Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૫ર. સોવિયેટનો વિજય
૧૧ એપ્રિલ, ૧૯૩૩ ૧૯૧૮ની સાલના જુલાઈ માસમાં રશિયાની પરિસ્થિતિમાં હેબતાવી મૂકે એવા ફેરફાર થયા. શેવિકાની આસપાસ બિછાવવામાં આવેલી જાળ તેમની વધુ ને વધુ નજીક આવતી જતી હતી. દક્ષિણમાં યુક્રેનમાંથી જર્મને ડરાવી રહ્યા હતા અને રશિયામાંના સંખ્યાબંધ જૂના ચેકોસ્લોવાકિયન યુદ્ધકેદીઓને મિત્રરાજ્યએ મૅસ્ક ઉપર ધસારે કરવાનું ઉત્તેજન આપ્યું. ફ્રાંસમાં આખાયે પશ્ચિમ મરચા ઉપર હજી મહાયુદ્ધ ચાલી રહ્યું હતું પરંતુ સોવિયેટ રશિયામાં એક વિચિત્ર પ્રકારની ઘટના જોવામાં આવતી હતી. ત્યાં આગળ જર્મનીના પક્ષની સત્તાઓ તેમ જ મિત્રરા એ બંને બશેવિકાને કચરી નાખવાના એક જ કાર્યમાં સ્વતંત્રપણે પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં. રાષ્ટ્રદેષ કરતાં વર્ગદ્વેષનું બળ કેટલું બધું વધારે હોય છે એ આપણને અહીં ફરીથી જોવા મળે છે. અને રાષ્ટઠેષ પણ સારી પેઠે ઝેરી અને તીવ્ર હોય છે. આ બધી સત્તાઓએ રશિયા સામે કંઈ સત્તાવાર યુદ્ધ જાહેર કર્યું નહોતું; તેમણે સોવિયેટને હેરાન કરવાના બીજા ઉપાય શોધી કાઢ્યા હતા. ખાસ કરીને, ક્રાંતિવિરોધી આગેવાનોને ઉશ્કેરીને તથા તેમને શસ્ત્ર અને નાણાંની મદદ આપીને તેઓ પોતાની એ મુરાદ પાર પાડતા હતા. ઝારશાહી વખતના કેટલાયે જૂના સેનાપતિઓ સોવિયેટની સામે મેદાને પડ્યા.
ઝાર તથા તેના કુટુંબને પૂર્વ રશિયામાં ઉરલ પર્વત પાસે ત્યાંના સ્થાનિક સેવિયેટના હવાલા નીચે કેદ રાખવામાં આવ્યું હતું. એ પ્રદેશમાં ઝેક લશ્કરના ધસારાથી ત્યાંનું સ્થાનિક સોવિયેટ ગભરાઈ ગયું. તેને ભય લાગ્યું કે, માજી ઝારને કારાવાસમાંથી છોડાવવામાં આવે અને તે ક્રાંતિ વિરોધી ચળવળનું મોટું કેન્દ્ર બને તે શી વલે થાય? એટલે કાયદે ખીસામાં મૂકીને તેણે ઝારના આખા કુટુંબની કતલ કરી નાખી. સેવિયેટની મધ્યસ્થ સમિતિ એ કૃત્ય માટે જવાબદાર હોય એમ નથી લાગતું. અને લેનિન તે આંતરરાષ્ટ્રીય નીતિની દૃષ્ટિએ ઝારની અને માનવદયાની દૃષ્ટિએ તેના કુટુંબની કતલ કરવાની વિરુદ્ધ હતે. પરંતુ તે થઈ ગયા પછી મધ્યસ્થ સમિતિએ એ કૃત્યને વાજબી ઠરાવ્યું. ઘણું કરીને આને લીધે મિત્રસરકારને મિજાજ વળી વધારે ખસી ગયો અને તેમનું વલણ વધારે ઉગ્ર બન્યું.
ઓગસ્ટ માસમાં તે પરિસ્થિતિ બહુ જ બગડવા પામી અને બે બનાવોને પરિણામે સર્વત્ર કોધ, નિરાશા અને ભયનું વાતાવરણ વ્યાપી ગયું. એમાંને એક બનાવ તે લેનિનને જીવ લેવા માટે તેના ઉપર કરવામાં આવેલ હુમલે અને ઉત્તર રશિયામાં આવ્યેગલ આગળ મિત્ર સૈન્યનું ઊતરવું એ બીજે.