Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન સેવિયેટ સરકારે પિતાનું મથક મસ્કમાં બદલ્યું હતું અને ત્યાર પછી મૅચ્યો જ તેનું પાટનગર રહ્યું છે. મિત્રરાજ્યના એલચીઓ હજી રશિયામાં જ રહ્યા હતા. જ્યારે પેટ્રોગ્રાડ જર્મનાં હાથમાં જવાને ભય હતું ત્યારે તેઓ ત્યાંથી ભાગીને લેગડાના સલામત સ્થાને જઈ રહ્યા. લેગડા એ દેશના અંદરના ભાગનું એક નાનકડું શહેર છે અને બીજી બધી પ્રવૃત્તિઓથી તે બહુ જ દૂર હતું. તેમને કાને પહોંચતી ભયંકર અફવાઓથી તેઓ નિરંતર ગભરાટ અને અસ્વસ્થ મનેદશામાં રહેતા અને બધા ટોળે વળીને એક સાથે બેસી રહેતા. એ અફવાઓ ખરી છે કે કેમ એ વિષે ચિંતાતુર થઈને તેઓ વારંવાર ટ્રસ્કી પાસે પૂછપરછ કર્યા કરતા હતા. આ જુનવાણ મુત્સદ્દીઓની આવી માનસિક અસ્વસ્થતાથી ટેસ્કી ત્રાસી ગયે અને તેણે “વેલેગડાના મહાનુભાવના જ્ઞાનતંતુઓ શાંત કરવાને માટે બ્રોમાઈડ લેવાનું” તેમને લખી જણાવવાની તૈયારી બતાવી ! ખેંચ આવતી હોય તેવાઓને તથા સહેજ સહેજમાં ઉત્તેજિત થઈ જાય એવા લેકોને દાક્તરે બ્રોમાઈડ આપે છે.
ઉપર ઉપરથી તે જીવન કશા ફેરફાર વિના હમેશ મુજબ ચાલતું જણાતું હતું પરંતુ ઉપરથી દેખાતી આ શાંતિના પડની નીચે અનેક બળો અને પ્રતિબળે કાર્ય કરી રહ્યાં હતાં. કેઈને, ખુદ બેલ્સેવિકોને પિતાને પણ તેઓ વધુ વખત ટકી શકશે એવી આશા નહતી. દરેક જણ કાવાદાવા ખેલી રહ્યો હતે. જર્મનીએ રશિયાના દક્ષિણ ભાગમાં આવેલા યુક્રેનમાં એક પૂતળા સરકાર ઊભી કરી હતી. જર્મની સાથે સંધિ કરી હોવા છતાંયે સોવિયેટ ઉપર તેને ભય હમેશાં ઝઝુમી રહેલે જણ હતે.. મિત્રરાજ્ય, અલબત જર્મનીને ધિક્કારતાં હતાં પરંતુ બેલ્સેવિકેને તે તેઓ એથી પણ વિશેષ ધિક્કારતાં હતાં. ૧૯૧૮ના આરંભમાં અમેરિકાના પ્રમુખ ગુરૂ વિલ્સને સોવિયેટ કોંગ્રેસ ઉપર અભિનંદનને સંદેશ મોકલ્યું હતું, પરંતુ એમ કરવા માટે તે પસ્તા હેય એમ જણાય છે અને પાછળથી તેણે પોતાનું વલણ બદલ્યું. આથી મિત્રરાજાએ ક્રાંતિવિરોધી પ્રવૃત્તિઓને ખાનગી રીતે આર્થિક સહાય કરી તેમ જ બીજી મદદ પણ કરી; એટલું જ નહિ, તેમણે ગુપ્ત રીતે એ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધે. મૅસ્કે વિદેશી જાસૂસેથી ઊભરાવા લાગ્યું. બ્રિટનના અઠંગ જાસૂસ તરીકે લેખાતા બ્રિટિશ જાસૂસીખાતાના વડાને સોવિયેટ સરકાર સામે મુશ્કેલીઓ ઊભી કરવાને ત્યાં મોકલવામાં આવ્યું. માલમિલકત ગુમાવી બેઠેલા અમીરઉમર તથા શ્રીમંત વર્ગના લેકે મિત્રરા તરફથી મળતાં નાણાંની મદદથી નિરંતર ક્રાંતિવિરોધી પ્રવૃત્તિઓ ઊભી કર્યા કરતા હતા.
૧૯૧૮ની સાલના વચગાળાના સમયમાં આ સ્થિતિ હતી. સેવિયેટનું જીવન નાજુક તાંતણાને આધારે લટકી રહેલું દેખાતું હતું.