Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેવિયેટને વિજય
૧૦૪૭ કેમ કે વિરોધી સજે દેશમાં નિરંતર ધસી રહ્યાં હોય એ સ્થિતિમાં ખેડૂતો ખેતરે ખેડી શકે નહિ કે મજૂરી કારખાનાં ચલાવી શકે નહિ. યુદ્ધકાળના સામ્યવાદે દેશને જેમતેમ કરીને પાર ઉતાર્યો પરંતુ દરેક જણને પેટના પાટા વધારે ને વધારે તંગ કરવા પડતા જતા હતા અને આખરે એ વસ્તુ અસહ્ય થઈ પડી. ખેડૂતને ઝાઝું ઉત્પન્ન કરવાનો રસ નહોતો કેમ કે તે વખતે પ્રવર્તતા યુદ્ધકાળના સામ્યવાદમાં અથવા તે ઉદ્દામ કે લશ્કરી સામ્યવાદમાં તેમણે પેદા કરેલે વધારાને માલ રાજ્ય લઈ લેતું હતું. પછી તેમણે વધારે ઉત્પન્ન કરવાની તકલીફ શાને ઉઠાવવી ? એક અતિશય મુશ્કેલ અને જોખમકારક પરિસ્થિતિ ઊભી થવા લાગી હતી. પેટેગ્રાડ નજીક કંસ્ટેટ આગળ ખલાસીઓએ બળ પણ કર્યો અને ખુદ પેટ્રોગ્રાડ અથવા લેનિનગ્રાડમાં હડતાલ પડી.
મૂળભૂત સિદ્ધાંતને વર્તમાન સ્થિતિ સાથે બંધબેસતા કરવાની લેનિન પાસે અપાર શક્તિ હતી એટલે તેણે તરત જ પગલું ભર્યું. યુદ્ધકાળને સામ્યવાદ તેણે બંધ કર્યો અને નવી જ નીતિ તેણે અખત્યાર કરી. એને નવી આર્થિક નીતિ કહેવામાં આવે છે. એ નીતિ અનુસાર ખેડૂતોને પિતાને માલ ઉત્પન્ન કરવાની તેમ જ તે વેચવાની વધુ છૂટ આપવામાં આવી. વળી થડ વેપાર કરવાની પણ પરવાનગી આપવામાં આવી. શુદ્ધ સામ્યવાદી સિદ્ધાંતને એમાં અમુક અંશે ભંગ થતું હતું પણ એક કામચલાઉ પગલા તરીકે લેનિને તેનું સમર્થન કર્યું. બેશક, લેકોને તે એથી ભારે રાહત મળી. પરંતુ થોડા જ વખતમાં રશિયાને બીજી એક ભયંકર આફતને સામને કરવાનું આવી પડયું. ભારે સુકવણુને કારણે દક્ષિણ-પૂર્વ રશિયામાં પાક નિષ્ફળ નીવડ્યો અને એને લીધે દુકાળ પડ્યો. એ બહુ જ ભયંકર દુકાળ હતો; જાણવામાં આવેલા મોટામાં મેટા દુકાળમાં તે એક હતું અને લાખો માણસે એમાં મરણ પામ્યાં. વરસેથી ચાલતાં યુદ્ધ, આંતરયુદ્ધ, નાકાબંધી અને આર્થિક વિનાશ પછી તથા સેવિયેટ સરકાર ઠરીઠામ થઈને શાંતિકાળાની પ્રવૃત્તિ કરવા માંડે તે પહેલાં એ દુકાળ પડ્યો તેથી સરકારને આખા તંત્રને તેણે ભાગી નાખ્યું હોત. આમ છતાં પણ આગળની બધી આફતમાંથી તે પાર ઊતર્યું હતું તેમ સેવિયેટ આ આફત પણ તરી ગયું. દુકાળ રાહત માટે તેમણે શી મદદ આપવી જોઈએ એની વિચારણા કરવા માટે યુરેપની સરકારના પ્રતિનિધિઓની એક પરિષદ મળી. જેને તેમણે ઇન્કાર કર્યો હતો તે ઝારનું દેવું ભરપાઈ કરવાની સેવિયેટ સરકાર બાંયધરી ન આપે ત્યાં સુધી તેઓ કશી મદદ આપનાર નથી એવું તેમણે જાહેર કર્યું. માનવતા કરતાં શરાફની વૃત્તિ વધુ પ્રબળ હતી અને પિતાનાં મરણશરણ થતાં બાળકો માટેની રશિયન માતાઓની હૃદયદ્રાવક આજીજી પણ કાને ધરવામાં ન આવી. પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સે એવી કશી શરત ન મૂકી અને તેણે રશિયાને ભારે મદદ આપી.