Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૫૦
જગતના ઈતિહાસનું રેખાદર્શન એની તબિયત એથીયે વિશેષ લથડી અને તેમાંથી એ બે ન જ થ. ૧૯૨૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે મેં નજીક તે મરણ પામે.
• ઘણા દિવસો સુધી એના મૃતદેહને મૅકેમાં રાખી મૂકવામાં આવ્યું. એ વખતે શિયાળાની ઋતુ હતી અને રાસાયણિક પદાર્થોને ઉપયોગ કરીને તેના મૃત દેહને જાળવી રાખવામાં આવ્યું હતું. સમગ્ર રશિયામાંથી, દૂર દૂરનાં સાઈબેરિયાનાં “સ્ટેપેઝમાંથી પણ, આમજનતાના પ્રતિનિધિઓ – પુરુષ, સ્ત્રીઓ, બાળકે – ઊંડી ખાઈમાંથી પિતાને ઉદ્ધાર કરનાર તથા વધારે ભર્યાભાદર્યા જીવનને માર્ગ બતાવનાર પિતાના વહાલા સાથીને છેવટનું માન આપવાને ત્યાં આવી પહોંચ્યાં. મૅસ્કાના સુંદર “રેડ સ્કવેર'માં તેમણે તેનું એક સાદું અને આડંબર રહિત સ્મારક બાંધ્યું. એક કાચની પેટીમાં તેને મૃત દેહ હજીયે ત્યાં પડ્યો છે અને રોજ સાંજે માણસેની અતૂટ હાર ત્યાં , થઈને શાંતિથી પસાર થાય છે. તેને મરણ પામ્યાને હજી બહુ વરસ નથી થયાં પરંતુ લેનિન એક પ્રબળ પરંપરારૂપ બની ગયું છે – કેવળ તેના વતન રશિયામાં જ નહિ પણ સારી દુનિયામાં. વખત જાય છે તેમ તેમ તેની મહત્તા વધતી જાય છે અને દુનિયાના અમર થઈ ગયેલા પુરુષોના મંડળમાં તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેઢાડનું નામ હવે લેનિનગ્રાડ પડ્યું છે અને રશિયાના લગભગ દરેક ઘરમાં લેનિનના નામથી ઓળખાતે એક ભાગ તથા લેનિનની છબી હોય છે. પણ લેનિન હજી જીવે છે,–તેનાં અનેક સ્મારકો કે ચિત્રોમાં નહિ પણ તેણે પાર પાડેલા વિરાટ કાર્યમાં. વળી તે જીવે છે કરોડો મારના અંતરમાં. તેઓ આજે તેના દષ્ટાંતમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે તેમ જ આવનારા સારા દિવસોની આશા સેવી રહ્યા છે.
એમ ન માની લઈશ કે લેનિન એ પિતાના કાર્યમાં ગરકાવ રહેનાર અને બીજા કશાને વિચાર ન કરનાર એક પ્રકારને અમાનુષી સંચે હતે. પિતાના કાર્યમાં તેમ જ પિતાના ધ્યેયમાં તે સંપૂર્ણપણે તરૂપ બની ગયું હતું એમાં લેશ પણ સંદેહ નથી. વળી તેનામાં સહેજ પણ અહંકાર નહોત; એક વિચાર યા સિદ્ધાંતના મૂર્ત સ્વરૂપ સમાન તે હતે. અને આમ છતાંયે માનવી ભાવથી તે ભરેલું હતું. તે ખડખડાટ હસી શકતો હતો અને એ મનુષ્યની સૌથી મોટી ખાસિયત છે. જ્યારે સેવિયેટ ઉપર જોખમ ઝઝૂમી રહ્યું હતું તે આરંભના દિવસોમાં બ્રિટિશ એજંટ લેકહાટે ત્યાં હતે. તે જણાવે છે કે ગમે તે થાય તેયે લેનિન હમેશાં ખુશમિજાજ રહે. એ બ્રિટિશ મુત્સદી કહે છે કે, “જે જે જાહેર પુરુષોને મળવાને મને પ્રસંગ પ્રાપ્ત થયો છે તે બધામાં લેનિન સૌથી વધારે સ્વસ્થચિત્ત હતે.” પિતાની વાત તથા કાર્યમાં તે સરળ અને સ્પષ્ટ હતા અને મોટા મોટા શબ્દો તથા ખેટા ડોળને તે ધિકકાર હતે. સંગીત ઉપર તેને ભારે પ્રેમ હતું. તેને એ પ્રેમ એટલે બધે પ્રબળ હતું