Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૫
જગતના ઇતિહાસનું રેખાદર્શન કરીને તેમણે એ દિશામાં પ્રથમ પ્રયત્ન કર્યો. એમાં તેઓ ફાવ્યા ખરા પરંતુ કેટલીક યુપી સત્તાઓના વિરોધને લીધે તેમને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું નહિ. પછી ૧૯૦૪ની સાલમાં રશિયા જોડે યુદ્ધ થયું. એ યુદ્ધ ચીન સાથેના યુદ્ધ કરતાં કપરું હતું. એમાં પણ તેમને વિજય મળે અને પરિણામે મંચૂરિયા તથા કોરિયામાં તેમણે મજબૂત અડ્ડો જમાવ્યું. થોડા જ વખતમાં કોરિયાને ખાલસા કરવામાં આવ્યું અને તે જાપાની સામ્રાજ્યને એક ભાગ બન્યું.
પરંતુ મંચૂરિયા તે ચીનને જ એક ભાગ રહ્યું. એને ચીનના પૂર્વ તરફના ત્રણ પ્રાંતિ કહેવામાં આવે છે. ત્યાં આગળની તેની રેલવે સહિત રશિયાને ત્યાં મળેલા બધા હકે જાપાનીઓએ પચાવી પાડ્યા. એ રેલવે તે વખત સુધી ચાઈનીઝ ઈસ્ટર્ન રેલવે' (પૂર્વ ચીનની રેલવે) નામથી ઓળખાતી હતી. એ રેલવેનું નામ બદલીને હવે સાઉથ મંચૂરિયન રેલવે (દક્ષિણ મંચૂરિયાની રેલવે) રાખવામાં આવ્યું. જાપાને હવે મંચૂરિયા ઉપર પિતાને પંજો મજબૂત કરવાનું શરૂ કર્યું. દરમ્યાન એ રેલવેએ બાકીના ગીચ વસતીવાળા ચીનમાંથી લેકોને આકર્ષા અને સંખ્યાબંધ ચીની ખેડૂત ત્યાં આવીને વસવા લાગ્યા. સોયાબીન નામથી ઓળખાતું કઠોળ મંચૂરિયામાં ખૂબ પાતું હતું. એનાં કીમતી પોષક તને લીધે દુનિયાભરમાં તેની માગ વધી ગઈ. તેમાંથી બનતી બીજી વસ્તુઓ ઉપરાંત સોયાબીનમાંથી એક પ્રકારનું તેલ પણ બને છે. આ સોયાબીનની ખેતીને કારણે પણ સંખ્યાબંધ લેકે ત્યાં આવીને વસ્યા. આમ, જે વખતે જાપાનીએ મંચૂરિયાના સમગ્ર આર્થિક તંત્રને ઉપરના ભાગમાંથી શરૂ કરીને સંપૂર્ણ કાબૂ લેવા માગતા હતા તે જ વખતે નીચેના ભાગમાંથી સંખ્યાબંધ ચીનાઓ ત્યાં આવ્યા અને એ દેશમાં તેમણે વસવાટ કર્યો. પુરાણું મંચૂ લેકે આ ચીને ખેડૂતના સમુદ્રમાં ડૂબી ગયા તથા સંસ્કૃતિ અને જીવનદૃષ્ટિમાં તેઓ પૂરેપૂરા ચીની બની ગયા.
ચીનમાં પ્રજાસત્તાક સ્થપાય એવી જાપાનને કલ્પના પણ નહતી. ચીનને બળવાન બનાવે એવી એક પણ વસ્તુ જાપાનને મંજૂર નહોતી અને ચીનને સુસંગઠિત થઈને એક બળવાન રાષ્ટ્ર થતું અટકાવવું એ તેની કુટિલનીતિનું એક માત્ર ધ્યેય હતું. જેથી કરીને દેશમાં આંતરિક અવ્યવસ્થા ચાલુ રહે એટલા ખાતર એક તૂશન સામે બીજા તૂશનને મદદ કરવામાં તે અતિ સક્રિય રસ લેતું હતું.
ચીનને તરણ પ્રજાસત્તાકને જબરદસ્ત પ્રશ્નોને ઉકેલ કરવાને હતે. એ કેવળ મરવા પડેલી સામ્રાજ્ય સરકાર પાસેથી રાજકીય સત્તા લઈ લેવાને જ સવાલ નહે. વાત એમ છે કે લઈ લેવા જેવી રાજકીય સત્તા હતી જ નહિ. ત્યાં આગળ એવી કઈ કેન્દ્રસ્થ સત્તા હતી જ નહિ. એવી સત્તા તે હજી ઊભી કરવાની હતી. જૂનું ચીની સામ્રાજ્ય એ માત્ર નામનું જ સામ્રાજ્ય