Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૪૯
સોવિયેટને વિજય સત્તાઓને તેના તરફ ભારે અણગમે છે અને પિતાપિતાના દેશમાં તેની પ્રવૃત્તિ દાબી દેવાને તેઓ હમેશાં પ્રયત્ન કર્યા કરે છે.
- બીજા આંતરરાષ્ટ્રીય સંઘને (સમાજવાદી તથા મજૂરોને આંતરરાષ્ટ્રીય સંધ) ૫ણુ મહાયુદ્ધ પછી પશ્ચિમ યુરોપમાં પાછો સજીવન કરવામાં આવ્યું. ઘણે અંશે, કંઈ નહિ તે સિદ્ધાંતની દૃષ્ટિએ તે, બીજા તથા ત્રીજા આંતરરાષ્ટ્રીય સંઘનું ધ્યેય એક જ છે પરંતુ એ બંનેની વિચારસરણી તથા કાર્યપદ્ધતિ ભિન્ન છે અને એ બંનેની વચ્ચે ઝાઝે પ્રેમ ઊભરાઈ જતું નથી. બંનેના સામાન્ય શત્રુ મૂડીવાદ સામે તેઓ પ્રહારે કરે છે તેના કરતાંયે વિશેષ પ્રમાણમાં તેઓ એકબીજા ઉપર સામસામા પ્રહાર કરે છે તેમ જ આપસમાં તકરાર કરે છે તથા એકબીજા સામે લડે છે. બીજો આંતરરાષ્ટ્રીય સંધ એ આજે તે મેમ્ભાદાર સંસ્થા બની ગઈ છે અને તેણે યુરોપના દેશના પ્રધાનમંડળમાં અનેક વાર પ્રધાને પણ પૂરા પાડ્યા છે. ત્રીજે આંતરરાષ્ટ્રીય સંધ હજીયે , ક્રાંતિકારી રહ્યો છે અને તેથી તે બિલકુલ મેસ્માદાર કે પ્રતિષ્ઠિત ગણાતું નથી.
આંતરયુદ્ધના સમગ્ર કાળ દરમ્યાન “લાલ ત્રાસ” (બશેવિકએ વર્તાવેલ ત્રાસ) અને “ત ત્રાસ (ક્રાંતિના વિરોધીઓએ વર્તાવેલે ત્રાસ) એ બંનેએ નિષ્ફર ક્રરતાની બાબતમાં એકબીજાની સ્પર્ધા કરી અને ઘણું કરીને પહેલા કરતાં બીજે એ બાબતમાં ઘણું વધી ગયે. કલાકે સાઈબેરિયામાં કરેલા અત્યાચારના અમેરિકન સેનાપતિના હેવાલ (એ મેં આગળ ટાંક્યો છે.) ઉપરથી તેમ જ બીજા હેવાલે ઉપરથી આપણે એ અનુમાન ઉપર આવવાને પ્રેરાઈએ છીએ. પરંતુ લાલ ત્રાસ પણ અતિશય આકરે હતું અને અનેક નિર્દોષ માણસે તેના ભોગ બન્યા હશે એ વિષે લેશ પણ શંકા નથી. તરફથી તેમના ઉપર હુમલે કરવામાં આવ્યું હતું તેથી તથા અનેક કાવતરાઓ અને જાસૂસેથી તેઓ ઘેરાયેલા હોવાથી બે શેવિક પિતાના મન ઉપરનો કાબૂ
ઈ બેઠા અને જેમના ઉપર તેમને સહેજ પણ શંકા જાય તેમને તેઓ ભારે શિક્ષા કરવા લાગ્યા. “ચેકા” નામથી ઓળખાતા તેમના રાજકીય પોલીસ ખાતાની આ ત્રાસ પ્રવર્તાવવા માટે ભારે અપકીતિ થઈ. એ ખાતું હિંદના છુપી પોલીસના ખાતા જેવું હતું પરંતુ તેની પાસે સત્તા વધારે હતી.
આ પત્ર લાંબે થઈ જાય છે. પરંતુ એ પૂરે કરવા પહેલાં લેનિન વિષે મારે તને કંઈક વિશેષ કહેવું જોઈએ. ૧૯૧૮ના ઑગસ્ટ માસમાં તેને જાન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે તેને ઈજા થઈ હતી છતાંયે તેણે ઝાઝો આરામ ન લીધે. જવાબદારીના ભારે બેજા નીચે તેણે કામ કરવાનું ચાલુ જ રાખ્યું અને એને લીધે ૧૯૨૨ના મે માસમાં અનિવાર્યપણે તેની તબિયત લથડી પડી. થેડે આરામ લીધા પછી ફરી પાછે તે પિતાને કામે વળગે. પરંતુ તે લાંબા વખત સુધી એ રીતે કામ કરી શક્યો નહિ. ૧૯૨૩માં