Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૫૭
જાપાનની ચીન ઉપર શિરજોરી એ પછી થોડા જ વખતમાં, ૧૯૧૭ના નવેમ્બરમાં શેવિક ક્રાંતિ થઈ. એ પછી ઉત્તર એશિયામાં ભારે અવ્યવસ્થા વ્યાપી ગઈ. સાઈબેરિયા સેવિયેટ તથા સેવિયેટવિરોધી દળે વચ્ચેની લડાઈનું એક રણક્ષેત્ર બની ગયું. રશિયન સેનાપતિ કલાક સાઇબેરિયામાં રહીને સેવિયેટ સામે લડતે હતો. સોવિયેટના વિજયથી ભડકીને જાપાનીઓએ સાઈબેરિયામાં એક મોટું લશ્કર મોકલ્યું. બ્રિટિશ તેમ જ અમેરિકન સ પણ ત્યાં મેકલવામાં આવ્યાં. થોડા વખત માટે તે સાઈબેરિયા તથા મધ્ય એશિયામાંથી રશિયાની લાગવગ નષ્ટ થઈ ગઈ એ પ્રદેશમાંથી રશિયાની પ્રતિષ્ઠા નિર્મૂળ કરવાને માટે બ્રિટિશ સરકારે તેનાથી બનતું બધું કર્યું. બોલશેવિક વિરોધી પ્રચાર કરવાને માટે મધ્ય એશિયાના કેન્દ્ર સ્થાન કાલ્ગરમાં અંગ્રેજોએ એક વાયરલેસ સ્ટેશન પણ ઊભું કર્યું.
મંગેલિયામાં પણ સેવિયેટ તથા સેવિયેટવિરોધી દળો વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. છેક ૧૯૧૫ની સાલમાં, મહાયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે, ઝારશાહી રશિયાની મદદથી ચીની સરકાર પાસેથી સ્વયંશાસનને હક પ્રાપ્ત કરવામાં મંગોલિયા સફળ થયું હતું. પરંતુ મંગેલિયા ઉપર ચીનનું આધિપત્ય તો કાયમ રહ્યું. વળી મંગેલિયાના વિદેશ સાથેના સંબંધને અંગે રશિયાને પણ ત્યાં સ્થાન આપવામાં આવ્યું. આ અજબ પ્રકારની વ્યવસ્થા હતી. સોવિયેટ ક્રાંતિ પછી મંગેલિયામાં આંતરયુદ્ધ થયું. ત્રણ વરસ કરતાંયે વધારે સમયના યુદ્ધ પછી તેમાં સ્થાનિક સેવિયેટને વિજય થયું.
મહાયુદ્ધ પછી સુલેહપરિષદ થઈ તે વિષે હજી મેં તને નથી કહ્યું. બીજા પત્રમાં મારે એનું નિરૂપણ કરવું પડશે. અહીંયાં હું માત્ર એટલું જ કહી દઉં કે, એ પરિષદની મોટી સત્તાઓએ – ખાસ કરીને ઈગ્લેંડ, ફ્રાંસ અને યુનાઈટેડ સ્ટેટ્સ –ચીનને શાંટુંગ પ્રાંત જાપાનને ભેટ આપવાનો નિર્ણય કર્યો. આ રીતે, યુદ્ધના બદલામાં, પિતાના એક મિત્રરાજ્ય ચીન પાસે તેમણે તેને મુલક આપી દેવડાવ્યું. એમ કરવાનું કારણ યુદ્ધકાળ દરમ્યાન ઇગ્લેંડ, ફ્રાંસ તથા જાપાન વચ્ચે થયેલી ગુપ્ત સંધિ હતી. એનું કારણ ગમે તે હે, ચીન સાથેની આ ઘેકાબાજીથી ચીના લેકે ભારે રોષે ભરાયા અને પેકિંગ સરકારને તેમણે ધમકી આપી કે, જે તે એ બાબમાં ધરખેડ કરશે તે ક્રાંતિ થશે. જાપાની માલને કડક બહિષ્કાર પિકારવામાં આવ્યો અને ઠેકઠેકાણે જાપાનવિધી બંડ થયાં. ચીની સરકારે (મારી કહેવાની મતલબ ઉત્તરની પેકિંગ સરકાર છે, કેમ કે તે જ ચીનની મુખ્ય સરકાર હતી.) સુલેહના કરાર પર સહી કરવાની ના પાડી.
બે વરસ પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં વૈશિંગ્ટનમાં એક પરિષદ થઈ. એ પરિષદમાં શાંટુંગને પ્રશ્ન ફરી પાછો ઉપસ્થિત થયે. દૂર પૂર્વના દેશના પ્રશ્નોમાં રસ ધરાવતી બધી સત્તાઓની એ પરિષદ હતી અને પોતપોતાના નૌકાબળની