Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન કારખાનાંઓમાં તેમ જ સોવિયેટમાં બે શેવિકેનું બળ તથા તેમની લાગવગ વધતાં જ ગયાં. આથી ભડકીને કેરેજ્જીએ તેમને દાબી દેવાનો નિર્ણય કર્યો. પહેલાં તે લેનિનને બદનામ કરવાની ભારે ચળવળ તેની સામે ઉપાડવામાં આવી. રશિયામાં તકલીફ ઊભી કરવા માટે મેકલવામાં આવેલા જર્મનીના એજંટ તરીકે તેને વર્ણવવામાં આવ્યું. જર્મન સત્તાવાળાઓનાં આંખમીંચામણુંથી તે સ્વિઝરલેંડમાંથી જર્મનીમાં થઈને નહેતે આવ્યું કે? મધ્યમ વર્ગોના લેકમાં લેનિન અતિશય અકારે થઈ પડ્યો. તેઓ તેને દેશદ્રોહી ગણતા હતા. કેરેસ્કીએ લેનિનની ધરપકડ માટે વૅરંટ કાઢયું. એક ક્રાંતિકારી તરીકે નહિ પણ જર્મનીની તરફેણ કરનારા દેશદ્રોહી તરીકે કેરેન્કીને તેની ધરપકડ કરવી હતી. આ તહોમત ખોટું પાડવાને ખાતર અદાલત સામે ખડે થવાને લેનિન પોતે આતુર હતું. પરંતુ તેના સાથીઓ આ બાબતમાં તેની સાથે સંમત ન થયા અને તેને ગુપ્તવાસમાં જવાની ફરજ પડી. ટ્રીની પણ ધરપકડ કરવામાં આવી. પરંતુ પેટ્રોગ્રાડના સોવિયેટના આગ્રહથી પાછળથી તેને છોડી મૂકવામાં આવ્યો. બીજા અનેક બોલશેવિકેની પણ ધરપકડ કરવામાં આવી, તેમનાં છાપાંઓને દાબી દેવામાં આવ્યાં અને તેમની તરફેણના ગણાતા મજૂરોને નિઃશસ્ત્ર કરવામાં આવ્યા. કામચલાઉ સરકાર તરફ આ મજૂરોનું વલણ વધારે ને વધારે ઉદ્દામ અને ઉગ્ર બનતું ગયું અને તેની સામે ઉપરાછાપરી પ્રચંડ દેખા થવા લાગ્યા.
પ્રતિક્રાંતિએ પિતાનું માથું ઊંચક્યું તે પહેલાં એક બીજો બનાવ બની ગયે. કોનિલેવ નામને એક વૃદ્ધ સેનાપતિ કાંતિ તેમ જ કામચલાઉ સરકારને કચડી નાખવાને પિતાનું લશ્કર લઈને પાટનગર તરફ ધસ્ય. પાટનગરની તે નજીક જતે ગમે તેમ તેમ તેનું લશ્કર અલોપ થતું ગયું. તે ક્રાંતિના પક્ષમાં ભળી ગયું હતું.
બનાવો બહુ ત્વરાથી બની રહ્યા હતા. સોવિયેટ સરકારનું હરીફ બનતું જતું હતું. ઘણી વાર તે સરકારના હુકમ રદ કરતું અથવા તે તેનાથી ઊલટી જ સૂચનાઓ બહાર પાડતું. સ્મોલ્લી ઈન્સ્ટિટયૂટ હવે સેવિયેટની કચેરી તથા પેટ્રગાડમાં ક્રાંતિનું મથક બન્યું. એ ઉમરાવ વર્ગોની બાળાઓ માટેની ખાનગી શાળા હતી.
લેનિન પેટેગ્રાડના સીમાડા ઉપર આવ્યા અને બેશેવિકોએ નકકી કર્યું કે કામચલાઉ સરકાર પાસેથી સત્તા છીનવી લેવાને સમે આવી પહોંચે છે. બળવા માટેની સઘળી વ્યવસ્થા કરવાનું કાર્ય ઢોસ્કીને સોંપવામાં આવ્યું અને મહત્ત્વનાં કયાં કેન્દ્રો કબજે કરવાં તથા કયે સમે ઈત્યાદિ સઘળી બાબતોની
જના કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી. નવેમ્બરની ૭મી તારીખ બળવા માટે નક્કી કરવામાં આવી. એ દિવસે અખિલ રશિયાનાં સેવિયેટનું અધિવેશન