથા નિયમા કરવામાં આવે છે. યુદ્ધમાં. પડેલા બધાયે દેશામાં આ કરવામાં આવ્યું હતું અને હિંદમાં પણ એમ કરવામાં આવે એ સ્વાભાવિક છે. એટલે અહીં પણ હિંદસંરક્ષણુધારો ' પસાર કરવામાં આવ્યા હતા. યુદ્ધ વિષે તેમ જ એની સાથે સંબંધ ધરાવતી બીજી કાઈ પણ બાબત વિષેની જાહેર ટીકા ઉપર આ રીતે સચોટ અંકુશ મૂકવામાં આવ્યો. પરંતુ અંદરખાને તુ માટે સર્વત્ર ભારે સહાનુભૂતિ હતી તથા જમની ઇંગ્લેંડને સખત ફટકા મારે એવી આશા સેવવામાં આવતી હતી. જેમના ઉપર સારી પેઠે ટકા પડતા હતા તે આવી નિી આશા સેવે એ બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ એવી ઇચ્છા ક્યાંયે જાહેર રીતે વ્યક્ત કરવામાં આવી નહોતી.
6
જાહેરમાં તે બ્રિટન પ્રત્યેની વાદારીના ખુલંદ પોકારા વાતાવરણને ગજાવી મૂકતા હતા. મોટે ભાગે રાજામહારાજાએ આવે શાકાર કરતા હતા તેમ જ સરકારના સબંધમાં આવેલા ઉપલા મધ્યમ વર્ગના લોકા પણુ કંઈક અંશે એમાં પેાતાના ફાળા આપતા હતા. લાકશાહી, આઝાદી તથા પ્રજાની સ્વતંત્રતા વિષેની મિત્રરાજ્યાની બડી ખડી જાહેરાતોથી ‘ ભૂવા’ એટલે કે મધ્યમ વર્ગના લાકા પણ સહેજસાજ એમાં સાયા હતા. એ જાહેરાતો ઘણું કરીને હિંદુને પણ લાગુ પડશે એમ ધારવામાં આવતું હતું અને તેની આફતની ઘડીએ બ્રિટનને મદદ કરવામાં આવે તે પાછળથી એના ઘટતા ખલા મળી રહેશે એવી આશા સેવવામાં આવતી હતી. એ ગમે તેમ હે, એ બાબતમાં હિ ંદુને માટે પસંદગી કરવાને અવકાશ જ નહાતા; વળી તે માટે ખીજો કાઈ સલામતીભર્યાં મા પણ નહોતા. આથી તેણે આ અણુગમતી ફરજમાંથી બની શકે એટલે લાભ ઉઠાવ્યા.
હિંદમાં થયેલા આ વાદારીના ઉપરઉપરના પ્રદર્શનની તે દિવસેામાં ઇંગ્લેંડમાં ભારે કદર કરવામાં આવી હતી અને તેને માટે અનેક વાર આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. તે વખતે સત્તાનાં સૂત્રા જેમના
ज - २५