Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૫
જાપાનની ચીન ઉપર શિરજોરી જે ખાસ અધિકારે ભગવતું હતું તે છોડી દેવા પિતે તૈયાર છે. સામ્રાજ્યવાદ તથા સામ્યવાદના માર્ગે ભાગ્યે જ સમાન હોય છે, પરંતુ એ વાત જવા દઈએ તે પણ, પશ્ચિમની સત્તાઓથી લાંબા વખતથી શેષાઈ રહેલા અને ડરાવાતા પૂર્વના દેશ તરફ સોવિયેટ ઇરાદાપૂર્વક ઉદાર નીતિ અખત્યાર કરી. એ કેવળ પ્રામાણિકતા જ નહોતી પણ સેવિયેટ રશિયાને માટે ધરખમ નીતિ પણ હતી; કેમ કે એ નીતિએ પૂર્વમાં તેના મિત્રે ઊભા કર્યા. ખાસ અધિકાર છોડી દેવાની સોવિયેટની દરખાસ્ત શરતી નહોતી; એના બદલામાં તેણે કશી અપેક્ષા ન રાખી. એમ છતાંયે, ચીની સરકાર સોવિયેટ સાથે વ્યવહાર બાંધતાં ડરતી હતી; તેને ભીતિ હતી કે એથી રખેને પશ્ચિમ યુરોપની સત્તાઓ તેના ઉપર ક્રોધે ભરાય. પરંતુ, આખરે રશિયન અને ચીની પ્રતિનિધિઓ મળ્યા અને ૧૯૨૯ની સાલમાં અમુક મુદ્દાઓની બાબતમાં તેઓ સંમત થયા. આ કરારની જાણ થતાં ઇંચ, અમેરિકન તથા જાપાનની સરકારે એની સામે પેકિંગ સરકાર સમક્ષ પિતાને વિરોધ દર્શાવ્યું. આથી પેકિંગ સરકાર એટલી તે ડરી ગઈ કે એ કરાર ઉપર પિતાના પ્રતિનિધિએ કરેલી સહીને તેણે ઇન્કાર કર્યો. પેકિંગ સરકારની આટલી હદ સુધી દુર્દશા થઈ હતી! એ પછી રશિયન પ્રતિનિધિઓ એ કરારને આ મુસદ્દો બહાર પાડ્યો. એણે ભારે ખળભળાટ મચાવી મૂક્યો. બીજી સત્તાઓ સાથેના સંબંધમાં ચીન સાથે પહેલી જ વાર માનભર્યો અને યોગ્ય વર્તાવ દર્શાવવામાં આવ્યું તથા તેના હકકોને માન્ય રાખવામાં આવ્યા. એક મહાન સત્તા સાથેની સમાનતાના ધોરણે થયેલી આ તેની પહેલી જ સંધિ હતી. ચીની પ્રજા એથી રાજી થઈ અને સરકારને તેના ઉપર સહી કરવાની ફરજ પડી. સામ્રાજ્યવાદી સત્તાઓને એ સંધિ ન ગમે એ સ્વાભાવિક હતું કેમ કે એથી તેઓ દુનિયાની નજરે બહુ ખેતી દેખાય એમ હતું. સોવિયેટ રશિયાએ ઉદારતાપૂર્વક પિતાના બધા અધિકારે જતા કર્યા પરંતુ એ સત્તાઓ તો પિતપોતાના ખાસ હકકોને ચીવટપૂર્વટ વળગી રહી.
સોવિયેટ સરકારે ડૉ. સુનયાત સેનની દક્ષિણ ચીનની સરકાર સાથે પણ સંપર્ક સાધ્યો અને એ બંને સરકારે પરસ્પર સમજૂતી પર આવી. દક્ષિણ ચીનની સરકારનું વડું મથક કેન્ટીનમાં હતું. આ બધા સમય દરમ્યાન ઉત્તર અને દક્ષિણ ચીન વચ્ચે તથા ઉત્તર ચીનના જુદા જુદા સેનાપતિઓ વચ્ચે આંતરયુદ્ધ ચાલી રહ્યું હતું. આ ઉત્તરના તૂશને અથવા મહાતુશને – એમાંના કેટલાક મહાતૂશન કહેવાતા હતા – કઈ સિદ્ધાંત કે કાર્યક્રમને ખાતર લડતા નહોતા; તેઓ વ્યક્તિગત સત્તા મેળવવાને લડતા હતા. તેઓ એકબીજા સાથે મળીને એકસંપી કરતા પણ પછી સામા પક્ષ સાથે મળી જઈને ન જ સમૂહ રચતા. તેમના આ નિરંતર બદલાતા સમૂહે બહારનાઓને માટે તે કેયડા સમાન જ હતા. આ તૂશને અથવા લશ્કરી સાહસો, ખાનગી